કંડલામાં હાજીડો-અસલમના ઈશારે મનીષા ટોળકીનો આતંક : ખાંડ-સોયા ચોરીનો ધમધમાટ : ખાખી બને સાવધ

કંડલા પોલીસની સતકર્તા સરાહનીય, સોયા અને તે બાદ હવે ખાંડની તસ્કરી કરનારાઓ પર બોલાવી તવાઈ પરંતુ માત્ર ૪૧ વન ડી- શંકાસ્પદ જથ્થા તરીકેની ફરીયાદના બદલે આવા કારસ્તાનોની સામે થવી જોઈએ કડક કાર્યવાહી

આટઆટલા તગડા-મોટા જથ્થાઓ બિનવારસુ અવસ્થામાં આવી જાય કેવી રીતે? ખાંડ અને સોયા જેવી ચીજવસ્તુઓની મોટી માત્રામાં તસ્કરી થતી હોય અને સબંધિત ખાખીઓ અજાણ હોય તે પણ બને કેમ ? અમિત-હાજી સોઢા નામનો શખ્સ તથા ખારીરોહર વાળા અસલમની ત્રિપુટી દ્વારા મનીષાને આગળ કરીને આચરાય છે તમામ ધંધાઃ જાણકારોનો ઈશારો

૪૧ વન ડી શા માટે ? : જેની ચોરી થઈ હોય અને જે ગોડાઉનમાથી ચોરી કરી છે તેવુ પણ જાણવા મળી ગયા પછી પણ પોલીસ ચોરીની ફરીયાદ કેમ નથી લેતી..? ચોરીને સુવિધા માટે ફકત ૪૧ વન ડી લગાવીને ચોરોને મદદરૂપ થાય છે કે કેમ ?

ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ સંકુલમાં આવતી ચીજવસ્તુઓ પર સમયાંતરે ઉઘાડી લુંટ ચલાવનારી ટોળકીઓ ઉતરી પડતી હોય છે. દરમ્યાન જ કંડલા પોલીસની ટુકડી દ્વારા સતર્કતા દાખવવામા આવતા આ વિસ્તારમાં હજુ તો બે રોજ પહેલા જ સોયાના જથ્થાને બિનવારસુ અવસ્થામાં સી ડબલ્યુ સી ના ગોડાઉની પાછળના ભાગેથી પકડી પાડયો હતો તો વળી તે વચ્ચે જ ગત રોજ ખાંડના આવા જ જથ્થાને પકડવામા આવી ગયો છે. કંડલા પોલીસની ટીમ દ્વારા આ બાબતે જે રીતે કાર્યવાહી કરવામા આવી રહી છે તે સરાહનીય જ કહી શકાય તેમ છે પરંતુ આવા કીસ્સાઓમાં સામેપક્ષે માત્ર શંકાસ્પદ જથ્થો દેખાડીને તેની સામે ૪૧ વન ડી કરી લેવાનો સંતોષ માની લેવો પણ કયાંકને કેયાકં સવાલો પેદા કરનારી વાત સમાન જ બની રહે છે. જાણકારોની વાત માનીએ તો શંકાસ્પદ જથ્થો નથી પરંતુ સોયા હોય કે ખાંડ સહિતની ચીજવસ્તુઓ પર કંડલા પટ્ટામાં હાલમાં એક ટોળકી-ગેંગ સક્રીય બની જવા પામી ગઈ છે. હાજીડો અને અસલમ(ખારીરોહર)વાળો તથા આદિપુરની મનીષાની ત્રિપુટીની ગેગ આ પ્રકારની ચોરી માટે મેદાનમા આવી ગઈ હોવાનુ મનાય છે. માત્ર શંકાસ્પદ જથ્થાના એગલથી આને જોવાના બદલે પોલીસતંત્ર જો વધુ કડકાઈથી તપાસ કરશે તો આ આખાય કેસમાં આ ત્રિપુટી આણી મંડળી સુધી તપાસનો રેલો પહોચી શકે તેમ છે. આ જ ગેંગનો હાલમાં કંડલા પટ્ટામાં અલગ અલગ આયોજનબદ્ધ ચોરી- અને રીતસરની લુંટમા હાથ રહેલો હાવાનો વર્તારેા જોવામા આવી રહ્યો છે.

કંડલા પોર્ટ પર ૭૦ હજારની ખાંડની ચોરીનો પ્રયાસ પોલીસે નાકામ કર્યો

ગાંધીધામ : કંડલા પોર્ટના સીડબલ્યુસી ગોડાઉનમાં જહાજમાંથી લોડીંગ થતી ૭૦ હજારની કાચી ખાંડની ચોરીના પ્રયાસને કંડલા મરીન પોલીસે નાકામ કર્યો હતો. ફ્રેન્ડસ સોલ્ટ કંપનીમાં સિક્યોરિટી સુપરવાઈઝરની ફરજ બજાવતા મૂળસિંગ તેજમાલસિંગ રાઠોડની ફરિયાદમાં જણાવ્યા મુજબ સીડબલ્યુસીના ગોડાઉન અને વેસ્ટ ગેટ-૧ તરફ જવાના રસ્તા વચ્ચે ઝાડીમાં જહાજમાંથી લોડિંગ થતી કાચી ખાંડની ચોરી થઈ રહી છે તેવું મરીન પોલીસને જાણ થતાં તરત જ ઈન્ચાર્જ ગણપતસિંઘ સોઢા સાથે ત્યાં પહોંચ્યા હતા હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ, કોન્સ્ટેબલ સંજયભાઈ, ઉદેસિંહ નાઈટ પેટ્રોલિંગમા હતા દરમિયાન મળેલી માહિના આધારે ચેરિયાની ઝાડીમાં દરોડો પાડતા, ત્યાં કેટલા શખ્સો ખાંડના ઢગલામાંથી થેલી ભરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ જોઈને નાસી જતાં અસલમ ઉમર નોડે ઓળખાઈ ગયો હતો. આ ઘટના બાબતે સુપરવાઈઝરે જહાજમાં લોડિંગ થતી કાચી ખાંડનો જથ્થો ચોરી કરવાના પ્રયાસ અંગે ઓળખાયેલો શખ્સ તેમજ તેના સાથીદારો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.