કંડલા મિસડીકલેરેશન કાંડમાં પેનલ્ટી ફટકારના ભણકારા : પાર્ટીને પડશે ધુમ્બો

એ વી જોષી સીએફએસમાં પાછલા એકાદ સપ્તાહથી અલગ અલગ કન્ટેઈનરમાં ચાલતી તપાસમાં મિસડીકલેરેશ
ખુલ્લી ગયું, ૪ કન્ટેઈનર અંતે થયા સીલ : ટિશ્યુપેપરની આડમાં સિગારેટ, બોન્ડની વસ્તુઓ, લીકર સહિતમાં ડીકલેર કરેલ જથ્થાથી વધુ માલ આવી ગયો હોવાનો થયો ખુલાસો : કસ્ટમતંત્રને માલ મંગાવનાર પાર્ટીએ ભુલનો સ્વીકાર કરી પેનલ્ટી ભરી આપવાનું આપ્યું અન્ડરટેકીંગ : કસ્ટમ વિભાગ દ્વારા પેનલ્ટી એસેસમેન્ટની ચાલતી કાર્યવાહી

ખાટલે મોટી ખોટ : કસ્ટમતંત્ર મુદામાલ ડીલકેર કર્યા ઉપરાંતનો વધુ માલે આવ્યો, તેની પેનલ્ટી ભરાવીને કેસ પૂર્ણ કરશે તે કેટલા અંશે વ્યાજબી..? આજે ટીશ્યુ પેપરમાં સિગરેટ આવી ગઈ, કાલે ડ્રગ્સનો મોટો જથ્થો અને હથિયારો નહી ધુસાડી દેવાય તેની શું ખાત્રી? : બોન્ડેડ ચીજવસ્તુઓ મિસડીકલેર કરીને મંગાવાની જરૂર કયાં પડે? હકીકતમાં માત્ર પેનલ્ટી ભરાવીને છોડી મુકવાના બદલે મિસડીકલેરેશન કરનાર પાર્ટીના લાયસન્સ જ રદ કરવાની કરવી જોઈએ લાલઆંખ..!

ગાંધીધામ : તાજેતરમા જ ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલા એ વી જોષી સીએફએસમાં કસ્ટમવિભાગની ટુકડીઓ ત્રાટકી અને પ્રતિબંધિત સિગારેટનો જથ્થો આવી ગયો હોવાની આશંકાએ પ્રથમ તબક્કે દોઢ દીવસ સુધી તપાસનો મોટો ધમધમાટ હાથ ધર્યો હતો જે બાદ કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોવાની વાત પણ વાયુવેગે બહાર આવી જવા પામતા કસ્ટમવીભાગની જ એસઆઈઆઈબી તથા ડીઆરઆઈની ટીમોએ આ તપાસમાં ઝંપલાવી દેવાતા તબક્કાવાર અહી તપાસમાં ખુલતા ચાર જેટલા કન્ટેઈનરોને-કન્સાઈમેન્ટને સીલ કરી દેવામા આવ્યા હોવાનુ કસ્ટમવિભાગના સુત્રોમાથી જાણવા મળી રહ્યુ છે.આ બાબતે મળતી વધુ માહીતી અનુસાર ચાર કન્ટેઈનરની પાર્ટી દ્વારા જે જથ્થો વસ્તુઓનો ડીકલેર કરેલો હતો તેનાથી વધુ પ્રમાણમાં આવી ગઈ અને એકાદ કન્ટેઈનરમાં ડીકલેર કરાયા ઉપરાંતની વસ્તુ પણ આવી જવા પામી હોવાનુ ખુલવા પામતા સબંધિત પાર્ટી દ્વારા કસ્ટમવિભાગ પાસે લોડીગ પોર્ટમાં કોઈ ગેરસમજ થઈ હોવાનુ સ્વીકારી અને અન્ડરટેકીગ લખી આપ્યુ હોવાનુ માલુમ પડી રહ્યુ છે. સરળ ભાષામાં આ અંગેની વાત કરીએ તો માલ વધુ મંગાવી લેનાર અથવા તો મિસડીકલેરેશન કરી દેનારી પાર્ટીઓએ કસ્ટમવિભાગ નિયમ અનુસાર જે કંઈ પેનલ્ટી ફટકારશે તે માટે પાર્ટીઓ તૈયાર છે. લોડીગ પોર્ટમાં કોઈ ભુલ થઈ હોવાનુ પણ એકરાર કરવામા આવ્યો છે. હવે કસ્ટમવિભાગની એસેસમેન્ટની ટુકડી આ કામે લાગી ગઈ હોવાનુ મનાય અને સબંધિત ચાર કન્ટેઈનર માટે પેનલ્ટી થોડા જ સમયમાં ફટકારાયા તેમ મનાઈ રહ્યુ છે. તો વળી બીજીતરફ અહી સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે કે, જે મીસડીકલેરેશન થયુ છે તેમાં વિદેશી સિગારેટનો જથ્થો તથા બોન્ડેડ લીકરનો જથ્થો પણ હોવાનુ બહાર આવવા પામી રહ્યુ છે તો પછી આ તમામ જથ્થાઓ મિસડીકલેર કરીને આવી જતા હોય અને તેની માત્ર પેનલ્ટી લગાવી છેાડી મુકવામા
આવતા હોય તો તે પણ કેટલા અંશે વ્યાજબી કહેવાય ? જો આમ જ ચાલ્યુ તો ભવિષ્યમાં બોન્ડેડ વસ્તુઓના નામે અહી મોટા પ્રમાણ ડ્રગ્સ અને હથિયારો પણ નહીં ઘુસી આવે તેની શુ ખાત્રી ? આવા સવાલો પણ અહી ઉભા થવા પામી રહ્યા છે.

  • ફોલ્ડરીયા નરેન્દ્રએ કેવી રીત ઝોનમાં વિકસાવ્યું દાણોચોરીનું સામ્રાજય? : કોનું ભેજુ-મુડીરોકાણ?

એવી જોષી સીએફએસમાં ઝડપાયેલા ટીશ્યુ પેપરની આડમા સિગારેટના પ્રકરણ ટાંકણે ઉઠતા અનેકવિધ સવાલો : સબંધિત કેસની તપાસમાં ટીશ્યુ પેપરની આડમા વિદેશી સિગારેટ, આલ્કોહોલ અને ખજુર સહિતના મિસડીકલેરેશનમાં દુબઈમાં બેઠેલા નરેન્દ્રનો હાથ મનાય છે, તેની કાળી દુનીયાનીભીતરમાં ડોકીયુ

દુબઈમાં જ બેઠેલા અને કસ્ટમના કેસમાં ભાગેડુ ગાંધીધામના સુનીલના નામની સુંઠ ખાઈને ખોખારા ખાતો નરેન્દ્ર હકીકતમાં સુનીલની જ કંપનીમાં કરતો હતો નોકરી, હવે ફાટીને ફૂલેકે ચડ્યો, કસ્ટમના અધિકારીઓને પણ ગજવામાં રાખતો હોવાની ધમકીઓ આપતો ફરે છે

ગાંધીધામ : કંડલામાં દુબઈથી ટીશ્યુ પેપરની આડમાં વિદેશી સિગારેટ મંગાવવાની તપાસનો કિસ્સો હાલમાં ભારે ચકચારી બનેલો હતો અને અંતે એસઆઈઆઈબી વિગ તથા ડીઆરઆઈની ટુકડીઓ ત્રાટકી અને આ કેસમાં મિસડીકલેરેશનને ખુલ્લુ જ પાડી દીધુ હોવાનુ મનાય છે જેની પાછળ દુબઈ બેઠેલ નરેન્દ્રનુ જ નામ ચર્ચામાં આવી રહ્યુ છે. વિદેશી પ્રતિબંધિત સિગારેટ, આલ્કોહોલ અને ખજુર સહિતમા મિસડીકલેરેશન કરનાર દાણચોર-ડયુટીચોર નરેન્દ્રએ જોતજોતામા કેવી રીતે જોનમાં દાણચોરીનુ સામ્રાજય ફેલાવી દીધુ છે તે જાણવુ પણ રોચક છે. હાલમાં ઝડપાયેલા કારસ્તાનની પણ ઉચ્ચસ્તરેથી તપાસ થાય તો કઈક મોટા ખુલાસા હજુય થવા પામી શકે તેમ મનાય છે.જાણકારો દ્વારા કહેવાય છે કે, આ નરેન્દ્ર એક સમયે ગાંધીધામના સુનીલ પાસે નોકરી કરતો હતો અને આ સુનીલ કસ્ટમના કેસમાં ભાગેડુ થતા તે કંપનીનું વહીવટ નરેન્દ્ર સંભાળતો થયો હતો. દરમ્યાન જ સુનીલના પુત્ર લાખના બારહજાર કરવાની આદતવાળો થઈ ગયો હતો. તેવામાં નરેન્દ્રને લાગ આવી ગયો અને તેણે બાદમાં ઝોનમાં લાયન્સ લીધુ અને તબક્કાવાર બધી જ ગેાઠવણીઓ કરતો ગયો અને અહી દાણચોરીનુ નેટવર્ક જ સ્થાપી દીધુ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, તેની પાછળ નાણા અને મગજ તો સુનીલનું જ કામ કરતુ હતુ. તે બાદ આ નરેન્દ્ર ઝોનમા ખજુબ, કાળામરી અને અનેક બે નંબરી વસ્તુઓ સાથે સીગારેટ પણ ઝોનમાં લાવવા લાગ્યો હતો. કહેવાય છે કે, કસ્ટમથી માંડી અને ડીસી સુધી આ નરેન્દ્રએ ગોઠવણો કરી લીધી હતી.ત્રણ વર્ષ પહેલા અને આજના ઈન્કમટેક્ષના રીટર્નમા મોટા તફાવત કેવી રીતે આવી ગયા? નરેન્દ્રના ઝોનમાં દાણચોરીના સામ્રાજયમાં સુનીલનું જ ભેજુ-મુડીરોકાણ હોવાની ચર્ચા છે. જો હાલમાં એવી જોશી સીએફએસમાં જે પકડાયુ તેની ઘનિષ્ઠ તપાસ થાય તો આ તમામ કારનામાઓ પણ બહાર આવી શકે તેમ મનાય છે.

આમીયાચંદ્રની મહેરબાનીથી નરેન્દ્ર બન્યો ઝોનનો ડોન..!
ગાંધીધામ : દરિયાઈ ક્ષેત્રની દાણચોરી કરવી હોય તો અધિકારીઓની રહેમનઝર જરૂરી જ બની રહે છે. હાલમાં બોન્ડનો માલ, આલ્કોહોલ, સિગારેટ સહિતના પ્રકરણોમાં ચકચારી નરેન્દ્ર પણ આમીયાચંદ્રની મહેરબાનીથી જ ઝોનનો ડોન બન્યો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

  • કસ્ટમના પંચનામામાં અનેક પોલ ખુલી..

૧પ૦ ટિશ્યુ પેપર જાહેર કરીને અડધોઅડધ વિદેશી પ્રતિબંધિત સિગારેટ ઘુસાડવાની ગંધ..!

સબંધિત પાર્ટીએ સિગારેટનો જથ્થો લવાયાનું બીલ ઓફ એન્ટ્રીમાં દર્શાવ્યુ હેાવાની કસ્ટમ વિભાગની સ્પષ્ટતા : શીપ ચેન્ડલર્સ, જહાજના ક્રુને માટે સીગારેટ દેવાનો ઉલ્લેખ કરાયો છે, ડીપીટીના વેરહાઉસમાં લઈ જવાની હતી વિદેશી સિગારેટ, બધી વાત સાચી..પણ માન્ય-આયાત થઈ શકે તેવી વસ્તુ હતી તો જાહેર કરેલાથી વધુ જથ્થો મંગાવવા પાછળનું કારણ શુ?

ગાંધીધામ : કંડલામાં મિસડીકલેરેશન કૌભાંડમાં પાછલા એકાદ સપ્તાહથી સતત તપાસ ચાલી હતી અને તેમાં ખાસ કરીને વિદેશી સિગારેટ કે જે ભારતમાં આયાત કરવી પ્રતિબંધિત જાહેર થયેલી છે તેનો જથ્થો નીકળી આવવા પામતા હલચલ તેજ બની જવા પામી હતી. એસઆઈઆઈબી વિગ કસ્ટમ તથા ડીઆરઆઈ દ્વારા છાનબીન હાથ ધરાયા બાદ આ કન્સાઈનમેન્ટ હાલમાં તો સિજ જ કરી દેવામા આવ્યા હોવાનુ કહેવાય છે પરંતુ બીજીતરફ અન્ડર ટેકીંગ લેવામા આવ્યુ છે તે પણ શંકાની સોઈ ઉપજાવી રહી છે. અન્ડરટેકીગ લઈ અને સિગારેટ જેવા પ્રતિબંધિત જથ્થાને પણ માન્યતાઓ આપી દઈ પેનલ્ટી ભરાવી અને પાર્ટીને સાફસુથરી દેખાડી દેવાની ગાઠવણ જ થઈ ગઈ હોવાનુ લાગી રહ્યુ છે. હકીકતમાં ડીકલેર સિગારેટના જથ્થાથી વધુ જથ્થો આવી ગયો હોય તો વિદેશી પ્રતિબંધિત સિગારેટ મંગાવનાર પાર્ટીની સામે કડકાઈથી કાર્યવાહી કરવી જ ઘટે. કસ્ટમવિભાગ દ્વારા જે પંચનામુ કરવામા આવ્યુ છે આ કેસનુ તેની ચકાસણીઓ કરવામા આવશે તો પણ ૧પ૦ ટિશયુ પેપેર જે ડીકલેર કરેલા છે તે પૈકીના ૩૦ બોક્ષના ઈન્સપેકશન વખતે ૭પ બોક્ષ ફીલ સોફટ ફેશીયલ ટીશ્યુના નીકળ્યા જયારે ૭૪ બોક્ષ સિગારેટનો જથ્થો મળી આવવા પામ્યો હોવાનુ મનાય છે. પંચનામાની જ વાત કરીએ તો મેલબોર્ન ગોલ્ડ બ્રાન્ડની સીગારેટ પ૦ પેકેજડમા ર૦૦ સ્ટીકસ જે ૩૩૦૦૦ ટોટલ સિગારેટ થાય છે, આ ઉપરાંત મેલબોર્ડ ગોલ્ડ એરેબીક અન મેલબોર્ન રેડના પણ અનેકવિધ પેકેજડ અને સ્ટીકસ આ બોક્ષમાથી મળી આવવા પામી હોવાનુ પંચનામામા દર્શાવાય છે. હકીકતમા અન્ય ગુડઝમા કદાચ પેનલ્ટી ભરાવી દેવાય તો ચલાવી લેવાય તેમ છે પણ વિદેશી સિગારેટના મામલે તો કડક આંખ જ કરવી જોઈએ.

કસ્ટમ કુલડીમાં ગોળ ન ભાંગે : નહી તો હથિયાર પણ ઉતરી જશે

નરેન્દ્રના હજુય ૩ કન્ટેઈનર ઉતરવાની તૈયારીમાં

નરેન્દ્રનો ઝડપાયેલ સીગારેટનો કન્ટેનર તો પાસેરામાં પુણી સમાન : માત્ર રેકી કરવા જ આ રીતે અંડર વેલ્યુએશન કન્સાઈનમેન્ટ મોકલ્યો હોવાની ચકચાર હવે પછી આવી રહેલા કન્ટેનરમાં નરેન્દ્ર કંડલામાં શું ઠાલવશે ? : વિદેશી સીગારેટ, આલ્કોહોલ, હલકુ વેપ્રોટીન કે પછી ડ્રગ્સની ખેપ અથવા તો હથીયારોનો જથ્થો ?

દુબઈ બેઠેલ નરેન્દ્રએ અજમાવ્યો હતો કીમીયો : સિગારેટ પકડાય નહી તો ઓપન માર્કેટમા વહેચી નાખવો અને પકડાય તો બોન્ડેડ મામલમાં દેખાડીને હેમખેમ નિકળી જવુ : કસ્ટમ એસઆઈઆઈબી-ડીઆરઆઈ આ નરેન્દ્રના સિગારેટના કન્સાઈન્મેન્ટમાં અન્ડરટેકીગના બદલે કરે ફેરવિચારણા

નિયમ અનુસાર..વિદેશી સિગારેટ પકડાય તો તેની હરરાજી જ કરવામા આવે છે, હજીરામાં સુનીલની વિદેશી સિગારેટ પકડાઈ ત્યારે ઓકશન કરવામાં આવ્યુ તો નરેન્દ્રની સિગારેટના જથ્થામાં કેમ પેનલ્ટી ભરાવીને કલીનચીટ આપી દેવામાં આવી રહી છે…?

ગાંધીધામ : નરેન્દ્ર દ્વારા હાલમાં જે મિસડીકલેરેશન કરવામા આવ્યુ હતુ તેમાં વિદેશી સિગારેટ ઘુસાડવા માટે મોટો કીમીયો અજમાવાયો હોવાનુ સામે આવી રહ્યુ છે. કહેવાય છે કે, ચાર પૈકીનુ એક કન્ટેઈનર જે સિગારેટના જથ્થા સાથે પકડાયુ છે તે તો માત્ર નામનું જ હતુ. આવા ત્રણ કન્ટેઈનરો હજુય પાઈપલાઈનમાં જ હોવાનુ મનાય છે. નરેન્દ્રએ ગોઠવણી કરી હતી તે અનુસાર વિદેશી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો નીકળી જાય તો કાઢી લેવો અને ઓપન માર્કેટમા ઠાલવી દેવો અને જો પકડાઈ જાય તો કસ્ટમ બોન્ડેડનો દેખાડી અને સેટીગથી બધુ જ સમુસુથરુ પાર પાડી દેવુ. કહેવાય છે કે, આ બાબતે કસ્ટમના અધિકારીઓ અને ડીઆરઆઈ સીગારેટ વાળા કન્સાઈનમેન્ટમાં જો કડક નહી બને તો નરેન્દ્ર અગાામી સમયમાં આવી જ રીતે અહીથી હથિયારો પણ ઉતારી દેશે.