કંડલામાં અઠંગ તેલચોરોનો ફરી આતંક : ૧પ દિવસથી રોજના ૧ ટેન્કર તેલચોરી સામે પોલીસે સમ ખાવા પુરતી નોંધી ફરિયાદ

કહીં પે નિગાહે..કહીં પે નિશાનાનો થયો તાલ : તેલચોરોનો મુખ્ય પાઈપલાઈન તેલચોરીનો પેાઈન્ટ કસ્ટમહાઉસ પાછળ હોવાની છે ચકચાર જયારે પોલીસ વોચ રાખે છે અન્ય કોઈ ઠામ-ઠેકાણે? આમા શુ સમજવુ? પોલીસ કહે છે વોચમાં જ હતા, તો પછી તેલચોરો અને ચોરાઉ સીપીઓ-તેલ ભરેલ ટેન્કર પણ કેમ ન આવ્યું હાથમાં ? : તેલચોરીની ફરીયાદ આવકારદાયક પણ અણીયાણા અનેક સવાલો પણ થઈ રહ્યા છે ઉભા?

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં તેલચોર તત્વો સમયાંતરે પોતાના મનસુબાઓ પાર પાડતા દેખાઈ જ આવતા રહે છે. તેલચોરી અને તે પણ પાઈપલાઈનમાં કાણું પાડીને કરવામાં આવતી તેલચોરી એ આયોજનબદ્ધ ષડયંત્રનો જ ભાગ કહી શકાય તેમ છે. આ પ્રકારની તેલચોરી એ ગણતરીની મિનિટોમાં પાર પાડવામા આવતુ કામ નથી એટલે સબંધિત ખાખીધારીઓ અજાણ હોય અને તેલચોરીને અંજામ અપાઈ જાય તે વાત પણ માની લેવી અસંભવ જ બની જાય છે.

હાલમાં ફરીથી કંડલામાં પાઈપલાઈન તેલચોરોએ માથુ ઉચકયુ હોય તેમ કાણુ પાડીને તેલચોરીનો પ્રયાસ કરાયો હોવાની સત્તાવાર ફરીયાદ સામે આવવા પામી રહી છે. જે ફરીયાદ થવા પામી છે તે રીતની પોલીસની જાગૃતી સારી કહેવાય પરંતુ તેનાથી તો વધુ તેલચોરી થતી માત્ર થોડા સમય માટે અટકી શકે તેમ છે કારણ કે ન તો મુદામાલ પકડાયો છે કે ન તો આરોપીઓ પકડાઈ શકયા છે, માત્ર પોલીસને જાેઈને તેલચોરી નાશી છુટયાનો જ ઘટનાક્રમ સામે આવવા પામ્યો છે. તો વળી બીજીતરફ આ પ્રકારની પાઈપલાઈન તેલચોરીની ઘટનાઓની પાછળ કેટલાક ભેદભરમની સાથેના સવાલો પણ ઉભા થવા પામી રહ્યા છે.

જાણકારો દ્વારા કહેવાય છે કે, તેલચોરીની આ ઘટનામાં રોજના એકથી બે ટેન્કરો તેલચોરી કાણું પાડીને કરવામાં આવી રહ્યા હતા જેની સામે ફરીયાદ એકાદ ટેન્કર અને તે પણ નાશી છુટયા હોવાની ફરીયાદ નોધાઈ છે. પાછલા ર૦ દીવસથી આ રીતે રોજના એકાદ બે ટેન્કરની ચોરી કરવામાં આવતી હોય અને ખાખીધારી કે સબંધિત ખાખીના જવાબદારો અજાણ હોય તે કેમ બની શકે?

આવી ઘટનાઓમાં નામજાેગ ફરીયાદ લીધી છે તો હવે આરોપીની વેળાસર ધરપકડ થવી જાેઈએ, તેના કડકમા કડક રીમાન્ડ પણ લેવા જાેઈએ એટલુ માત્ર જ નહી પણ આવા તત્વોની સામે રાષ્ટ્રદ્રોહના ગુન્હા તળે જ કાર્યવાહી કરવી ઘટે તે પણ સમયનો તકાજાે બની રહ્યો છે.

તેલચોરી ભલે કરો, પરંતુ અમને જુઓ..! : ફરીયાદ તેલચોરી ડામવા કે પછી ભ્રષ્ટ ખાખીધારીઓએ હપ્તા માટે પુરાવી હાજરી?

 સંજય અને નરેન્દ્રને કંપની વાળાએ પ૦  હજાર શેના આપ્યા ? તપાસ થાય તો આ ચોરી પાછળની ભ્રષ્ટ સીંડીકેટનું રહસ્ય બહાર આવે

ગાંધીધામ : પાઈપલાઈન તેલચોરીનો જે પ્રયાસ થયો છે તેની સામે અલગ અલગ સવાલો થવા પામી રહ્યા છે ત્યારે કહેવાય છે કે, પોલીસ જાે આવા તેલચોરોની સામે વોચમાં જ હતી તો પછી કેમ તેલચોરો અથવા તો મુદામાલ પણ પકડી ન શકાયો. કયાંક એવુ તો ન હોતુ ને કે, સબંધિત ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓ તેલચોરોની પાસે હાજરી પુરાવા જ ગયા હોય. કે તેલચોરી ભલે કરો પણ અમને સાથોસાથ જુઓ.

અનવર-હાસમના તેલચોરીના નેટવર્કને તોડવા ખાખીની પ્રબળ ઈચ્છાશકિત ખુબજ અનિવાર્ય : આવા તત્વોની સામે રાષ્ટ્રદ્રોહના ગુન્હા તળે જ થવી જાેઈએ લાલઆંખ

કંડલામાં તસ્કરો તેલ ચોરીનો કારસો ઘડ્યો

ગાંધીધામ :  કંડલા સંકુલમાં અવારનવાર તેલચોરીની ઘટના બનતી હોય છે, ત્યારે ગતરોજ પણ આવો જ બનાવ બન્યો હતો. તસ્કરો કંડલામાં પાઈપલાઈનમાંથી કાણું પાડી તેલચોરી કરવાની પેરવી કરતા હતા, તે દરમ્યાન પોલીસ આવી જતા તેલચોરો ઉભી પુંછડીયે નાઠા હતા. આ અંગેની વિગતો મુજબ કંડલામાં શ્રીજી ટર્મીનલ સામે ગોકુળ કંપનીની કમ્પાઉન્ડ દિવાલ બહાર પેટ્રોલિયમ પદાર્થનું વહન કરતી પાઈપલાઈનમાં વાલ્વ બેસાડી અમુક શખ્સો ચોરી કરવાના હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી કંડલા મરીન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. જયાં બંદર પર લાંગરેલા જહાજમાંથી પાઈપલાઈન થકી પેટ્રોલીયમ પદાર્થનું પરિવહન કરવાનું ચાલુ હતું. તેલચોરો ટેન્કર નંબર જીજે.૧ર.એ.ટી.૬૯૯૧ લઈને તેલ ભરવા આવ્યા હતા. પોલીસ આવી હોવાની ગંધ આવી જતા તેલચોરો વાહન લઈને નાસ્યા હતા. પોલીસની સતર્કતાથી મોટી તેલચોરી તો બચી ગઈ પણ આરોપીઓ છૂ થઈ ગયા હતા. આ અંગે કચ્છ ઓઈલ એન્ડ શોપ ઈન્ડસ્ટ્રીઝના મામદઅલી ગુલામઅલી ખોઝાએ ચીરઈના અનવર વીરા કોરેજા, હુસેન કુંભાર અને અન્ય ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અણુબોમ્બ પર બેઠેલ કંડલા સંકુલ માટે પાઈપલાઈન તેલચોરી કહેવાય ખતરારૂપ

ગાંધીધામ :  કંડલામાં મહાકાય અનેકવિધ હેર્જાડીયસ કેમીકલના સંગ્રહ થયેલા છે. આવામાં અહીથી વહન થતી પાઈપલાઈનમાં કાણા પાડીને તેલચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યા છે અને તેમાં પોલીસ પણ નામ પુરતી ફરીયાદ કરીને કામ કરી લીધાના સંતોષનોજ ઓડકાર ખાઈ લેતા હોય તો તે સમગ્ર કંડલા સંકુલ માટે ભારે જાેખમી કહી શકાય તેમ છે. તેલચોરોની  નાંદાનીયત કયારેક આખેઆખા આ સંકુલના અસ્તિત્વને માટે ખતરારૂપ જ બની રહે તેમ છે.