કંડલા ભંગાર ચોરી કેસ : જુસબ ઉર્ફે મામાને છોડી દેવા ભ્રષ્ટ ખાખીધારી નરેન્દ્રની તોડ..?

  • ઉચ્ચ અધિકારી વાયરલ વિડીયો ચકાસે તો થાય ખુલાસા

રામપર સીમમાંથી થયેલ ભંગારચોરી પ્રકરણમાં ત્રણ શખ્સોના ફરીયાદમાં નામ લખાયા, ધરપકડ કરી લેવાઈ, પણ મુખ્ય સુત્રધાર તુણા વંડીના જુસબ બુચડ ઉર્ફે મામાની પણ સંડોવણી ઝડપાયેલા શખ્સોએ જ કબુલી છે, તેનો વીડીયો પણ થઈ રહ્યો છે વાયરલ, છતા જુસબ આજે પણ ફરી રહ્યો છે આબાદ..! : કંડલામાં ભ્રષ્ટ નરેન્દ્ર કળા કરી ગયો હેાવાની છે ચકચાર : જુસબ બુચડ અને જીતેન્દ્ર(કાર્ગો)વાળાને આબાદ છોડી મુકવાની અવેજીમાં નરેન્દ્રએ ગજવા ગરમ કરી લીધાની ચકચાર

બધાય ચોરોને બચાવવા પેરાજ ભંગારનાવાડાવાળો ભજવે છે ચોરોના સરદારની ભૂમિકા : તગડી રકમો વાપરીને પણ ચોરોને બચાવી જાય છે પેરાજ : કારણ કે ચોરો હશે તો પેરાજનો ભંગારનો વાડો ચાલશે ને..? જયાં સુધી પેરાજના ભંગારના વાડાને બંધ કરાવીને ભગાડાશે નહી ત્યા સુધી કંડલા સંકુલમાં ચોરી-ચપાટી-તસ્કરીઓ બંધ તો ઠીક ઓછી પણ નહીં થાય..!

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલાના પોલીસ મથકમાં નરેન્દ્ર નામનો ભ્રષ્ટ ખાખીધારી કેટલો ફાટીને ફુલેકે ચડી જવા પામી ગયો છે તેનો વધુ એક કિસ્સો હોટટોપીક બની જવા પામી ગયો છે. હજુ તો વોંધ પાસે ખાંડની ગાડીમાં છ લાખની તોડનો અંગુલીનિર્દેશ જે ભ્રષ્ટ ખાખીધારી નરેન્દ્ર સામે થવા પામ્યો હતો તેની સામે વધુ એક આવો જ આક્ષેપ ઉભો થવા પામી ગયો છે. તાજેતરમાં જ અહી થયેલ એક ભંગાર ચોરીના કેસમાં પણ ચલકચલાણા જ ચલાવાયો અને તેમાં મુખ્ય સુત્રધાર આરોપી એવા જુસબ બુચડ ઉર્ફે મામાને છોડી મુકવાની અવેજીમાં ફરીથી આ ભ્રષ્ટ નરેન્દ્રએ પોત પ્રકાશી અને મોટી તોડ કરી લીધી હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે.આ કેસની સહેજ પૂર્વ વિગતની વાત કરીએ તો તા.૧ સપ્ટેમ્બરના રોજ કંડલા મરીન પોલીસ મથકે સત્તાવાર રીતે જ ગુન્હો નોધવામા આવ્યો હતો જેમા ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ મુજબ નોધાયેલી ફરીયાદ અનુસાર આરોપીઓએ ફરીયાદીની કંપનીની લાગેલ ગેટકો મુંદરા કંપનીમાથી રામપર તુણા સીમમાં લાગેલ ૬૬ કેવી ભદ્રેશ્વર રામપર લાઈનના વિજ થાંભલા પૈકીના રામપર સીમમા આવેલ ત્રણ ટાવરમાથી આશરે દોઢ ટન જેટલા નાના મોટા ગેલેવેનાઈજડના એન્ગલો નટ બોલ્ટ ખોલી ચોરી કરેલ જેની અંદાજિત કિ.૧,ર૦,૦૦૦ તથા આરેાપીઓએ ચોરી કરવા ઉપયોગમા લીધેલ મો.સા.ન. ર જેની કિમંત રૂપીયા ૪૦૦૦ એમ કુલ્લે કિ.૧,૬૦,૦૦૦ના મુદામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યાની ફરીયાદ દાખલ થવા પામી હતી.જેમાં તહોમતદાર તરીકે વસીમખાન જમીરખાન શેખ રહે. કાર્ગો પીએસએનએલ ઝુપડપટ્ટી, પ્રભાત મોતીલાલ શાહ કાર્ગો ઝૂપડા યાદવનગર, અલી હાસમ જુસબ બુચડ રહે. મીઠાપોર્ટ જુના કંડલાવાળાનો ઉલ્લેખ કરાયો છે. અને આ તહોમતદારોને પકડી પણ પડાયા છે. પરંતુ મજાની વાત અહી એ થઈ છે કે, આ પકડાયેલા શખ્સોનો એક વીડીયો પણ વાયરલ થવા પામ્યુ હોવાનુ કહેવાય છે જે વીડીયોમાં ઝડપાયેલા ત્રણે શખ્સો પૈકીના બોલતા દેખાય છે કે, આ ચોરી કરવા માટે અમને જુસા બુચડ ઉર્ફે મામો રહે. તુણા વંડીવાળાએ જ મોકલ્યા હતા. આ ઉપરાંત જીતેન્દ્ર કાર્ગોના નામનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. પરંતુ ન તો ફરીયાદીમાં આ બન્ને શખ્સોને ભાગેડુ દેખાડાયા છે કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી થયેલી દેખાય છે. આવુ કેમ થઈ ગયુ? જાણકારો કહી રહ્યા છે કે, જુસબ બુચડ ભંગાર ચોરીનો મોટો અને મુખ્ય સુત્રધાર છે. આ શખ્સનુ નામ ફરીયાદ-કેસમાંથી બારોબાર જ કાઢી નાખવામાં આવ્યુ હોય તેમ કંડલાનો ભ્રષ્ટ ખાખીધારી નરેન્દ્ર જ કળા કરી ગયો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, જીતેન્દ્ર-જુસા બુચડને બચાવી લેવાને માટે ભ્રષ્ટ ખાખીધારી નરેન્દ્રએ મોટી તોડ કરી લીધી છે. ઉચ્ચ અધિકારીઓ માત્ર જૈ-તે વીડીયો મેળવે તો પણ આ કેસમાં ભ્રષ્ટ ખાખીધારી નરેન્દ્ર શું રાંધી ગયો છે તેનો પણ પર્દાફાશ થવા પામી શકે તેમ મનાય છે.