કંડલા-મુંદરામાંથી વિદેશી કોલસાચોર-તસ્કરોનો આતંક યથાવત : ખાખીને ખુલ્લો લલકાર….!

  • જીટીટીએ-પોલીસ-જીએસટી-ચેમ્બર ઓફ કોમર્સની ચૂપકીદી અકળાવનારી ?

તસ્કર ટોળકીની ગાલમેલ થકી આયાતી માલ મંગાવનાર વેપારીને માલની ગુણવત્તામાં આવે છે મોટા ફેરફાર, જો આમને આમ જ ચાલુ રહ્યુ તો વેપારીઓ હવે આ બંદરોથી મોઢું ફેરવતા વાર નહી કરે : કોલસા તસ્કરો થકી વેપારીઓને એટલુ બધુ નુકસાન થાય છે કે ખોટ ભરપાઈ કેમ એ કરીને થઈ શકતી નથી..ના છુટકે હવે અહી ધંધો કરવાનુ જ ટાળવાની આવશે નોબત..!

ગાંધીધામ : દેશના ખાનગી અને સરકારી બે મહાબંદરો કચ્છમાં કાર્યરત છે. કંડલા અને મુંદરા. અહીથી દેશની તીજોરીમાં તગડી રેવેન્યુ પહોંચવા પામી રહી છે. પરંતુ આ પેકીની જ એક કોમોડીટી કોલસા પર પાછલા અમુક સમયથી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે બધાય સાથે મળી કટકી અને કમીશન તથા ભાગબટાઈના ખેલથી વિદેશથી આયાત થતા કોલસાની ગુણવત્તામાં મોટા ફેરફાર-અદલ બદલ કરી અને મુળ વેપારીને ચુનો ચોપડતા હોવાની ફરીયાદામા ઉછાળો આવવા પામી રહ્યો છે. આ ઘટનાઓ કંડલા-મુંદરા બંદર પર સતત બનવા પામી રહી છે જેના પગલે અહીથી વેપારીઓ મોઢું ફેરવી લે તે દીવસો બહુ દુર દેખાતા નથી. કંડલા-મુંદરા બંદર પર વિદેશથી આયાત થતા કોલસાના જથ્થા પર તસ્કર ટોળકીની સિન્ડીકેટ એટલી મજબુત બની ચુકી છે કે, ખાખીને ખુલ્લો લલકાર જ આપી રહી છે રોક શકો તો રોક લો.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો અગાઉ તુણા-કંડલા બંદરેથી જે રીતે વિદેશથી આયાત થતા કોલસાના જથ્થાઓ પર આખેઆખી સિન્ડીકેટ દ્વારા મોટાપાયે ગાલમેલ કરવામા આવતી હતી તે જ પ્રકારનો કિસ્સો હવે મુંદરા તરફ નોધાયો છે. મુંદરાથી મધ્યપ્રદેશ લઈ જવાતો રૂપીયા ર.ર૮ લાખનો કોલસો વચ્ચે માર્ગમા જ સગેવગે કરી દેવામા આવ્યો હોવાની કિસ્સો અને સત્તાવાર ફરીયાદ નોધાવવા પામી ગઈ છે. ડ્રાયવર દ્વારા અન્ય શખ્સો સાથે મળીને આ પ્રકારની ગાલમેલ કરી હોવાનુ સપાટી પર આવવા પામી ગયુ છે. આખીય ફરીયાદને જોતા સ્પષ્ટ વાત એ સામે આવવા પામી ગઈ છે કે ડ્રાયવર દ્વારા કબુલાઈ લેવાયુ છે કે, કોલસાના જથ્થાને સાંતલપુરના વાડામાં અદલબદલ કરી દેવામા આવ્યો હતો. હવે ડ્રાયવર દ્વારા આવુ સ્પષ્ટ રીતે કહેવાઈ ચૂકયુ છે છતા પણ આવા વાડાઓ પર કાર્યવાહી થવાને માટે કેમ કોઈ આગળ નથી આવતુ? સૌ પ્રથમ તો પોલીસતંત્રએ આ બાબતે કડકાઈ કરવી જોઈએ અને સાંતલપુર આસપાસમાં કોલસાના આવા કયા વાડાઓ છે? જયા ખુલ્લેઆમ હેરફેર કરવામા આવી રહી છે. કચ્છ પોલીસે આ બાબતે સબંધિત પોલીસની મદદ લઈ અને જયારે માલ અદલ બદલ થતો હોય ત્યારે જ આવા વાડાઓ પર દરોડા પાડવાની ગોઠવણ કરવાની જરૂર છે. પરંતુ આ બાબતે ન તો કચ્છ પોલીસ આગળ આવી રહી છે ન તો પછી ગાંધીધામ ગુડઝ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. જીજીટીએના હોદેદારો આગળ નથી આવતા. નોધનીય છે કે, હાલમાં સૌથી વધારે ધંધાો આ એસો.ને જો કોઈ મળી રહ્યો હોય તો તે કોલસાનો છે. છતા પણ આવા ધંધાને બચાવવાની દીશામાં સમ ખાવા પુરતી પણ કોઈ જ કાર્યવાહી આ એસો.કરી હોય તેવુ દેખાતુ નથી. હાલના એસો.ના હેાદેદારોની ભૂમિકા શંકાના દાયરામાં જ આવી જવા પામી ગઈ છે. આવી રીતે આ એસો. કોલસાના તસ્કરો અને ચોરો પર ન ત્રાટકીને કયાંક ને કયાંક સીધી કે પરોક્ષ રીતે તેમાં જોડાયેલ હોય તેવુ વધારે દૃશાવવા પામી રહ્યુ છે. આ ઉપરાંત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પણ આ બાબતે કયાં અવાજ ઉઠાવતુ નથી દેખાતુ? શુ ગાંધીધામના વીશાળ વેપારી હિતને લાગુ પડતો આ પ્રશ્ન નથી ? આવી જ રીતે ચોરી-તસ્કરીઓ આયોજનબદ્ધ રીતે થતી રહેશે તો વેપારી જગતને અહી નુકસાન થાય એમ નથી? હકીકતમાં માત્ર રજુઆતો, કાગળો પર કામ કરી લેવાનો સંતોષ માની લેવાના બદલે જીટીટીએ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બાબતે પોલીસ પણ દબાણ વધે તે રીતે રજુઆત કરી દેખાડવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

કોલસા ચોર ગેંગને વેળાસર કાયદાનો પાઠ ભણાવો

નહી તો કંડલા-મુંદરાના વેપારીઓ થશે અન્યત્ર ડાયવર્ટ

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ, જીટીટીએ સંગઠન મળીને કચ્છમાં કાર્યરત આ કોલસા ચોર ગેગને વેળાસર વિલંબ વિના કાયદાનો પાઠ ભણાવે તે ખુબજ જરૂરી બની રહયુ છે. કારણ કે, જો આવી જ રીતે વેપારીઓનોમાલ રસ્તામા બદલાઈ જાય, મોટુ નુકસાન વેઠવાનો વારો આવે, તો વેપારીઓ પાયમાલ થઈ જાય તેમ છે. અને તેનાથી સારૂ તો વેપારીઓ આ બંદરથી મોઢું જ ફેરવી લેવાનુ માનશે. એટલે કચ્છમાં વિદેશથી આવતા કોલસા પર લુટ ચલાવનારાઓને અટકાવશે નહી તો આ મસમોટા ધંધો અહીથી જતો રહેશે અને તેની મોટી અસર અહીના રોજગાર અને વ્યાપાર ક્ષેત્રને નુકસાન પેટે ભોગવવાનો વારો આવશે.

  • પૂર્વ કચ્છમાં તો પોલીસે કંઈ ન ઉકાળ્યું..

પણ, હવે મુંદરામાં કેસ નોંધાયો, પશ્ચીમ કચ્છ એસપીશ્રી જરૂરથી બોલાવશે સપાટો..!

ફરીયાદ નોંધાઈ છે, તટસ્થ તપાસ ચાલી રહી છે કોલસા ચોરીમાં સંડોવાયેલા કોઈપણ ગુનેગારને છોડાસે નહીં, સમગ્ર પ્રકરણના મુળીયા ઉલેચીને જ રહીશું : શ્રી સૌરભસિંહ (પશ્ચિમ કચ્છ એસ.પી.)

પશ્ચિમ કચ્છ એસપીશ્રીની ધાક-ગુન્હેગારો સામે કાયદાનો દંડો અગાઉ પણ બની ચૂકયો છે ધોક્કાછાપ : પૂર્વ કચ્છમાં પાઈપલાઈન તેલચોરો સામે કઈક ફરીયાદો થઈ, પણ કાર્યવાહી ન કરાઈ જયારે મુંદરામાં ડીજલ પાઈપલાઈન તેલચોરીનો એક કેસ નોધાયો, તેલચોરો પ્રયાસ કરે તે પહેલા જ મુંદરાથી લઈ કચ્છવ્યાપી આખેઆખી તેલચોર ટોળકીને જ પશ્ચીમ કચ્છ એસપીશ્રીએ ઉગતી જ ડામી દેખાડી હતી : હવે આવો જ તાલ કોલસા ચોરોમાં પણ થાય તો નવી નવાઈ નહી

ગાંધીધામ : વિદેશથી આયાત કરવામા આવતા કોલસાને કચ્છમાં લાકડીયા તથા સાંતલપુર અને સાંચોર વીસ્તારમાં વાડાઓમાં મોટાપાયે હેરફેર કરી અને વેપારીઓને મોટુ નુકસાન પહોચાડવામા આવી રહ્યુ છે. એક મોટી સિન્ડીકેટ જ તેની પાછળ કાર્ય કરી રહી હોવાનુ મનાય છે. તેવામાં અત્યાર સુધી આ બાબતે કંડલામાં પાછલા બે માસમાં જ અનેક ફરીયાદો નોધાઈ ચુકી છે પણ પૂર્વ કચ્છ પોલીસ તંત્ર ધાક બેસાડતી કાર્યવાહી કરવામા જાણે કે સારા મુર્હતની રાહ જ જોઈ રહ્યુ હોય તેવી હાલત દર્શાઈ રહી છે પરંતુ હવે કોલસા ચોરી-અદલાદબલીનો કિસ્સો મુંદરા પોર્ટ પરથી ગયેલ માલમાં પણ નોધાયો છે. અને મુંદરા પશ્ચીમ કચ્છ પોલીસક્ષેત્રમાં સમાવીષ્ટ છે. પશ્ચીમ કચ્છ પોલીસવડા શ્રી સિંગ આવા પ્રશ્નોમાં ગુન્હેગારોને ઝડપી શબક શીખવાડવાને માટે સદાય પ્રખ્યાતી અને વાહવાહી મેળવી ચુકયા છે. પૂર્વ કચ્છમાં પોલીસે કંઈ ન ઉકાળ્યુ પણ હવે મુંદરામા આ બાબતનો કેસ નોધાતા પશ્ચીમ કચ્છ એસપી શ્રી સિંગ જરૂરથી ધોકો પછાડી દેખાડશે તેવી આશભર્યા મીટ સૌ માંડી બેઠા છે. આ બાબતે પશ્ચિમ કચ્છ એસપી શ્રી સૌરભસિંહને પુછતા તેઓએ જણવ્યું હતું કે મુન્દ્રાથી રવાના થયેલ સગેવગે થયા હોવાની ફરીયાદ નોંધાઈ છે. અમારી ટીમ તટસ્થ તપાસ કરી રહી છે. આ પ્રકરણમાં જે કોઈપણ સંડોવાયેલા હશે તેની સામે કડકરાહે કાર્યવાહી કરીશું તેવી ખાત્રી શ્રી સૌરભસિંહે ઉચ્ચારી હતી.

પોર્ટ પર વિદેશથી આવતા કોલસા પર ઉઘાડી લુટ, માલની ગુણવત્તામા ફેરફાર કરતી સિન્ડીકેટનો અધમ યથાવત : અગાઉ તુણા-કંડલામાથી લાખોના કોલસા નીકળ્યા બાદ ગંતવ્ય સ્થળે પહોચતા પહેલા વાડાઓમાં ગુણવત્તાઓમા ફેરફાર કરવાના ઉજાગર થઈ ચૂકયા છે મસમોટા કિસ્સાઓ : હવે મુંદરામાંથી નીકળેલા કોલસાનો નોધાયો કિસ્સો..

લાકડીયા આસપાસમાં મસમોટા વાડાઓમાં થાય છે કોલસાની હેરફેર : સાંતલપુર-સાંચોર સુધીના વિસ્તારોમાં પણ આવા વાડાઓ ધમધમી રહ્યા છે બેફામ : કોની મહેરબાની ? અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની રહેમનજર સિવાય આવા વાડાઓ મોટાપાયે ખુલ્લેઆમ ધમધમી જ ન શકે ?

કચ્છમાં લાકડીઆ હાઈવે પટ્ટામાં પણ કોલસા હેર ફેરના ધમધમે છે મસ મોટા વાડા :પોલીસ કેમ નથી કરતી લાલ આંખ ?

  • જીટીટીએ સંગઠનના બની બેઠેલા હોદેદારો કયાં છે?

ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાણા મારતા હોદેદારો સામે સવાલો : રપ હજારના રોકડીયા તત્વોને રાખી જેમ તેમ કરી બધી જ્યાએ તને આગળ કરી દેનારા સંગઠનના હોેદેદારોની ભૂમિકા શંકાના દાયરામાં

ગાંધીધામ : જીટીટીએ સંગઠન કોલસનાના ધંધાને લઈને ખુદ શંકાના દાયરમા આવી રહ્યુ છે. આ સંગઠન ખુદ કોલસાના ધંધામા કાળી કમાણી જ કરી રહ્યુ હોય તેવા અનેક વખત સવાલો ખડા થયા છે. હવે હકીકતમાં આ સંગઠન અને તેના હોદેદારો જો પાક સાફ હોય તો આવા કિસ્સાઓામાં સામેથી આગળ આવે. પોલીસને માત્ર આવેદન આપીને બેસી રહેવાના બદલે વાડાઓ પર વોચ રખાવે, પોલીસને બાતમીઓ અપાવે, બે-પાંચ દરોડા પડાવે, નામજોગ ફરીયાદમાં સંગઠનનો ઉલ્લેખ કરાવે, અને જે-તે ટ્રાન્સપોર્ટ તેમા ભળેલા હોય તેના તે જ વખતે બ્લેકલીસ્ટ કરવા સહીતની કડક કાર્યવાહી કરી દેખાડે તે જરૂરી બની રહ્યુ છે.