કંડલામાં કોલસાના ધંધાર્થીઓ પર જીટીટીએનો અધમ

  • દશરથની દાદાગીરી હદ વટાવે છે…ઃ એસો.ની ચૂપકીદી શંકાના દાયરામા

જીટીટીએ સંગઠન એકલ-દોકલ તત્વોની દાદાગીરીને કેમ ડામતું નથી ?દશરથ જેવા લુખ્ખાઓ થકી બધાને ભોગવવાનો આવે છે વારો…!

લાખોના કોલસા માફીયાઓ થકી બધા શા માટે વહોરે બદનામી ? પોલીસને આપવો જોઈએ સહકાર : સંગઠન/ટ્રાન્સપોર્ટસ/કોલસા ટ્રેડર્સ પોલીસને સામે થી કેમ નથી આપતી માહીતી !

વિદેશી કોલસામા હલ્કી ગુણવત્તાનો જથ્થો મિક્ષ કરી ભેળસેળનો ચાલે છે ધીકતો ધંધો : જીટીટીએના હોદેદારો અંધારામાં કે પછી સતત કરી રહ્યા છે આંખમિચામણાં..!

જીટીટીએના કારોબારી સભ્ય ૧ પછી એક કોલસાની મિક્ષીંગમા બને છે ચકચારી : એસો.ટ્રાન્સપોર્ટ-કોલસાના કારોબારી સામે ફોજદારી નોધાવવાના બદલે પ્રકરણો પર કેમ કરે છે ઢાંકપીછોડો? મિક્ષીંગમાં ચકચારી બનેલા ટ્રાન્સપોર્ટસને બ્લેકલીસ્ટ જાહેર કરવામાં સંગઠનને કોની લાજનો નડે છે ઘુમટો.!

ગાંધીધામ : તુણાબંદરે-કંડલામાં વિદેશથી આવતા કોલસાને પરિવહનમાં મિક્ષીંગ-હેરફેરની ફરીયાદ પાછલા અમુક સમયથી આ વિસ્તારમાં સતત ઉભી થવા પામી રહી છે. એક પછી એક કચ્છ બહાર જતા કોલસાના જથ્થામા મિક્ષીગના કિસ્સાઓ ખુલી રહ્યા છે અને તેમા જીટીટીએ સંગઠનના જ કારોબારી સભ્યો, ટ્રાન્સપોર્ટસ એક પછી એક ચકચારી રહી રહ્યા છે છતા કોલસાના ધંધાર્થીઓના હિતમાં નિર્ણય લેવાના બદલે સંગઠન ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો જ તાલ કરી રહ્યા હોવાનો પણ ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે.કંડલામાં કોલસાના સાચા અને પ્રમાણિક ધંધાર્થીઓની મદદ અને વહારે આવવાના બદલે મિક્ષીંગ કરી રહેલા અમુક ટ્રાન્સપોર્ટસના બચાવની ભૂમિકામા અહીનુ સંગઠન આવી રહ્યુ હોવાનો બળાપો અને રોષ વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટસને બચાવે તેમા તો વાંધો નથી પણ સામે સાચા ધંધાર્થીઓની સામે ધાકધમકીઓ અને શામદામ દંડ ભેદની નીતી રીતીઓ પણ અજમાવાઈ રહી છે અને રીતસરનો જ અધમ અને આતંક જ પ્રવર્તી રહ્યો હોવાની રાવ હવે સામે આવાવ પામી રહી છે. અહીથી ઉચ્ચગુણવત્તાનો વિદેશી કોલસો નીકળે અને રસ્તામાં તેમા હલ્કી ગુણવત્તાનો મિક્ષ કરી દેવામા આવતો હોવાની પ્રેકટીશ લાંબા સમયથી ચાલી રહી છે. જીટીટીએ અજાણ હોય તેવુ માની શકકાય પણ જયારે તેઓના જકારોબારી સભ્યો જ એક પછી એક જયારે આવા ધંધાઓમા ચકચારી બની રહ્યા છે ત્યારે પણ એસો. આગળ નથી આવતુ? ફરીયાદ નથી નોધાવતુ? ટ્રાન્સપોર્ટરને બ્લેકલીસ્ટ નથી કરતુ? તે સહિતના મામલે ભારે સવાલો ઉઠી રહ્યા છે.

  • દશરથ કેમ કરે છે કોલસાચોરોની દલાલી ?

એસો.કો સમજ કે કયા રખા હે તુને..!(અશ્લીદ શબ્દ)સમજ રખ્ખા હે કયા ?

દશરથ એક તટસ્થ અને પ્રમાણિક કોલસાના વેપારીને ધાક ધમકી કરી ગાળાગાળી કરીને ધંધો બંધ કરાવી દેવા સુધીની ચીમકી ઉચ્ચારતો ઓડીયો કલીપ થઈ વાયરલ : આ કલીપના આધારે એસો. દશરથની સામે કેમ નથી કરતુ લાલઆંખ : સંગઠનના બની બેઠેલા કયા તત્વો દશરથને દુધ પાઈ પાઈને ઉછેરી રહ્યા છે..?

ગાડી ખાલી કર, સમજુતી માટે એસો. મા આવ, સાત દીવસથી સમજુતી માટે એસો. કહે છે,કેમ આવતો નથી : દશરથ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો કરી રહ્યો છે તાલ

ગાંધીધામ : કોલસા ચોરો ફાટીને ફુલેકે ચડી ગયા છે, કચ્છના લાકડીયા હાઈવે, સાંતલુપર અને સાંચોરમા આ પ્રકારના મીક્ષીંગના મોટા મોટા વાડાઓ ધમધમી ઉઠયા છે. સૌ કોઈ આ બાબતે જાણકાર છે છતા પણ અહી કાર્યરત સંગઠન સુસ્ત જ રહ્યુ હોવાની તેમની ભૂમિકા અહી શંકાના દાયરામાં આવી ગયુ છે. હાલમા પણ દશરથ દ્વારા એક ટ્રાન્સપોર્ટરને ધમધમાવવામાુ આવ્યો અને તેની સાથે ગાળાગાળી કરીને રીતસરની ધમકીઓ આપી હોવાની ઓડીયો કલીપ પણ વાયરલ થવા પામી ગઈ છે. અને તેના પરથી જ આ દશરથ એસો.ના જ પરોક્ષ પીઠબળથી કેટલો વકરી ગયો છે અને અહીના આખાય કોલસાના ધંધાને ટ્રેડને કેટકેટલુ નુકસાન કરી રહ્યો છે તેનો વર્તારો પણ આવી ગયો છે. નોધનીય છે કે, એક સપ્લાયે કોલસાની એક ગાડી ગુજરાત બહાર મોકલાવી હતી. જેમા ટ્રાન્સપોર્ટર મુકેશ હતો. આ મુકેશે મોકલેલી ગાડીમા કોલસો અડધોઅડધ મિક્ષીગ નીકળતા સામેની પાર્ટીએ માલ સ્વીકારવાની ના પાડી દીધી અને બસ દશરથનો ખેલ ચાલુ થઈ ગયો. દશરથે ફોન કરી અને પાર્ટીને રીતસરની ગાળાગાળી જ કરી દીધી. એસો.તે સમજયુ શુ છે? તને એસો. સાત સાત દીવસથી બોલાવે છે કેમ આવતો નથી, ગાડી ખાલી કરે, પૈસા છુટા કર, ભાડા અપાવી દે, એસો.સમજુતી કરશે અને ત્યા જ મુદાની પતાવટ કરવામા આવશે આવી ખુલ્લી ધમકી દશરથ આપતો આ ઓડીયા કલીપમા સંભળાય છે. એટલુ જ નહી પણ પાર્ટીનો મસાલો કાઢો, તેને તો હવે હુ પુરો કરીને જ છોડીશે તેવી પણ ધમધી દશરથે આપી દીધી..? એસો. કેમ ચુપ છે? આ દશરથ છે કોણ? અમુક ટ્રાન્સપોર્ટસ અને દશરથ જેવા થકી આખાય સંગઠન અને ટ્રેડનેપણ શંકાના દાયરામાં આવવાની નોબત આવી રહી છે, ત્યારે સંગઠન કેમ આ બાબતે ગંભીરતાથી વિચાર નથી કરતુ?

એક તો ચોરી ઉપર સે શિનાજોરી કરનાર અને

ફાટીને ફુલેકે ચડેલ દશરથ સામે નામજોગ એફઆઈઆર કરો દાખલ

ગાંધીધામ : કોલસાના ધંધામા હાલના સમયે કંડલા સંકુલમાં દશરથ નામનો ભાડુઆતી ટટુ ફાટીને ફુલેકે ચડી ગયો હોવાનુ મનાય છે. કહેવાય છે કે, એક તો ચોરી ઉપર સે શિનાજોરીનો પણ તાલ કરવામા આવી રહ્યો છે. કોલસાની મોટાપાયે મિક્ષીગ કરવામા આવે છે જેનાથી સાચા વેપારીઓને મોટુ નુકસાન થઈ રહ્યુ છે તેવામાં દશરથ નામનો શખ્સ ફાટીને ફુલેકે ચઢયો છે. જયા સુધી તેની દાદાગીરી સામે નામજોગ ફોજદારી ફરીયાદ નહી થાય, તેને કડક અને તટસ્થ પોલીસ ધોક્કા નહી ફટકારે ત્યા સુધી કોલસાના સાચા ધંધાર્થીઓને રાહત નહી થાય તેવુ જાણકારો માની રહ્યા છે.