કંડલામાં આરોગ્ય સેવા માંદગીના બિછાને

પૂર્વ સાંસદ સદસ્યા પુનમબેન વેલજી જાટ દ્વારા સેવા સુધારવા કરાઈ રજુઆત

ગાંધીધામ : કંડલા નગરની વિવિધ સમસ્યાઓના સમાધાન અંગે નવા કંડલા સુન્ની મુસ્લિમ જમાતના ઉપ પ્રમુખ સુલેમાન મુશા પરીથે તા.ર૩-૦ર-૧૮ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને પત્ર લખી જે અન્વયે રજુઆત સંદર્ભે પુનમબેન જાટને જાણકારી મળ્યાબાદ સ્થાનીક કક્ષાએ તપાસ કરતા જાણવા મળ્યું કે કંડલા શહેરમાં શૌચાલયની હાલત બહુજ દયની છે. તેમા દરવાજા તુટેલી હાલતમાં છે અમુક શૌચાલયમાં બીલકુલ દરવાજા નથી તેમજ કોઈ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી જેથી અહીંના ગરીબ માણસો શૌચાલયનો ઉપયોગ કરવાને બદલે ખુલ્લામાં શૌચ કરવા મજબુર બન્યા છે વળી શૌચાલય સાથે જોડાયેલી ગટર લાઈનો બીલકુલ ટુટેલી હાલતમાં છે જેને લીધે ગટરનું પાણી રોડ સ્તા તેમજ ખુલ્લી જગ્યામાં ઉભરાયેલ પડેલ છે જેને કારણે અહીંયા બીમારીઓ થવાનું પુરી પુરી શકયતાઓ છે.વળી આરોગ્ય સુવિધા સંદર્ભે જાણવા મળ્યુ કે ગરીબ માણસો માટે કંડંલા નગરમાં આરોગ્ય સુવિધા બીલકુલ શુન્યવત છે.દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સંચાલીત કંડલા હોસ્પિટલમાં માત્ર દીન દયાળ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ માટે મર્યાદીત સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં ગરીબોને કોઈ પણ જાતની આરોગ્ય સુવિધાઓ આપવામાં આવતીન થી જે નીશ્ચિત હકીકત છે સ્થાનીક લોકો બીમાર પડે તો કંડલાથી ૧૮ કી.મી.દુર આવેલ રામબાગ સરકારી હોસ્પિટલમાં લાંબા થવું પડે છે તથા પ રેલ્વે ફાટક પ્રસાર કરવા પડે છે જે એક અસહ્ય મુશ્કેલ છે એક વાત સાચી છે કે એક વર્ષ અગાઉ પોર્ટ પ્રશાસન દ્વારા સ્થાનીક રહેવાશીઓ માટે અઠવાડીયામાં બે દિવસ આરોગ્ય સુવીધા મફતમાં મળે એવી જાહેરાત પરીવહન તેમજ શીપીંગ મંત્રી નીતીન ગડકરીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાતનો આજ દિવસ સુધી અમલ કરવામાં આવ્યો નથી અને જાહેરાત પોકળ સાબીત થઈ છે તેમજ જાહેરાત માત્ર કાગળ ઉપરજ રહી છે વળી હું માછીમાર રહેણાક વિસ્તારમાં રૂપબરૂમાં મુલાકાત લેતા જાણવા મળ્યું કે માછીમારી નો ધંધો કરી રહેલા સાગર ખેડુતોએ પીવાનું સ્વચ્છ પાણી તથા રસ્તાઓ જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આ વિસ્તારના સાગર ખેડુતોને સરકારની કોઈપણ યોજના લાભ મળતો નથી જે એક અફસોસ જનક વાત છે. એટલુંજ નહીં શ્રીમતી જાટ સ્થાનિક રહેવાસીઓને રૂબરૂમાં મળ્યા ત્યારે જાણવા મળ્યું કે કંડલા શહેરમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ છે જેમાં રોજગારની અપાર તકો હોવા છતાં યોગ્યતા ધરાવતા કારીગરોને સ્થાનીકમાં રોજગાર મળતો નથી જે એક સાચી હકીકત છે.શ્રમતી જાટે જણાવ્યુ હતુ કે, તમામ સુવિધા આપવાનું કાર્ય દિનદયાળ પોર્ટ ટ્રસ્ટનું છે કેમ કે અહીં કોઈ ગ્રામ પંચાયત કે નગરપાલીકા આવેલ નથી જેમાં દીનદયાળ પોર્ટ આ સુવિધાઓ આપવામાં ઉણું ઉતરયું છે તથા નિષ્ફળ નીવડયું છે આ સમસ્યાઓ સમાધાન માટે દીન દયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસકોને કડક આદેશ આપવામાં આવે. આ સમસ્યાઓનુ યોગ્ય નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની રજુઆત પુનમબેન વેલજીભાઈ જાટ, પુર્વ સાંસદ સદસ્યા, કચ્છ ભુજ દ્વારા કરવામા આવી છે.