કંડલા સંકુલના ઓપન પ્લોટમાં ટ્રાન્સફર તત્કાળ શરૂ કરો : વેપારી મંડળની માંગ

ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાં ગાંધીધામ-કંડલા સંકુલના લોકોના ઓપન એટલે કે બાંધકામ નથી થયેલ તેવા પ્લોટસ પર ટ્રાન્સફરની મંજુરી આપવાને માટે ગાંધીધામ વેપારી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે. આ બાબતે રાજુભાઈ ચંદનાનીની યાદીમાં જણાવ્યા મુજબ તેઓએ ડીપીટી કંડલા પોર્ટને પત્ર લખ્યો હતો. જે સબબ કંડલા ડીપીટી પોર્ટે એસઆરસીને પુછયુ હતુ અને તે અંગે એસઆરસી દ્વારા પણ ટ્રાન્સફર પ્રક્રીયા શરૂ કરવાની સકારાત્મક માંગ સાથે પત્ર મારફતે જ ડીપીટીને વલણ જણાવી દીધુ છે ત્યારે હવે વેપારી મંડળ દ્વારા પોર્ટ પ્રશાસન તરફે માંગ કરવામા આવી છે કે, મહામારીના કટોકટીભર્યા સમયમાં ડીપીટી પ્રસાસન વિના વિલંબે વેળાસર જ ટ્રાન્સફરની પ્રક્રીયાઓ શરૂ કરી અને અહીના અર્થતંત્રને ધકબતું રાખવાનું વિચારે તેવી માંગ કરાઈ હોવાનુ શ્રી ચંદનાનીએ જણાવ્યુ છે.