કંડલા-મુંદરામાં ટેસ્લા પ્લાન્ટ માટે ઉજળા સંજોગો : પોર્ટ પ્રસાસન-સ્થાનિક રાજકારણીઓ કરે લોબીંગ?

કંડલા અથવા મુંદ્રા બંદર નજીક ગુજરાતમાં ટેસ્લા ઈન્ડિયા પ્લાન્ટ સ્થાપિત કરવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાનું પ્રશાસન કેમ ન આવે આગળ ? ૮૦૦ એકરમાં એસઆઈપીસીની સ્થાપના કંડલા કરી રહ્યુ છે તો અહી ટેસ્લાને મેન્યુફેકચરીંગ યુનિટ સ્થાપવા કેમ નથી આપતું ઓફર ?

ગુજરાતની સાથોસથા મહારાષ્ટ્ર-તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પણ ટેસ્લાના આ મહત્કાંક્ષી પ્રોજકટને લાવવા છે તલપાપડ : કચ્છનં સ્થાનિક રાજકીય જગત-મુંદરા-કંડલા બંદર પ્રસાસન આવા મહાકાય પ્રોજેકટેને લાવવા સામે ચાલીને રજુ કરે બ્લુપ્રિન્ટઃ આપવી જોઈએ મહત્તમ છુટછાટ : કચ્છના અર્થતંત્ર તથા રોજગાર ક્ષેત્રમાં ટેસ્લા જેવી કંપનીના આગમનથી ફુંકાશે મોટો પ્રાણવાયુ

ગાંધીધામ : વર્ષોની અટકળો પછી ટેસ્લા ઇલેકટ્રીક કંપની આખરે ભારતમાં પ્રવેશ કરી છે. ભારતમાં પણ ૪ રાજયોમાં આ મહાકાય પ્રોજેકટની સ્થાપના માટે કંપનીએ રસ દેખાડયો છે. તે પૈકી ગુજરાત એક છે. ગુજરાતમાં કચ્છના બંદરીય મુંદરા-કંડલા વિસ્તારમાં પ્લાન્ટ માટે ઉજળા સંજોગો સર્જાયેલા છે. અન્ય રાજયોનીહરીફાઈમાં આ પ્લાન્ટ કંડલા અથવા મુંદરા લાવવાને માટે કેવી રીતે ફાયદામંદ થાય તેમ છે? આ મામલે અત્યારથી જ પોર્ટ પ્રસાસન અને સ્થાનિક રાજકીય જગત તથા વેપારી આલમે એકશન પ્લાન ઘડીને પ્રેઝન્ટેશન રજુ કરવી જોઈએ.આ બંદરમાંથી કોઈપણ નજીકના ટેસ્લા પ્લાન્ટને ઇલેક્ટ્રિક વાહન કંપનીને લોજિસ્ટિક્સ ખર્ચમાં બચત કરવામાં મદદ મળશે એલોન મસ્ક એ બેંગલુરુમાં લાવેલલ રોડ પર નવા આર એન્ડ ડી યુનિટ સાથે કંપનીની નોંધણી કરાવી છે. ઇલેક્ટ્રિક કાર કંપની ૮ જાન્યુઆરી, ૨૦૨૧નારોજ કંપનીના રજિસ્ટ્રાર સાથે રજિસ્ટર થઈ છે, જેની અધિકૃત મૂડી રૂ .૧૫ લાખ છે અને તેની ચૂકવણી કરવામાં આવતી મૂડી રૂ .૧ લાખ છે. ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી લિમિટેડનું સિટી સેન્ટર ખાતે ખોલવામાં આવ્યું છે અને વિભા તનેજા, વેંકટરંગમ શ્રીરામ અને ડેવિડ જોન ફિન્સટિનના ત્રણ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. ટેસ્લા મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ અને આંધ્રપ્રદેશની રાજ્ય સરકારો સાથે પણ ભારતની કામગીરી શરૂ કરવા માટે સંપર્કમાં છે. જો કે, તાજેતરમાં જાણવા મળ્યું છે કે ટેસ્લા એસેમ્બલી અને ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના છે. કંડલા અથવા મુન્દ્રામાં ટેસ્લા પ્લાન્ટ લાવી શકાય તે માટેના ઉજળા સંજોગો રહેલા છે.
ગુજરાત સરકાર ટેસ્લા કંપનીને જરૂરી માળખુ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ દર્શાવી છે ત્યારે ક્ચ્છના વિકાસમાં ટેસ્લા જેવા પ્લાન્ટ અર્થતંત્ર અને રેાજગાર ક્ષેત્રે મોટો નવો પ્રાણવાયું ફુંકી શકે તેમ છે એવામાં મુંદરા અને કંડલા બંદર પ્રસાસને પણ સામેથી આગળ આવવુ જોઈએ. અને આ કંપનીને માટે બંદરમા જમીનોથી લઈ અને અલગ અલગ વ્યવસ્થાઓ સિંગલવિન્ડોથી જ સંપન્ન કરી શકાય તે માટેની જોગવાઈની બ્લુપ્રિન્ટ સામેથી રજુ કરવી જોઈએ. ગુજરાત રાજ્યના કંડલા અને મુન્દ્રાના બે મોટા બંદરોમાંથી કોઈ એક નજીકના વિસ્તારોમાં ટેસ્લા પ્લાન્ટ માટે શક્ય સ્થળો તરીકે યોજના બનાવવામાં આવી રહી છે. બંદરની નજીક પ્લાન્ટ રાખવાથી કંપનીને લોજિસ્ટિક્સ બચાવવામાં મદદ મળશે જ્યારે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંદરવાળી આગેવાની હેઠળના વિકાસની દ્રષ્ટિનું પણ પાલન કરશે. ભારતમાં પ્લાન્ટની સ્થાપનામાં મોટી આયાત અને એસેમ્બલિંગ શામેલ હશે અને તેથી બંદરની નજીકનું સ્થાન તેના ફાયદા માટે હશે. વળી, ગુજરાત બંને ટ્ઠેર્ેં અને ટ્ઠેર્ંઘટકો માટેનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર પણ ફાયદાકારક રહેશે. સેન્ટરની માલિકીની દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ (અગાઉ કંડલા બંદર ટ્રસ્ટ) ના અધ્યક્ષ એસ.કે. મહેતા ટેંસ્લા પ્લાન્ટને કંડલા બંદરની નજીક સ્થિત બનાવવા માટે સક્રિયપણે તૈયારી કરે, એકશન પ્લાન તેયાર કરી, બ્લુપ્રિન્ટ બનાવી અને આવી કંપનીને અહી આવકારવી જોઈએ. નોધનીય છે કે, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ ૮૦૦ થી વધુ એકરમાં ‘ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી’ વિકસાવી રહ્યું છે જે ટેસ્લા ઉત્પાદન અને તેને લગતા સાધનોના એકમ સ્થાપવા માટે આદર્શ બની શકે છે. કંડલા કચ્છના અખાત પર સ્થિત બંદર છે અને અહી પ્લાન્ટ સ્થાપવાના ફાયદા, ટૂંકા મુસાફરીના અંતરને કારણે ટેસ્લાને મધ્ય પૂર્વીય બજારોમાં પ્રવેશ કરવાનું પણ સરળ બનાવશે. જીએસટી લાભની બાબતમાં કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વિશેષ ફાયદા પણ લંબાવી છે અને આ તમામ પરિબળો કંડલા બંદરને ટેસ્લા માટે એક આદર્શ સ્થાન બનાવે છે, તે સ્પેર, એસેમ્બલી, ઉત્પાદન અથવા કારના નિકાસ માટે છે.આ માટે ડીપીટી પ્રસાસને વેળાસર જ બ્લુપ્રિન્ટ તૈયાર કરી અને આવા પ્લાનને માટે અહી કેવા કેવા પ્રકારની સગવડ સવલતો આપી શકાય તેમ છે અને આ પ્લાન્ટ કેવી રીતે કંપનીને માટે પણ કંડલામાં કાર્યરત કરવો ફાયદારૂપ થઈ શકે છે તેની પણ છણાવટ કરવી જોઈએ.આ ઉપરાંત ગુજરાતમાં મુન્દ્રા પોર્ટમાં પ્લાન્ટ સ્થાપી શકાય તેમ સંભવિત સ્થાન છે. તે વોલ્યુમ દ્વારા દેશનું સૌથી મોટું બંદર છે અને અદાણી પોર્ટ્‌સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) દ્વારા સંચાલિત છે. જમીનની ઉપલબ્ધતા અને તે તેના સમર્થન માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) સાથે જોડાયેલ છે તે હકીકત. ટેસ્લા સૌ પ્રથમ ભારતમાં મોડેલ ૩ ઇલેક્ટ્રિક સેડાન લાવવાની તૈયારીમાં છે જે ટૂંક સમયમાં મોડેલ વાય ક્રોસઓવર એસયુવી દ્વારા અનુસરી શકે છે. ૫૦ લાખથી કિંમતો શરૂ થવાની ધારણા છે.આવા મહાકાય પ્રોજેટકની કંપની ખુદ ભારતમાં આવવા તૈયાર થઈ છે, ચાર રાજયો વચ્ચે આ પ્રોજેટકની ખેંચતાણ હાલમાં ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં કંડલા-મુંદરા બંદરે આ પ્રાજેકટને તાણી લાવવાને માટે સ્થાનિક રાજકીય જગત, વેપારીવર્ગ, વેપારી સંસ્થાઓ સહિતનાઓએ આગળ આવવુ જોઈએ.

  • પોર્ટના વિકાસમાં અધિકારીઓને રસ જ નથી..!
    પીઆરઓ હોદાનો કરી રહ્યા છે દુરઉપયોગ : ગામના ઉતારાઓને બોલાવી ફાલતુ મીટીંગો યોજતા હોવાની ચકચાર : ટેસ્લા જેવી કંપનીને તાણી લાવવા પીઆરઓ શુ કરે છે મહેનત? પોર્ટ પ્રસાસનને શુ દોર્યુ છે ધ્યાન?

આ પીઆરઓના મગજમાં શું છે તે તો સત્તાવાળાઓ જ સમજે : પોર્ટનો સાચો વીકાસ કરવો હોય તો ઉપયોગી થાય તેવા પીઆરઓ મુકો

સારૂં માર્કેટીંગ કરી પોર્ટનો વિકાસ કરે તેને મૂકો ઃ હાલના પીઆરઓ તો પોતાનો પણ વીકાસ નથી કરી શકતા એ પોર્ટનું શું ભલુ કરશે ?

ગાંધીધામ : ટેસ્લા જેવી કંપની અહી આવવા થનગની રહી છે છતા પણ પ્રસાસન તદન ઉદાશીન અને નિરાશ જ હોય તેમ લાગી રહ્યુ છે. જાણકારો કહે છે કે, કંડલા પોર્ટનો વીકાસ થાય તે માટે જાણે કે અધિકારીઓને રસ જ ન હોય તેમ વર્તી રહ્યા છે. તેનો દાખલો જોવો હોય તો પીઆરઓની ઓફીસમાં કોન કોન આવે છે, તથા કેવા કેવા લોકો આવે છે અને તે શું કરવા આવે છે? એ જોવાય તો પણ ખ્યાલ આવી શકે તેમ છે. પીઆરઓ ગામના ઉતારાઓની સાથે ફાલતુ મીટીગ કરી અને હેાદાનો તદન ગેરઉપયોગ જ કરતા રહે છે. હકીકતમાં પીઆરઓએ ટેસ્લા કંપની જેવી મહાકાય જાયન્ટ ઉદ્યોગને કંડલામાં લાવવાની દીશામાં પોર્ટ પ્રસાસનનુ સાચુ ધ્યાન દોરવુ જોઈએ, પોર્ટનો વિકાસ થાય તે માટે પ્રયાસ કરવા જોઈએ, ચિંતા સેવવી જોઈએ. પરંતુ આ તો પોર્ટના વિકાસને નામે મોટુ પાપ બની ગયુ છે. કહેવાય છે કે, પીઆરઓ સાચા-ખોટા અખબારોને જાહેરાતો અપાવે જેવાઓને કોઈ ઓળખતુ પણ ન હોય તે અખબારવાળા કે જેને પીઆરઓ જ ઓળખતા હોય તેવાઓને જાહેરાત અપાવી સત્તાનો દુરઉપયોગ કરતા હોવાની ચર્ચા થાય છે. ટેસ્લા જેવી કંપની ડીપીટી હસ્તક આવે તેવી અન્ય કોઈ માન્ય અખબારો સાથે ચર્ચા પણ નથી કરતા. ડીપીટી દેશનુ મહાબંદર છે, માળખુ મજબુત છે, એસઆઈપીસી ધરાવે છે, સારા અખબારમાં અહેવાલો આવે તો ડીપીટીમા ટેસ્લા જેવી કંપની આવે, આવી ચર્ચા, મહેનત પણ આ પીઆરઓ કયાય કરતા દેખાતા નથી. આ પીઆરઓના મગજમા શુ છે તે તો પોર્ટના સત્તાવાળાઓ જ સમજે? ડીપીટી પ્રસાસને ખરેખર પોર્ટનો વિકાસ કરવો જ હોય તો પોર્ટને ઉપયોગી થાય તેવા પીઆરઓ મુકવા જોઈએ.