કંડલા પાઈપલાઈન તેલચોર સીધીંકગેંગ સામે લગાવો દેશદ્રોહ

હવે કચ્છવ્યાપી તેલચોરી નેટવર્કનો કરો પર્દાફાશ

 

તેલચોરી બંધ થાય તો જ “શબ્બીર” જેવા ભ્રષ્ટાચારીઓની દુકાન અટકે : “શબ્બીર”ની બદલી થાય છે… ને ફરી..ફરીને તેજ ઠામે પાછો ગોઠવાઈ જાય છે ? તેનું શું કારણ ? : નવનિયુક્ત આઈજી શ્રી પીયૂષ પટેલ તપાસ કરાવે તો શબ્બીરનો તપેલો ચડે અને તેલચોરી પણ થતી અટકે તથા સમગ્ર સંકુલની સુરક્ષામાં પણ થાય વધારો : જાણકારોનો ઈશારો

ચીભડ ડીઝલ-તેલચોરતત્વો પાઈપલાઈન પાસે જ બેસીને બીડી-સીગારેટની ચુસ્કીઓ લગાવતા હોય છે…જાણતા-અજાણતા..આ ધુમાડાઓ તેલને સ્પર્શયા તો બારૂદના ઢેર પર બેઠેલ ગાંધીધામ-કડલા સંકુલની સલામતીની સામે સર્જાશે મોટો ખતરો…

 

સીદીક ગેંગની સામે હદપાર જેવા ગુન્હાની કલમો દાખલ કરો : ટોળકી ઝડપાયેથી ચોરાઉ ડિઝલ ખરીદનારાઓ-સપ્લાયર સહિતનાઓના ચહેરા પોલીસ કરે બેનકાબ

 

કોઈ સમાજ અને સમુદાય લોકશાહી ઢબે ન્યાયકી રીતે પદ્વતીસર સરકારની સામે કોઈ માંગણી કરે તો તેની સામે રાજદ્રોહ લગાડી દેવામા આવે છે જયારે દેશની સંપત્તી પર સતત ઉઘાડી લુંટ ચલાવતા તત્વોની સામે હળવી કાર્યવાહી? આવુ શા માટે? : તેલચોરીમાં હપ્તા વસુલી કરનારા પલળેલા તત્વો ખબરદાર..! તેલચોરીના રૂપીયા ખાનારાઓના ભુતકાળ ચકાસી લેજા..કોઈ જ સુખી થઈ શકયુ નથી..દારૂ-આંકડા-જુગારમાં હપ્તા ખાવ તો વાંધો નહી પરંતુ દેશની સંપત્તીને ખુલ્લેઆમ લુંટવા દેવાય છે..તે ફીટકારજનક જ બની રહેશે

 

પાઈપલાઈનમાં કાણું પાડનારા ૮ ડિઝલચોર ઝડપાયા
કંડલા – ખારીરોહર રોડ સાઈડેથી પસાર થતી પાઈપ લાઈનમાંથી કરી હતી ચોરી
ગાંધીધામ : પુર્વ કચ્છ એલસીબીએ ડીઝલ પાઈપલાઈનમાંથી કાણું પાડીને ડીઝલની ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પુર્વ કચ્છ એસ.પી. ભાવનાબેન પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એચ.એલ. રાઠોડને મળેલી બાતમીને આધારે ૮ શખ્સોને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત્‌ વિગતો મુજબ કંડલા પોર્ટથી આઈઓસીએલ તથા એચપીસીએલ કંપનીના સ્ટોરેજ ઢેક તરફ કંડલા- ખારીરોહર રોડ સાઈડેથી પસાર થતી પાઈપ લાઈનમાં કાણું પાડીને ડીઝલ ચોરી કરવામાં આવી હતી. જેમાં પોલીસે કુલ ૧,પ૮,૩૧૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જયારે આરોપી નાસી ગયા હતા. આ કામે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઘટનાના આરોપીઓ પુર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા છે. જેમાં અબ્બાસ ઉર્ફે ઈસ્માઈલ ખારા (ઉ.વ. ૪પ), નૂરાભાઈ ઉર્ફે નૂરી હાજી કોરેજા (ઉ.વ. રર), આધમ ઉર્ફે ગઢો બાવલા કોરેજા (ઉ.વ. ૩૦), હુશેન ઈસ્માઈલ ખારા (ઉ.વ. ૩૦), સિધિક ઈસ્માઈલ પઠાણ (ઉ.વ. પ૯), ઓસમાણ ઉર્ફે ઓસ્લો બાવલા કોરેજા (ઉ.વ. ૩૦) (રહે તમામ ખારીરોહર) તેમજ અલીહાસમ બુચડ (ઉ.વ. ર૮), જુસબ સિધિક પઠાણ (ઉ.વ. ૩૬) (રહે બંને જૂના કંડલાવાળા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને આગળની તપાસ પીએસઆઈ એ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.

 

ગાંધીધામ : દેશના સૌથી મોટા બંદર એવા કંડલાથી ભટીંડા સુધી ફેલાયલી પાઈપલાઈન પર ખારીરોહર સમીપેની એક ચોકકસ ગેંગ તેલચોરીને લાંબા સમયથી આયોજનબદ્ધ રીતે અંજામ આપતીહોવાના કિસ્સાઓ એક પછી એક બહાર આવતા જર હ્યા છે. પોલીસ ચોપડે પણ સત્તાવાર રીતે આ શખ્સો ચડી ગયા છે તેમ છતા પણ તેઓની સામે પોલીસ દ્વરા માત્ર અને માત્ર હળવી કલમો લગાવી અને કાર્યવાહી કરવામા આવી રહી છે. જયા સુધી આ શખ્સોને હદપાર કરવા, તડીપાર કરવા અને દેશદ્રોહ જેવા ગુન્હાઓની કલમો નહી લગાડાય ત્યા સુધી અહીથી તેલચોરીના આવા ગંભીર અને સુરક્ષાને માટે પણજાખમરૂપ કહી શકાય તેવા ઘટનાક્રમો અટકવા કપરૂ જ કામ બની રહે તેમ છે. ગુજરાતમાં કોઈ પણ સમાજ કે સમુદાય પોતાના ન્યાયને માટે અવાજ ઉઠાવે તો તેની સામે રાજદ્રોહ જેવી ગભીર કલમો લાગી જતી હોય છે અને આ શખ્સો તો નીતી અને નિયમો અનુસાર જ માગ કરતા હોય છે જયારે દેશની સલામતીને જાખમતી તેલચોરીને ખુલ્લેઆમ ધમધમાવી રહેલા સીધીક પઠાણ ગેંગની સામે કોઈ જ કડક કાર્યવાહી પૂર્વ કચ્છમાં થતી નથી અને તેના લીધે જ આ શખ્સો ફરી ફરીને જમાથુ ઉચકતા હોવાનો ઘટનાકરમ સતત સામે આવવા પામી જતો હોય છે. દેશના મહાબંદર પૈકીનાએક એવા કંડલાથી ભટીંડા સુધીની પાઈપલાઈનમાં ભંગાણ પાડી અને તેલચોરી કરનારા ગેંગ પાછલા લાંબા સમયથી અહી સક્રીય છે. સીદીધ પઠાણની જ ગેંગ અહી જુની ટાઈમઓફીસ પાસેના પોઈન્ટ પરથી ચોરી કરી  રહી છે. વરસાથી આયોજનબદ્ધ રીતે હોડકાઓ લાવી કેરબાઓથી અહી ચોરી કરવામા આવી રહી છે. અગાઉ સત્તાવાર રીતે પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને આવા જ તેલચોરીના જ કારસ્તાનોમાં જેમના નામ ખુલી ચૂકયા છે તેવા તત્વોએ હાલમાં જ કંડલામાં થી ફરી ડીજલચોરીના કારસ્તાનને અંજામ આપ્યુ હોવાનુ ખુદ પોલસ ચોપડે ચડી રહ્યુ છે.
પોલીસતંત્ર દ્વરા હળવી કલમો આવા તત્વોની સામે લગાવાતી હોવાથી તેમના મનોબળ ઉચકાતા રહે છે. હકીકતમાં તો તેમની સામે હદપાર-તડીપારની કલમો સાથે પાસા જ કરવા જાઈએ. વેળાસર આ શખ્સાને પોલીસ પકડી પાડે તો કચ્છમો તેલચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ પણ થઈ શકે. કારણ કે ચોરાઉ ડીજલ -તેલઆ સીધીક ટોળકી કોને વહેચતી હતી? તેના સપ્લાયરની ભુમિકામાં કોણ રહેલુ હતુ? આ તમામનો પણ પર્દાફાશ થવા પામી શકે તેમ છે. એટલે પોલીસે હકીકતમાં આ શખ્સાને ઝડપી પાડી અને ડીજલચોરીના નેટવર્કનો ભેદ જ ખોલવો જાઈએ. અહી જે કોઈ પણ પલળેલા તત્વો આવી ખુંખાર ગેંગને તેલચોરી જેવા કારસ્તાનોમાં છાવરી રહ્યા હોય તેઓ પણ યાદ રાખી લેવાની જરૂર છે કે, યાદ રાખજા..આવા તત્વોને છાવરવાના પરીણામો કોઈના સારા આવ્યા જ નથી. તેલચોરીને પ્રોત્સાહન આપનાર કે ગાંધીધામ-કંડલા સંકુલમાં તેલચોરીમાં પણ હપ્તાવસુલી કરનારાઓના ભુતકાળ જરા ચકાસી લેજા..કોઈ જ તેલના હપ્તા ખાઈને સુખી થવા પામી શકયુ નથી. એ ઉપરાંત આવા તત્વોને સાંઢ બનાવશો તો આવનારા દિવસોમા આ તેલચોર તત્વો પોલીસની પણ સામે થતા કે પોલીસ મથકોમાં પણ આવીને હુમલો કરતા વાર નહી કરે તે પણ સમયના તકાજાનેસમજી લેવાની જરૂર છે.