કંડલામાં પાઈપલાઈન તેલચોરો-બુટલેગરો-અનાજતસ્કરો વિદેશી કોલસા માફીયા બેફામઃ ખાખી સરેઆમ નાકામ..!

  • સજજન-સારા પીઆઈશ્રી છે કે, જેમને કંઈ ખબર જ નથી..!

કંડલા પોલીસની નાકામયાબીથી ગુન્હાહીત તત્વોને મળે છે મોકળુ મેદાન તો વેપારીઓ કંડલાથી મોઢું ફેરવવા બનાવી રહ્યા છે મન

મોટાપાયે ચોરી-તસ્કરીને છુટોદાર અપાયેલ હોવાથી વેપારીઓને થઈ રહ્યુ છે..અધધ..નુકસાન : પાઈપલાઈન તેલચોરી હોય કે વિદેશી કોલસા યા તો પછી અનાજની ગાડીઓની લુંટ, આ બધુ જ કામ ગણતરીના સમયમાં ન થઈ શકે, એક માણસનુ કામ નથી, ઘણા માણસો હોય, વાહનોનો ધમધમાટ હોય છતા સ્થાનિક પોલીસને તેની ગંધ શુદ્ધા પણ ન આવે તેવુ બને ખરૂ..? ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓ મહેરબાન છે ત્યારે જ કંડલામાં ધંધાર્થીઓ પહેલવાન બન્યા હોવાનો છે વર્તારો

પૂર્વ કચ્છ પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ જાગે, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડતા અટકાવે, વેપારી-ધંધા રોજગારને કંડલાથી મોઢું ફેરવતા બચાવે

ચોરાઉ ચીજવસ્તુઓ ભંગારના વાડામાં બેખોફીથી રખાય છે, છતાં કંડલા પોલીસ છે કે, તેમને આવી કોઈ જ બાબતની ખબર શુદ્ધા નથી : પેરાજ જેવા ભંગારના વાડાવાળાઓ તો ખુલ્લેઆમ કહે છે કે, ઉપરથી નીચે સુધી બધાયને હપ્તા દઉં છું, પી.આઈની મહેરબાની છે

કોલસા ભરેલી ગાડીઓ ચોરો ચોરી જાય તેવામાં તપાસમાં ન જવું, વેપારીઓની કફોડી થતી સ્થિતિ અંગે ચિંતા ન કરવાની વૃતી શંકા પ્રેરક : શું પોર્ટને બંધ કરાવવા ઈચ્છો છો ? વેપારીઓ કેટલી નુકશાની ખમશે ? : કંડલા પોર્ટથી વેપારીઓ હવે મોઢું ફેરવી લે તે દીવસો દુર નથી !

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા કંડલા પોર્ટમાં દેશ-વિદેશથી અનેકવિધ કિમંતી વસ્તુઓની આયાત-નિકાસ કરવામા આવે છે જે બાદમાં વાહનો મારફતે દેશના અન્ય વિસ્તારોમાં પરીવહન કરવામા આવે છે. પરંતુ હવે આ આયાત-નિકાસ થતી વસ્તુઓમાંથી અડધોઅડધ ઘટી જાય તો નવી નવાઈ નહી કહેવાય. કારણ કે, કંડલા પોલીસ મથકની હદમાં આવી આયાત-નીકાસ થતી ચીજવસ્તુઓ પર બેરોકટોક મોટા પ્રમાણમાં ચોર-તસ્કર ટોળકી સક્રીય થઈ જવા પામી છે. અહી પાઈપલાઈનમાથી તેલચોરી થાય, વિદેશથી આયાત કરાતો કોલસો સગેવગે કરી દેવાય, સોયા જેવા જથ્થાઓની ચોરી થઈ જાય, અનાજની અનેકવસ્તુઓની ઘુણીઓ ગાડીમાથી જ ચોરટોળકી સેરવી લે, છતા તેમનો કોઈ જ વાળ વાંકો ન કરે. એટલે બીજા શબ્દો કહી શકાય કે, અહી તમામ પ્રકારના ધંધાઓ ફુલસ્વીંગમાં છે પરંતુ પીઆઈશ્રી સારા-સજજન છે કે, જેઓને આવા કોઈ જ ધંધા બાબતેની કંઈ જ ખબર શુદ્ધા પણ નથી.કંડલા પોલીસની નાકામયાબીથી ગુન્હાહીત તત્વોને મળે છે મોકળુ મેદાન તો વેપારીઓ કંડલાથી મોઢું ફેરવવાનુ મન બનાવી રહ્યા હોવાનો વર્તારો ઉભો થવા પામ્યો છે. અને વેપારીઓ-ઉદ્યોગપતિઓ અહીથી અન્યત્ર ડાયવર્ટ થાય પણ કેમ નહી? હાલતે ચાલતે તેમના માલ-સામાનની ખુલ્લેઆમ લુટ-ચોરી-ચપાટીઓ થાય, આયોજનબદ્ધ ષડયંત્રના ભાગરૂપે જ આ માલ પર તરાપ મારી દેવામાં આવે તો આટઆટલી નુકસાની વેપારીઓ ભરપાઈ કરશે કયાથી? આટલુ બધુ મોટુ નુકસાન તેઓને પોષાય જ કેમ?પાઈપલાઈન તેલચોરી હોય કે પછી કોલસાની ગાડીઓમાં તસ્કરી કરવાની વાત જ કેમ ન હોય અથવા તો પછી અનાજની જ અન્ય ગાડીઓ પર પણ ચોરી કરી લેવાની ઘટનાઓ શુ કામ ન હોય..! આ તમામ મોટાપાયે ચોરી-તસ્કરીને છુટોદાર અપાયેલ હોવાથી વેપારીઓને અધધ..નુકસાન થવા પામી રહ્યુ છે. બીજીતરફ અહી પોલીસતંત્રને લઈને જે સવાલો ખડા થવા પામી રહ્યા છે તે અનુસાર પાઈપલાઈન તેલચોરી હોય કે વિદેશી કોલસા યા તો પછી અનાજની ગાડીઓની લુંટ, આ બધુ જ કામ ગણતરીના સમયમાં ન થઈ શકે, એક માણસનુ કામ નથી, ઘણા માણસો હોય, વાહનોનો ધમધમાટ હોય છતા સ્થાનિક પોલીસને તેની ગંધ શુદ્ધા પણ ન આવે તેવુ બને ખરૂ..? ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓ મહેરબાન છે ત્યારે જ કંડલામાં ધંધાર્થીઓ પહેલવારન બન્યા હોવાનો વર્તારો દેખાય છે.
કારણ કે, પાઈપલાઈન તેલચોરી કરનારી ગેગ છે તે મોટી સંખ્યામાં કેરબાઓ લઈને આવે, પાઈપલાઈનમાં મસમોટુ ભંગાણ પાડે, તેમાં કલેઈમ્પ લગાવી દે, અને અહીથી વાહનોમાં ચોરાઉ તેલનો જથ્થો વાહનોમાં ભરી ભરીને લઈ જાય છતા પોલીસ અંધારામાં હોય તેવુ બને ખરૂ? એ જ સોયા હોય કે અનાજની ઘુણીઓ વાહનોમાથી ચોરી કરનારી ગેગ કેમ ન હોય..! આ તમામ ફાટીને ફુલેકે ચડયા પાછળ ભ્રષ્ટ અને પલળેલા ખાખીધારીઓનો જ દોરી સંચાર હોય શકે તેમા બે મત નથી. કંડલામાં ચોરાઉ ચીજવસ્તુઓ ભંગારના વાડામાં બેખોફીથી રખાય છે, છતાં કંડલા પોલીસ છે કે, તેમને આવી કોઈ જ બાબતની ખબર શુદ્ધા નથી પેરાજ જેવા ભંગારના વાડાવાળાઓ તો ખુલ્લેઆમ કહે છે કે, ઉપરથી નીચે સુધી બધાયને હપ્તા દઉં છુ, મારૂ પોલીસ શુ બગાડી લેશે..?પૂર્વ કચ્છ પોલીસબેડાના ઉચ્ચ અધિકારીઓ જાગે, કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડતા અટકાવે, વેપારી-ધંધા રોજગારને કંડલાથી મોઢું ફેરવતા બચાવે તે જ સમયની માંગ બની રહી છે.

હવે તો વિજિલન્સની ટુકડી જ કંડલાનું કરી શકે ભલુ.!

દારૂ-તેલચોરી-કોલસા ચોરી-પાઈપલાઈન તેલચોરી, સોયા-અનાજ સહિતની ચીજવસ્તુઓની ચોરીઓ ખુલ્લેઆમ છતા સ્થાનિક પોલીસ અજાણ, ઉપરવાળાઓના નામે અપાઈ જાય છે ખો : આવામાં વિજિલન્સે જ બોલાવવી જોઈએ રેડ

ગાંધીધામ : કંડલામાં તેલચોરી, ટેન્કરોમાથી અને પાઈપલાઈનમાં ઓઈલ-કેમીકલ ચોરી, વિદેશી કોલસા માફીયાઓ બેખોફ, દારૂના અડ્ડાઓ ધમધમી ઉઠયા, આંકડાઓ ખેલાવવાની તૈયારીઓ, સોયા અને અનાજની અન્ય ચીજવસ્તુઓ પર ઉઘાડી લુંટ-તસ્કરી ચલાવતી ગેંગો બેફામ, છતા સ્થાનિક પીઆઈશ્રી અને પોલીસતંત્ર તદન અંધારામાં જ હોય ત્યારે તો હવે વિજિલન્સની ટુકડીએ જ અહી ત્રાટકી-રેડ પાડી અને ધંધાઓ ચાલતા હોય તો તેને કેમ અટકાવાય તેનો શબક સ્થાનિક પલળેલા ખાખીધારીઓને નાક કાપીને આપવો પડશે તેમ જાણકારો માની રહ્યા છે.

કંડલામાં પઠાણ ટોકિઝ પાસે દારૂના અડ્ડા બેફામ :કોની રહેમનજર-છત્રછાયા?ઃ સાંગુડીઓને બખ્ખા

ગાંધીધામ : કંડલામાં ધંધાર્થીઓ ફરીથી છાકટા બની જવા પામી ગયા હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે. કહેવાય છે કે, અહી દારૂના અડ્ડાઓ પણ ધમધમી ઉઠયા છે. કંડલામા પઠાણ ટોકિજ પાસે દારૂનો મસમોટો અડ્ડો ધમધમી ઉઠયો છે. અહી દારૂપ્યાસીઓને મોજ પડી જવા પામી ગઈ હોવાનુ કહેવાય છે. કોની રહેમનજર છે? દારૂના અડ્ડાઓ ચાલે, પ્યાસીઓ-સીંગુડીઓ જુમ બરાબર ઝુમ અહી ખુલ્લેઆમ ફરતા દેખાય છતા પણ કંડલાના સજજન અને સારા પોલીસ અધિકારી છે કે તેઓને આવી કોઈ જ ખબર હોતી નથી?

કંડલામાં ધંધાઓનો મુખ્ય સુત્રધાર છે મયુર..!

તેલની ગાડીઓ, કોલસા, અનાજ, સોયા, કેમીકલ ચોરી બધા ધંધાઓનો મુખ્ય ગુન્હેગાર મયુરની સીધી દોરવણી હેઠળ જ ધમધમતા હોવાની છે ચકચાર : જાણકારોને આટઆટલી છે ખબર, પણ સજજન પીઆઈશ્રી છે કે, જેઓને કંઈ ખબર જ નથી..!

ગાંધીધામ : કંડલામાં પાછલા અમુક સમયથી ધંધાર્થીઓને મોજ પડી જવા પામી ગઈ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, અહી તેલના ટેન્કરોમાથી ચોરી, કેમીકલ-ઓઈલ તસ્કરી, પાઈપલાઈનોમાથી વાલ્વ તોડી રીતસરની મોટાપાયે ચોરી, દારૂ, સોયા અને અનાજ સહિતની જે ચોરીઓ થાય છે તેનો મુખ્ય સુત્રધાર મયુર નામનો શખ્સ બનીને બેઠો છે. મયુરની સીધી દોરવણી સાથે આ ધંધાઓ અહી બેરોકટોક ચાલી રહ્યા છે. આટઆટલા ધંધાઓ કંડલામાં બરાબરના ફુલસ્વીંગમા ચાલતા હોય અને ખાખીને તેની ખબર શુદ્ધા પણ ન હોય તેવુ બને ખરૂ..? આવા સવાલો પણ હવે જાણકારવર્ગ ઉઠાવી રહ્યો છે.

ધંધાઓની મંંજુરી ઉપરવાળા આપે છે,તેમ પીઆઈશ્રી કહે છે, તો એ ઉપરવાળા કોણ?

ગાંધીધામઃ કંંડલામાં ધંધાઓની છુટ ઉપરવાળા આપી રહ્યા છે, સ્થાનિક કક્ષાએથી અપાતી જ નથી તેવુ પીઆઈ જણાવી રહ્યા છે. તો અહી સવાલ એ થાય છે કે કંડલામાં આ રીતે ધંધાઓની છુટ આપી દેનારા ઉપરવાળાઓ છે કોણ? આટઆટલા ધંધાઓની સાથે જ હવે આંંકડાની પણ કંડલામાં છુટ અપાઈ ગઈ હોવાનુ કહેવાય છે અને ટુંકમા જ અહી આંકડાનો ધંધો પણ ધમધમી ઉઠે તો નવી નવાઈ નહી.

કીડાણા-વીરા-દેવડીયા આજુબાજુના અમુક તત્વો કંડલામા કરે છે સોયાચોરી : પીઆઈશ્રી છે બેખબર!

ગાંધીધામ : કંડલામાં ધધાર્થીઓ બેરોકટોક કાયદો વ્યવસ્થાને હાથમાં લેતા હોય તેમ ધંધાઓ ધમધમાવી રહ્યા છે. કંડલાના કુખ્યાત ગુન્હેગારો તો મેદાનમાં જ છે હવે અન્યત્રથી પણ અહી ચોરી-તસ્કરી કરવા ઉતરી પડયા છે. સોયાની ચોરી માટે કહેવાય છે કે, દેવડીયા, વિરા, કીડાણા આજુબાજુના અમુક તત્વો ચોરી કરી રહ્યા છે. તેમ છતા પીઆઈને ખબર જ નથી.