કંડલા એરપોર્ટ ઉપરથી મહિલા પોલીસ કર્મી લાપતા

અંજાર : આદિપુર પોલીસ કવાર્ટસમાં રહેતી અને કંડલા એરપોર્ટ ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ગૂમ થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૮-૯-૧૭ના કંડલા એરપોર્ટ ઉપર ફરજમાં રહેલ જ્યોત્સનાબેન અગરાભાઈ ચૌધરી (ઉ.વ.ર૩) બપોરના સાડા બાર વાગ્યા પછી એકાએક ગૂમ થઈ હતી. તપાસના અંતે કયાયથી પત્તો ન મળતા અંજાર પોલીસે ગૂમ થયાની નોંધ કરી હેડ કોન્સ રાજેન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરેલ છે.