કંડલા વ્હાઈટ કેરોસીન દાણચોરી કાંડ : કસ્ટમના ભ્રષ્ટબાબુઓ પર કસો સકંજો

કંડલા કસ્ટમતંત્રની ભૂમિકા સીધી રીતે જ આવી ચુકી છે શંકાના દાયરામાંઃ તો દિલ્હી-પંજાબ-રાજસ્થાનના આયાતકારો ભણી પણ લાલઆંખ થવી જ
ઘટે : ગાંધીધામના ઝડપાયેલા શખ્સો પૈકીના બે તો અગાઉ પણ ચકચારી
જ રહી ચૂકયા હોવાનો છે વર્તારો : તાજેતરમાં જ સિલીકા સેન્ડના કન્સાઈન્ટમેન્ટને પોર્ટ પરથી ખાણખનિજવિભાગે કોનું કરાવ્યું હતું ખાલી?

ઝડપાયેલા ૩ પૈકીનાઓમાંથી સૂત્રધારનો એકથી વધુ વખત દાણચોરીયુક્ત કેરોસીન આયાત કર્યાનો એકરાર જ કંડલા કસ્ટમ અને કસ્ટમ લેબના જવાબદારોની કરી દે છે જવાબદારી ફીટ..!

 

 

 

કંડલા કસ્ટમ લેબના જવાબદાર લાજવાના બદલે ગાજે છે..!
“જેને જે કહેવું હોય તે કહે, મારી પાસે કોઈ જવાબ નથી” : શ્રી દશરથને હાથ ખંખેર્યા : આ પ્રતિક્રિયા જ કૌભાંડમાં દાળમાં કંઈક કાળું નહીં પરંતુ આખેઆખી દાળ જ કાળી હોય તેવો આપી જાય છે સૂચક સંકેતએક તો ચોરી ઉપર સે સિનાજોરીનો તાલ
કરનારા આવા અધિકારીને કંડલા કસ્ટમ કમિશ્નર ભણાવે બોધપાઠ
ગાંધીધામ : યુએઈ મારફતે કચ્છના કંડલામાં એક સાથે ૧૩૯ જેટલા કન્ટેઈનરોમાં વ્હાઈટ સ્પીરીટ ડીકલેર કરીને કેરોસીન(એસકેઓ)નો ખડકલો કરી દેવામાં મહત્વપૂર્ણ ઢીલાશ જેની સામે આવતી જોવાઈ રહી છે તેવી કંડલા કસ્ટમની લેબના જેસી કક્ષાના અધિકારી શ્રી દશરથન તદન ઉડાઉ અને એક તો ચોરી ઉપર સે સિનાજોરીના વર્તનો દર્શાવી રહ્યા હોય તેવી રીતે જ વર્તી રહ્યા છે. ડીઆરઆઈ ગાંધીધામની ટીમ દ્વારા સતર્કતા અને ચોકકસાઈથી જે રીતે દેશની સાથે ગદ્ધારી કરનારા તત્વોને ખુલ્લા પાડવાની દીશામાં સેમ્પલીંગ કરાવાયુ છે તે પછી જ આ ઈશારો સામે આવી રહ્યો છે. કંડલા કસ્ટમ લેબ દ્વારા અહી ઉતરેલા ૧૩૯ જેટલા મિસડીકલેર કન્સાઈન્મેન્ટને ફેરવરેબલ બતાવી દેવાયા હતા જયોર દિલ્હીની સીઆરઆરએલ કસ્ટમની લેબ દ્વારા તેને જ રદ કરવામાં આવ્યા છે. આવામાં કંડલા કસ્ટમની લેબના જવાબદારોની સામે આંગળીઓ તો ઉઠવાની જ છે. કસ્ટમ લેબ કંડલાના શ્રી દશરથનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓએ સ્પષ્ટ કહ્યુ હતુ કે, જેઓને જે કહેવુ હોય તે કહી શકે છે, મારે સત્તાવાર રીતે કોઈ જ પ્રતિક્રીયાઓ આપવી નથી, મારી પાસે આ બાબતે કોઈ જવાબ નથી. આ જ પ્રતિક્રીયા ઘણુ બધુ સુચવી જાય છે કે, દાળમાં કંઈક કાળું છે અથવા તો પછી આખેઆખી દાળ જ કાળી છે.

 

 

ગાંધીધામ : ગાંધીધામ અને અમદાવાદ ડીઆરઆઈ દ્વારા સંયુકત ઓપરેશનને સફળતાથી તાજેતરમાં જ પાર પાડી અને દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા પરથી આંતરરાજય દાણોચીરકાંડના ગંભીર પ્રકારના કારસ્તાન પરથી પડદો ઉચકી દીધો છે.યુએઈના જબેલઅલી પોર્ટથી લઈ અને કચ્છના કંડલા બંદર ઉપરાંત દિલ્હી, પંજાબ અને રાજસ્થાન જેવા રાજયોમાં જેના મુળીયા જોડાયેલા હોવાનો તાર પ્રાથમિક તબક્કે જ સામે આવવા પામી ગયો છે તેવા આ વ્હાઈટ કેરોસીના દાણોચીરકાંડના મિસડીકલેરેશન કૌભાંડમાં હકીકતમાં તોહવે સરકારી બાબુઓની સામે ધાક બેસાડતી લાલઆંખ કરવાની જરૂરીયાત દર્શાય છે.
યુએઈના જબેલઅલી પોર્ટ પરથી ઈન્ડસ્ટ્રીયલ કમ્પોજીટ મિક્ષ્ચર દર્શાવીને જે વ્હાઈટ પ્રતિબંધિત કેરોસનનો જથ્થો આયાત કરવામં આવ્યો હતો તેને લઈને હાલના તબક્કે પણ વિવિધ સવાલો ખડા થવા પામી રહ્યા છે જેમા સૌ પ્રથમ તો કસ્ટમવિભાગ તથા કંડલા કસ્ટમ લેબના જવાબદારોની સામે જ ધાક બેસાડતી કાર્યવાહી કરવાની જરૂરી છે. કારણ કે, આ સમગ્ર પ્રકરણમાં કંડલાની કસ્ટમની લેબે તો દાણાચોરીયુકત જથ્થાને લીલીજંડી જ આપી દેવાઈ હતી. આ તો ડીઆરઆઈને ચોકકસ બાતમી મળતા તેઓએ આ સેમ્પલને સીધેસીધા જ દિલ્હીની કસ્ટમની લેબમાં મોકલી આપ્યા અને તે કેરોસીન પુરવાર થવા પામી ગયુ છે. કંડલા હોય કે દિલ્હી.કસ્ટમની લેબમાં નિયમોની માર્ગદર્શિકામાં કોઈ જ ફેરફાર હોવા ન જોઈઅ. તો અહી સવાલ એ થાય છે કે, કંડલાની લેબના કસ્ટમવિભાગના માંધાતાઓને કેમ આ કૌભાંડની ગંધ શૃદ્ધા નઆવી? તેઓએ સેમ્પલમાં આ વસ્તુ કેમ ન પકડી શકયા? કે પછી એક આખેઆખી જે કાર્ટેલ બની જવા પામી હતી તેનો કંડલા કસ્ટમની લેબના અધિકારીઓ પણ એક ભાગરૂપ જ હતા?
આ ઉપરાંત ગાંધીધામમાથી ડીઆરઆઈ દ્વારા ત્રણ શખ્સોની સામે તવાઈ બોલાવી દેવાઈ અને ધાક બેસાડતી કાર્યવાહી કરી જ દેવાઈ છે. જેમાં સીએચએ, શીપીંગ કપની સહિતનાઓનો સમાવેશ થાય છે. મૃત્યુજય દાસ, ભદ્રારાવ, અને ઈકબાલ શેખ નામના શખ્સાને જેલ હવાલે કરી જ દેવાયા છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં દિલ્હી, પંજાબ-રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી અતિ પ્રતિબંધિત એવા આ જથ્થાની આયાત કરનારાઓ કોણ હતા? સરકારી એજન્સીને જ જે જથ્થો આયાત કરવાનીછુટ મળેલી છે તેને ખાનગી ઓપરેટર કેવી રીતે, કોની છત્રછાયાથી, આયાત કરી લીધો? અહી તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, ડીઆરઆઈએ જથ્થો સીઝ કરી લીધો હોવા પછી પણ આ ટોળકીએ આયાત ચાલુ જ રાખી હતી એટલે તેનો અર્થ એ થાય છે કે, આ ગેંગ-સિન્ડીકેટ ભુલથી આ જથ્થો મિસડીકલેર કર્યો નથી? રહી વાત ઝડપાયેલા ત્રણ શખ્સોની તો ગાંધીધામના આ ત્રણ પૈકીના બે તો હમેશા આવા કરાસ્તનોને લઈને ચકચારી જ રહેતા હોય છે. સીએચએની ભૂમિકા તો આવા કેસોમાં આપોઆપ જ આવી જતી હોય છે. સીએચએ મિસડીકલેરેશનકૌભાંડમાં અજાણ હોય તે વાત માની શકાય જ નહી.
ઝડપાયેલા શખ્સો પૈકીમાથી કોનો સીલીકાસેન્ડનો જથ્થો પોર્ટ વિસ્તારમાં જહાજ પર લાદી લેવામા આવ્યા બાદ ખાણખનિજ વિભાગ દ્વારા આજથી એકાદ-બે વર્ષ પહેલા સિજ કરી લેવામા આવ્યો હતો? જો તેની છાનબીન કરવામા આવશે તો પણ આ તત્વોના કારસ્તનો પરથી વધુ પડદો ઉચકાઈ જવા પામી શકે તેમ છે. આ પ્રકરણમાં જે રીતે ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામા આવી રહી છે તેવી જ રીતે હવે કસ્ટમ સહિતના તંત્રોની તેમાં ભૂમિકા સામે આવી રહી હોવાની ગંધ ફેલાય છે ત્યારે સીબીઆઈ પણ તપાસમાં જોતરાય તો ભ્રષ્ટતત્વોના પગ નીચેથી જમીન સરકી શકે તેમ પણ મનાય છે.