કંડલામાં સિગારેટ સ્મગલર્સ ફરી મેદાનમાં : ભ્રષ્ટ કસ્ટમ બાબુ મહેરબાન તો દાણચોર પહેલવાન

  • દુબઈથી વિદેશી સિગારેટકાંડ : પડદો પાડવાની હિલચાલ

દુબઈથી ટિશ્યુ પેપરની આડમાં વિદેશી પ્રતિબંધિત સિગારેટ ઘુસાડવાના કારસાની છાનબીનની ભીતરમાં ભારે ભેદભરમ : પડાણા પાસે આવેલા સીએફએસમાં ગત રાત્રીથી કસ્ટમવિભાગે પ્રતિબંધિત સિગારેટના ઈનપુટસ સાથે આદરેલી તપાસમાં કુલડીમાં ગોળ ભંગાઈ જવાની ભીતી

ખાટલે મોટી ખોટ : જો માલ ડીકલેર કરેલો હોય તેનાથી વધુ ડીકલેર્સ થયેલ ગુડઝ હોય તો કદાચ ટેકનીકલ ભુલ હોઈ શકે, પણ ડીકલેર કરેલ માલના જથ્થા કરતા જે-તે ગુડઝ ઓછું આવ્યું હોય તો સમજવુ કે, સિગારેટ અહી ઉતરી ગઈ, ઠલવાઈ ગઈ, હવે પેનલ્ટીના નામે માત્ર ઔપચારીકતાઓ જ આટોપવામાં આવશે..!, કારણ કે, સિગારેટ દાણચોરો સામાન્ય રીતે ખજુરના પેકેટસ અથવા તો ટિશ્યુ પેપરના બોકસ કન્ટેઈનરમા આગળ-દરવાજા પાસે રાખતા હોય છે, અને પાછળ છેલ્લે સિગારેટના કાર્ટુન સંતાડી દેતા હોય છે, એટલે જે ડીકલેર કરેલો ગુડઝ હોય તે પ્રમાણમાં ઓછો જ હોય..! જો આમ આ કેસમાં પણ થાય તો ભ્રષ્ટાચાર અને આ ગંભીર પ્રકારના કેસમાં પણ કુલડીમાં ગોડ ભંગાઈ ગયો હોવાનુ થઈ જશે ફલિત..!

કસ્ટમના ભ્રષ્ટ બાબુ કેટલા છે હોશિયાર..! : ખોટા કામોનો રેલો ખુદ સુધી ન લંબાય એટલે દોરીસંચાર તમામ આપે છે પણ કંપની રાખે છે ઝોનની બહાર.., કદાચ કાંઈ પકડાય તો તપાસનો રેલો ઝોન સુધી તેમના તરફ પહોંચે જ નહી..અને તપાસ કર્તા તો કસ્ટમના જ હોય છે.., એટલે તેમને પણ ફોડી લેવામાં આવતા હોવાનો છે વર્તારો…! : છે..ને..કહી પે નીગાહે..કહી પે નિશાના..વાળી..!

થોડા સમય પહેલા ઝોન બહારથી ગાંધીધામ સંકુલમાંથી બોન્ડેડ દારૂનો પણ તગડો જથ્થો પકડાયો હતો, તે પણ આવી જ રીતે ઝોનના દોરીસંચારથી જ બહાર પગ ન હોતો કરી ગયો ને? : જાણકારોનો ઈશારો

૧૦૦ વાતની એક વાત : ટીસ્યુ પેપર જ આયાત કરાયા, સંકાસ્પદ અથવા તો પ્રતિબંધિત કોઈ વસ્તુ પડાણા પાસેના સીએફએસમાં આવી જ ન હોવાનું ડંકાની ચોટ પર એજન્સીઓ ખોખારા ખાઈને કહી રહી છે તો એસઆઈઆઈબી ની ટુકડીએ પંદર કલાકથી વધુના આ સીએફએસમાં મેઘા ઓપરેશન હાથ ધર્યા બાદ જે તે કન્સાઈનમેન્ટ કેમ કરી દીધું સીલ ?

ગાંધીધામ : વિદેશી પ્રતિબંધિત સિગારેટના સ્મગર્લસ ફરી કચ્છમાં મેદાનમાં આવી રહ્યા હોય તેવો ગંભીર ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે. ટિશ્યુ પેપર ડીકલેર કરી અને તેની આડમાં પ્રતિબંધિત એવી વિદેશી સિગારેટ ઘુસાડવાની બાતમી કંડલા કસ્ટમ વિભાગને મળતા ગત રોજ મોડી સાંજથી ગાંધીધામ-ભચાઉ હાઈવે પર પડાણા પાસે આવેલા સીએફએસમાં તપાસનો ધમધમાટ મોટા ઉપાડે શરૂ કરવામા આવ્યો હતો પરંતુ આજે સવાર સુધીમાં આ તપાસ સિગારેટ સ્મગલીંગમાંથી હવે રાબેતામુજબ જે ગુડઝ ડીકલેર કરેલ છે તે જ આવ્યો હોવાની સ્થિતીમાં આવી જવા પામ્યુ હોવાની ગંધ આવતા આખાય પ્રકરણનો સંકલો થવા પામી રહ્યો હોય અને તપાસનીશ ટુકડી પણ જાણે કે, કુલડીમાં ગોળ જ ભાંગી રહી હોય તેવી આશંકાઓ સબંધિત વર્ગમાથી સામે આવવા પામી રહી છે.આ મામલે મળતી વધુ માહીતી અનુસાર દુબઈથી ટિશ્યુ પેપરની આડમાં પૂૃર્વ કચ્છમાં કાર્યરત બની ગયેલી કસ્ટમના અમુક પલળેલા અધિકારીઓ અને ભેજાબાજોની સિન્ડીકેટ દ્વારા વિદેશી સિગારેટની ખેપ સતત મંગાવવામા આવી રહી હતી. અત્યાર સુધીમાં ત્રણથી વધુ ખેપ તો આ જ રીતે ઘુસાડી દેવાઈ છે ચોથી વખત હાલનુ કન્ટેઈનર પકડાઈ જવા પામ્યુ હતુ પરંતુ તેમાં પણ ભ્રષ્ટ ભેજાબાજ સિન્ડીકેટ દ્વારા સંકેલો કરી લેવાયો હોય તેમ હાલતુરંત લાગી રહ્યુ છે.આ અંગે કંડલા કસ્ટમ વિભાગના તપાસનીશ અને આસીટન્ટ કમિશ્નર કક્ષાના અધિકારીની સાથે ટેલીફોનીક વાતચીત કરવામા આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, હાલતુરંત તમામ પ્રકારની તપાસ ચાલી રહી છે પરંતુ શંકાસ્પદ અથવા તો પ્રતિબંધિત કંઈ જ આ કન્સાઈનમેન્ટમાથી મળી આવવા પામ્યુ નથી. જે વસ્તુઓ ડીકલેર કરાઈ હતી તે જ આવેલી હોવાનુ હાલતુરંત પુરવાર થવા પામી રહ્યુ છે. ડીકલેર કરાયાના વધારે પ્રમાણમાં કદાચ વસ્તુ આવી હશે તો કસ્ટમના નિયમો અનુસાર તેઓને પેનલ્ટી ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ પ્રતિબંધિત કે વાંધાજનક કંઈ જ અહીથી મળવા પામ્યુ ન હોવાનુ કસ્ટમવિભાગના સત્તાવાર સાધનો દ્વારા જણાવાયુ હતુ.તો બીજીતરફ આ મુજબનો માહોલ અહી બનતો હોવાથી જાણકારો કહી રહ્યા છે કે, કયાંક ને કયાંક આખાય પ્રકરણમાં કુલડીમાં ગોળ ભંગાઈ જવા પામી ગયો હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે, કસ્ટમના જ ભ્રષ્ટ અને પલળેલા અધિકારીના સાળાની સંડોવણી પણ અહી સામે આવવા પામી રહી છે અને પરોક્ષ રીતે જે-તે અધિકારીની જ લાઈનદોરીથી આવા કારસ્તાનોને અહી અંજામ અપાઈ રહ્યો હોવાનુ પણ મનાય છે. કાગળાની માટી કાગળો ન ખાય તેવા તાલે સિગારેટ દાણચોરીની તપાસનો રેલો કસ્ટમના જ ભ્રષ્ટ અને ફાટીને ફુલેકે ગયેલા અધિકારી સુધી લંબાતો હોવાથી વાત રફેદફે કરવાની સ્થિતીએ લાવી દેવાઈ હોવાનુ ચર્ચાવવા પામી રહયુ છે.
જો કે, આ બાબતે બીજીતરફ આ બાબતે કસ્ટમના અધિકારી શ્રી અજીતને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ ચાલી રહી હશે પણ કાસેઝ ઝોનમાં કંઈ જ તેને લાગતુ વળગતુ નથી. દિનેશ યાદવ મારા સબંધી છે પણ તેઓને આયનિયમ ટ્રેડીંગ કંપની અથવા તો લક્ષ્મી ઈમ્પેક્ષમાં તેમને કાંઈ જ લેવા દેવા ન હોવાનુ જણાવ્યુ હતું. અને આવા કોઈ પણ કામમાં શ્રી અજીત કોઈને પણ પ્રોત્સાહન આપતા જ ન હોવાનુ આ તબક્કે ટેલીફોનિક વાતચીતમાં કહ્યું હતું.

– તો કાસેઝમાં લક્ષ્મી નામની કંપની સુધી ફંટાય રેલો

કસ્ટમ અધિકારીના સબંધિતને બોન્ડના લાયસન્સની લ્હાણી કે પછી બધુ જ ખોટુ કરવાનો અપાઈ ગયો પરવાનો? : જાણકારોનો સવાલ : નરેન્દ્રની દુબઈના નામની કંપની જ અહીં ધમધમતી હોવાની છે ચકચાર

ગાંધીધામ : કસ્ટમવિભાગ દ્વારા ગત રાત્રીથી જ સિગારેટ દાણચોરીની આશંકાના પગલે જયા તપાસ ચલાવાઈ રહી છે તેને લઈને અનેક ભેદભરમો સામે આવવા પામી રહ્યા છે ત્યારે જાણકારો કહે છે કે, પડદો પાડી દેવાના બદલે જો આ કેસમા કડક તપાસ હાથ ધરવામા આવશે તો કાસેઝમાં આવેલી લક્ષ્મી નામની કંપની સુધી પણ રેલો ફંટાઈ શકે છે. કહેવાય છે કે કસ્ટમના ભ્રષ્ટ બાબુ અજીતના સાળા દિનેશના નામે ઝોનમાં વેરહાઉસ-બોન્ડેડ લાયસન્સ પણ મંજુર કરી દેવામા આવ્યુ છે. સાઉથની લક્ષ્મી નામની કંપની છે જેનુ લાયસન્સ એકાદ-બે માસ પહેલા જ ટ્રાન્સફર થયુ હોવાની પણ ચર્ચા થવા પામી રહી છે.

  • મંગાવનારનો આ રહ્યો એકસ-રે..!

કસ્ટમ અધિકારીના દોરીસંચારથી સાળા બીટુનું કારસ્તાન..!

કસ્ટમના ભ્રષ્ટબાબુ અજીતના સાળા બીટ્ટુ અને કસ્ટમના જ ભ્રષ્ટ અનિલની સાંઠગાઠથી જ આખુય ષડયંત્ર ગોઠવાયુ હોવાની છે ચકચાર

ગાંધીધામ : કસ્ટમવિભાગ દ્વારા જે તપાસ ચલાવાઈ રહી છે તે ટિશ્યુ પેપરના નામે કથિત રીતે સિગારેટ ઘુસાડી દેવાઈ હોવાની ચકચાર ઉઠી છે. કસ્ટમ મીસડીકલેરેશનથી અંતર બનાવી રહી છે પરંતુ આ માલ મંગાવનારના નામ-ઠામ સહિતનો એકસ-રે અહી મોજુદ છે. જામનગરના આયનિયમ ટ્રેડીગ કંપની દ્વારા મગાવવામાં આવ્યા છે. આ કંપની નરેન્દ્રના નામે રજીસ્ટર્ડ હોવાનુ પણ મનાય છે. જો કે, બીજીતરફ જાણકારો એમ કહે છે કે, અંદરખાને આ કંપનીને કસ્ટમના એક અધિકારી કે જેઓ છેલ્લા પંદરેક વર્ષથી અહીજ સેવારત છે તેમના દોરીસંચાર સાથે તેઓના સાળાનુ આખુય કારસ્તાન હોવાનું મનાય છે.

હવે લાલચંદન તસ્કરીના કુખ્યાત દાણચોરોનો સિગારેટ સ્મગલીંગમાં હથકંડો

ગાંધીધામ : કચ્છના બંદરો પર લાલચંદન અને સીગારેટ દાણચોરીની ખુલ્લીને થતા ગેરકાયદેસર હેરફેર પાછલા પાંચેક વર્ષથી ઠપ્પ સમાન જ થઈ જવા પામી છે. પરંતુ હવે ફરીથી સિગારેટની ટોળકી પડમાં આવી રહી હોય તેમ ગઈકાલથી અહી ચાલી રહેલી તપાસ પરથી લાગી રહ્યુ છે. જાણકારો કહી રહ્યા છે કે, કસ્ટમતંત્રએ તો તપાસમાં પાણીમાથી પોરા જ ખાલી કાઢયા અને કેસ રફેદફે કરી દેવાની તૈયારીઓ ચાલી રહી છે પણ સિગારેટની જે ટોળકી હાલમાં તપાસના સ્કેનરમા આવી છે તે કોઈ નાની સુની નથી. અગાઉ લાલચંદનના કુખ્યાત તસ્કરો તરીકે પણ આ ટોળકીના શખ્સો પંકાયેલા મનાઈ રહ્યું છે.