કંડલા સંકુલમાં મયુર-હાજી-મનીષાની તસ્કર ગેંગ બેફામ : ખાખી નાકામ.! : સોયા-ખાંડ-કેમીકલની ધૂમ ચોરી : ચોરાઉ માલ ખરીદનારાઓને તડાકો..!

વોંધ સમીપે ચામુંડા હોટેલાની આજુબાજુમાં ચોરાઉ ચીજવસ્તુઓની ગાડીઓની ગાડીઓ ઉતરતી હેાવાનો વર્તારો : સામખિયાળી ટોલનાકા પાસેની એકતા હેાટલ આસપાસમાં પણ ચોરીની ચીજ-વસ્તુની આપ લે થતી હોવાની ચકચાર

પોલીસતંત્ર સહિત પુરવઠા વિભાગ પણ આવી હોટેલો પર કેમ નથી બોલાવતી તવાઈ? હાઈવે હેાટેલોમાં પડેલા જથ્થાના આધાર-પુરાવા-ખરીદીના બીલો કેમ નથી આવતા માંગવામાં?

ખાટલે મોટી ખોટ : પેરાજ મહેરબાન તો કંડલા સંકુલના તમામ તસ્કરો-ચોરાઉ ચીજવસ્તુઓની ગેંગવાળા પહેલવાન : કંડલામાંથી કોઈ પણ ચોરીની વસ્તુઓ લાવો, પેરાજનો વાડો તમામને માટે બની રહ્યો છે આશ્રયસ્થાન : ફાટીને ફુલેકે ચડેલા પેરાજ પર કયા ખાખીધારીના ચાર હાથ?

ગાંધીધામ : દેશના મહાબંદર કંડલા પર દેશ-વિદેશમાં અનેકવિધ ચીજવસ્તુઓની આયાત-નિકાસ થવા પામી રહી છે જે બંદરથી બહાર નીકળ્યા બાદ વાહનો માફરતે દેશભરમાં હેરફેર કરવામા આવતી હોય છે. આવી ચીજવસતુઓ પણ કંડલામાં રીતસરની દિનદહાડે ઉઘાડી લુંટ ચલાવાવમાં આવતી હોવાના પણ કિસ્સાઓ સતત વધવા પામી રહ્યા છે.
કંડલા સંકુલ પર આ રીતે તસ્કરી કરનારી એક ચોકકસ ગેંગ હાલમાં મેદાનમાં આવી જવા પામી છે જેનો આતંક અવિરત પણ યથાવત જ રહેલો છે. હાજી નામનો શખ્સ, મયુર, અને મનીષાની આ ગેંગ સોયા, ખાંડ, કેમીકલ સહિતની અનેકવીધ ચીજવસ્તુઓની વાહનોમાંથી રીતસરની લુટ-ચોરી જ કરી રહ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ પેકીના બેથી ત્રણ કોમોડીટીના તો તાજેતરમાં જ કંડલા મથકે ફરીયાદો પણ નેાધાઈ જવા પામી ગઈ છે.
મયુર-હાજી સોઢા નામનો શખ્સ તથા મનીષા આણી ગેંગ એકતરફ વાહનોમાથી ચોરાઉ વસ્તુઓની સતત ચોરીઓ કરી રહ્યા છે તો બીજીતરફ ખાખીધારીઓની ભુમિકાની સામે પણ સવાલો ઉભા થવા પામી રહ્યા છે. આવી તસ્કરી અને ઉઘાડી લુંટ ખાખીની જાણ બહાર કરવી તો કપરી જ બની જતી હોય છે. આ ટોળકીને કયા પલળેલા અમુક બની બેઠેલા ખાખીધારીઓ છાવરી રહ્યા છે તેવા સવાલો પણ આ તબક્કે ઉભા થવા પામી રહ્યા છે. જાણકારો દ્વારા તો એમ કહેવાય છે કે, ભચાઉના વોંધ પાસે આવેલી ચામુંડા હેાટલની આજુબાજુમાં પણ સિમેન્ટ, સોયા-ખાંડ- કે કેમીકલ જે કહો તે બધી જ વસ્તુઓ ગાડીઓમાંથી ઉતારવામા આવી રહી છે. ઉપરાંત સુરજબારીપાસે એકતા હોટલની આજુબાજુમાં પણ ચોરીના માલની લે વેચ મોટા પ્રમાણમાં થતી હોવાનુ કહેવાય છે. વિદેશથી મોકલાયેલ વસ્તુ મંગાવનાર સુધી પહોચે તે પહેલા જ આ રીતે ચોરટોળકી રસ્તામાથી જ ઉતારી લેતી હોવાથી વેપારીઓ વચ્ચે પણ બબાલ-ડખ્ખા વધી રહ્યા છે. આ જ પ્રકારે જો આ ટોળકી ચોરીઓ કરતી રહેશે અને ખાખી તેઓને અટકાવશે નહી તો કંડલા સંકુલથી વેપારીઓ ધીમે ધીમે મોઢુ ફેરવતા પણ થઈ જશે તેવી વકી પણ જાણકારો દ્વારા સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત ગાંધીધામના ચકચારી પેરાજનો ભંગારનો વાડો પણ આવી તસ્કર ટોળકીઓ માટે પ્રોત્સાહક જ બની જવા પામી ગયો છે. પેરાજ તો ખુલલેઆમ જ કહેતો ફરે છે કે, હુ તો ટોપ ટુ બોટમ સૌને સાચવુ છુ, કોઈ પણ પ્રકારની ચોરાઉની વસ્તુઓ હોય મારા વાડામાં લાવો, આ વાડામાં કોઈ ચેકીંગ આવતુ જ નથી. એટલે પેરાજનો ભંગારના વાડામા પણ દુનિયાભરની ચોરાઉ ચીજવસ્તુઓ સંગ્રહાતી હોવાનુ મનાય છે.