કંડલા એરપોર્ટ વિસ્તરણનો માસ્ટર પ્લાન તૈયારઃ ૩રર.૮પ એકર જમીન માટેની દરખાસ્ત કરાઈ

નવનિયુકિત કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા હરકતમાં :ગુજરાત સરકારને કંડલા એરપોર્ટના વિસ્તરણ માટે જમીન ફાળવવા સહયોગ માટે કર્યો અનુરોધ

ખાટલે મોટી ખોટ : જમીન સંપાદન કરવા વળતરનો પ્રશ્ન તથા આસપાસમાં વિકસેલી સોસાયટીઓ-વસાહતો, ઉદ્યોગો બાધારૂપ ન બને તે જોવુ પણ બનશે જરૂરી : એરપોર્ટની ૧૦૦થી ર૦૦ મીટરની ત્રિજયામાં તો રહેણાક સોસાયટીઓ બનવી જ ન જોઈએ, કંડલા એરપોર્ટમાં તો પ્રવેશદ્વારની બાઉન્ડ્રીને લગોલગ અડીને જ ચોરતફ બની ગઈ છે રહેણાક વસાહતો : કોમ્યુનિકેશન ટાવરમાં આ વસાહતો નડતરરૂપ નહી બને તેની શું ખાત્રી ?

એરપોર્ટના વિસ્તરણની ગતિવિધીઓ ચાલુમાં છે, ૩રર.૮પ એકર જમીન માટેની દરખાસ્તે મોકલી અપાઈ છે, વસાહતો હાલતુરંત તો બાધારૂપ નથી બનતી, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની ચોકકસ સમીતી આવી વસાહતોને ધારાધોરણો અનુસાર એનઓસી આપે છે, એક વ્યકિતની ઈચ્છામાત્રથી એનઓસી નથી આપી શકાતી : શ્રી સંજીવ મેંગલ(ડાયરેકટર, કંડલા એરપોર્ટ)

અહીં થયેલા બાંધકામ માટે વપરાયેલ એરપોર્ટ ઓથોરીટીની એનઓસી કોને આપી તે કાયદેસર છે કે ડુપ્લીકેટ છે ? તે પણ તપાસવું જરૂરી છે..કે બાંધકામની મંજુરી આપી છે કોણે ? જીડીએ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી છે ખરી ? કે અપાયેલ એનઓસી પણ કાયદેસરની સાચી છે કે નહી ? : એરપોર્ટ પાસે મકાન લેતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો, કારણ કે મકાન બનાવીને વેંચી જનારનેતો કંઈ ગુમાવાનું જ નથી, રોવાનો વારો ખરીદનારનો આવશે

સુરતમાં એરપોર્ટ-રનવે વિસ્તરણમાં નડતરરૂપ ર૭ જેટલી ઈમારતોના ૩૦૦૦ જેટલા મકાનના ૪પ૦૦૦ જેટલા મકાનધારકોને હાઈકોર્ટ દ્વારા એરપોર્ટમાં નડતરરૂપ તેમના મકાનો ખાલી કરી દેવાનુ એકાએક જ આપી દેવાયુ છે અલ્ટીમેટમ : ડેવલોપર્સ-બિલ્ડર ઈમારતો ચણીને વેંચીને જતો રહ્યો, હવે મરો થયો છે એરપોર્ટની બાજુમાં મકાનો લેનારાઓના.., લોનના હપ્તા પણ નથી ભરાયા અને હવે મકાન પર બુલડોઝર ફેરવી દેવાની અપાઈ રહી છે રોજબરોજની ધમકીઓ, લોકોની રાત્રિની ઉંઘ થઈ ગઈ છે હરામ..ઃ જો..જો..કંડલા એરપોર્ટના વિસ્તરણ વખતે પણ આસપાસની સોસાયટીની લેભાગુ બિલ્ડર્સ-ડેવલોપર્સ- થકી નિદોર્ષ લોકોની પણ ન થયા સુરત જેવી અવદશા..! રાતા પાણીએ રોવાનો ન આવી જાય વારો…!

ગાંધીધામ : કેન્દ્રના નવનિયુકત યુવા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા દ્વારા દેશના એરપોર્ટ ક્ષેત્રને વિકસીત કરવાની દીશામાં પ્રાથમિકતા આપતા નિર્દેશો આવતાની સાથે જ વછુટાવી દીધા છે. દરમ્યાન જ પૂર્વ કચ્છના એક માત્ર કંડલા એરપોર્ટને લઈને પણ શ્રી સિંધીયા હરકતમાં આવ્યા હોવાના અહેવાલો ઉજાગર થવા પામી રહ્યા છે.
કંડલા એરપોર્ટ હાલમાં ડોમેસ્ટીક લેવલનુ છે પરંતુ જો તેની એરસ્ટ્રીપ વિકસાવાય, વધારાય, એરપોર્ટનુ વિસ્તરણ કરાય તો અહી એબી ૩ર૦ જેવા મોટા વિમાનો પણ આવી શકે તેમ છે અને અહીથી આંતરરાષ્ટ્રીય ઉડાન પણ શકય બની શકે તથા અહીથી પુરતા પ્રમાણમાં ટ્રાફીક પણ મળી શકે તેવા ઉજળા સંકેતોને જોતા હલચલ વધી રહી છે. અને પાછલા દોઢદાયકાથી પડતર રહેલી ફાઈલને હવે પગ આવી રહ્યા હોવાની સ્થિતી પણ સર્જાતી જોવાઈ રહી છે. જો કે, બીજીતરફ સ્થાનીકના પ્રબુદ્ધવર્ગમાં આ વિકાસ ભેટની સામે સવાલો પણ ખડા થવા પામી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, કંડલા એરપોર્ટના વિસ્તરણ માટે ૩રર એકર જેટલી જમીનની જરૂરીયાત છે પણ તેની તો આજુબાજુ-ચોતરફ લગોલગ બાઉન્ડ્રીને અડીને અનેકવિધ રહેણાક વસાહતો ખડકાઈ ગઈ છે. અહી ઉદ્યોગો પણ ધમધમી ઉઠયા છે. તો વળી જમીન સંપાદન કરવા વળતરનો પ્રશ્ન તથા આસપાસમાં વિકસેલી સોસાયટીઓ-વસાહતો, ઉદ્યોગો બાધારૂપ ન બને તે જોવુ પણ અતી મહત્વનું જબ ની રહે તેમ છે. જાણકારો તો કહે છે કે, એરપોર્ટની ૧૦૦થી ર૦૦ મીટરની ત્રિજયામાં તો રહેણાક સોસાયટીઓ બનવી જ ન જોઈએ, કંડલા એરપોર્ટમાં તો પ્રવેશદ્વારની બાઉન્ડ્રીને લગોલગ અડીને જ ચોરતફ બની ગઈ છે રહેણાક વસાહતો.! એરપોર્ટના કોમ્યુનિકેશન ટાવરમાં આ વસાહતો નડતરરૂપ નહી બને તેની શું ખાત્રી?
આ બાબતે કંડલા એરપોર્ટના ડાયરેકટર શ્રી સંજીવ મેગલજીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, એરપોર્ટના વિસ્તરણ માટેની પ્રક્રીયાઓ ગતિવાન બની જવા પામી ગઈ છે. કેન્દ્ર સ્તરે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા કંડલા એરપોર્ટના વિકાસ-વિસ્તરણને પ્રાથમિકતા અપાઈ જ રહી છે અને તે માટે જરૂરી જમીનની ઉપલબ્ધતા સહિતના વિષયો પર કામ કરવામાં આવી રહ્યા છે. એકસપાન્સન માટે જમીનનો વિસ્તાર વધારવો પડે તેમ છે.જેમાં હાલની હયાત જમીન મળીને ૩રર એકર જમીનની વિસ્તરણ માટે કંડલા એરપોર્ટને જરૂરીયાત છે. આ મુજબનો વિધિવત દરખાસ્ત રાજય સરકાર તબક્કે મોકલી આપવામાં આવી છે. કંડલા એરપોર્ટના વિસ્તરણનો માસ્ટર પ્લાન ઘડી લેવાયો છે અને તે અનુસાર કાર્યો પણ કરવામાં આવી રહ્યા હોવાનુ શ્રી મેંગલે કહ્યુ હતુ. તેઓને એરપોર્ટ આસપાસમાં વિકસી ગયેલી વસાહતો, સોસાયટીઓ, ઉદ્યોગો સહિતનાઓ વિસ્તરણ પ્રક્રીયામાં બાધારૂપ નહી બને, નિયમ અનુસા આ વસાહતો અહી બનવી જોઈએ કે નહી? તે બાબતે પુછતા શ્રી મેંગલે કહ્યુ હતુ કે, એરપોર્ટ આસપાસના રહેણાકની પરવાનગીઓ અલગ અલગ ધારાધોરણોને જોઈને જ આપી શકાતી હોય છે. જયા સુધી એરપોર્ટ ઓથોરીટીની વાત છે તો બિલ્ડીગન હાઈટ-ઉંચાઈને લઈને મંજુરી આપવાની થતી હોય છે. હાલમાં અમે જે માસ્ટર પ્લાન રજુ કર્યો છે તેને જોતા આસપાસની વસાહતોની ઈમારતો કયાંય બાધારૂપ થાય તેટલી ઉંચાઈમાં નિર્માણ પામેલ નથી. વધુમાં અહીની આસપાસની ઈમારતોને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના જ એક ચોકકસ વિભાગની સમીતી દ્વારા એનઓસી આપવામાં આવતા હોય છે. કોઈ એક વ્યકિતની ઈચ્છાથી આવી પરવાનગી આપી શકાતી નથી. એટલે હાલતુરંત તો માસ્ટર પ્લાન અનુસાર ૩રર એકર જમીનની જરૂરીયાત રહેલી છે વિસ્તરણ માટેની તે આઈડેન્ટીફાઈ કરાઈ છે અને રાજય સરકાર કક્ષાએ દરખાસ્ત પડરત છે. જયાથી પ્રતિક્રીયા આવ્યા બાદ આગળની કાર્યવાહીનો અંદાજ આવી શકે તેમ હોવનુ શ્રી મેંગલે જણાવ્યુ હતુ.