કંડલાના દરિયામાં જહાજ અકસ્માતોની વણઝાર : ડીપીટી પ્રસાસન કેમ ચૂપ? ડ્રેજીંગમાં લીંપાપોત્તી!

મંગળવાર સવારે ઓટીબીમાં કાર્ગો વેશલ્સ અને કોલસાના જહાજ વચ્ચે થઈ અથડામણ : સદ ભાગ્યે મોટુ નુકસાન-જાનહાની ન થવા પામી, પણ છાશવારે દરીયામાં બનતી અકસ્માતની ઘટના કહી શકાય લાપરવાહીનો સબબઃ નાની ઘટનાઓ ગંભીરતાથી લ્યો ! ક્યારેક બે ઓઈલ કાર્ગોના જહાજ ટકરાશે ત્યારે શું કરશો ?

ડીપીટી-કંડલાની ચેનલમાં વારંવાર કેમ થાય છે જહાજો વચ્ચે ટકકર-અથડાણ? દરેક વખતે માત્ર તપાસ કરાશેના નિવેદનીયા વલણ થકી ઘટનાઓના થઈ રહ્યા છે સતત પુનરાવર્તન? હકીકતમાં ડ્રેજીંગ માત્ર કાગળ પર જ થાય છે, ડ્રેજીગના અભાવે ચેનલના થઈ રહ્યા છે આડેધડ પુરાણ, જહાજ અકસ્માતની એટલે જ વધી રહી છે દુર્ઘટના : જાણકારોની લાલબત્તી : ડ્રેજીગના કાગળ પર કામો કરી, કરોડોના ઉધારાઈ રહ્યા છે બીલો? ચકાસણી કરાય તો મોટી સિન્ડીકેટનો થાય ખુલાસો

મુન્દ્રાની પ્રજા જાગીને અદાણી પોર્ટની સામે લાલઆંખ કરતા અદાણી પોર્ટે ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાની જાહેરાત કરી તેવી જ રીતે કંડલા પોર્ટની સામે પણ પ્રજા લાલઆંખ કરે તો જ આ ચેરમેનની આંખ ઉઘડશે અને શાનમાં કઈંક સમજસે‘ સમજે તેમ લાગતું નથી…!

કોરોના આફત આખા દેશ ૫ર આવેલી છે અને તેમાં જેની જેવી શક્તિ તેવી મદદ પ્રજા કરે છે. પણ આ ચેરમેનશ્રી પોતાના કર્મચારી માટે પણ કંઈ કરી શકતા નથી. કરોડો કમાય છે છતાં

પણ પોર્ટ કર્મચારી કે આમ પ્રજા માટે તો ડીપીટી પ્રસાશને‘‘બાબાજીનું ઠુલ્લુ’’જ દેખાડ્યું છે

ગાધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા દીનદયાલ પોર્ટનો વહીવટ ખાડે જ જવા પામી રહ્યો હોવાનો વર્તારેા ફરીથી વધુ એક વખત સામે આવવા પામી રહ્યો છે. કાર્ગો હેન્ડલીંગમાં ખુદને નંબર વન પોર્ટ ગણાવી રહેલ આ બંદરમાં જહાજ અને કાર્ગોની તથા લોકોની માનવજીંદગીઓના જાન-માલની સુરક્ષાની કોઈ જ પરવા-ચિંતા-ફિકર કરવામાં આવતી જ ન હોય તેવો નધણીયાતી અવસ્થા ફરીથી વધુ એક વખત સર્જાતી જોવાઈ રહી છે.હા, આ વાત અને વિષય ગાંધીધામ-કંડલા સંકુલના પ્રબુદ્વ અને અંતરંગ વર્તુળમાથી એટલા માટે સામે આવવા પામી રહી છે કે, તાજેતરમા જ સવારે ૧૧ વાગ્યાના અરસામાં કંડલાના દરીયામાં ઓટીબી ખાતે બે મહાકાય જહાજમાં ગભીર અથડામણ-ટકકર થવા પામી ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં જામમાલને નુકસાની થવા પામી ન હોવાનુ જણાવાયુ છે પરંતુ અહી લાલબત્તીરૂપ વાત એ સામે આવી રહી છે કે, આ ઘટના કેાઈ પ્રથમ વખત નથી બનવા પામી. ડીપીટી-કંડલાના ઓટીબી ખાતે આ રીતે જહાજ વચ્ચેની ટકકરની ઘટના રૂટીન બની જવા પામી ગઈ હોય તેમ પાછલા અમુક વરસમાં અહી જહાજ ટકરાઈ રહ્યા છે. હાલમાં કોમર્શિયલ વાહનોથી સજજ જહાજ અને તેની સામે કોલસાના કાર્ગો ભરેલ જહાજ વચ્ચે ટકકર થવા પામી હતી. અહી કોમર્શીયલ વાહનવાળા કાર્ગો લોડ કરેલ જહાજની રેલીંગ તુટી છે પરંતુ હકીકતમાં આ અથડામણ ગંભીર થઈ હોત અને જહાજને વધુ નુકસાન થયા હોત તો કાર્ગો સહિત દરીયાઈ ક્ષેત્રને પણ નુકસાન થવા પામી શકે તેમ હોય છે. ઓઈલ લીકેજથી જળ પ્રદુષણનો પણ મોટો અને ગંભીર પ્રશ્ન અહી ઉભો થવા પામી શકે તેમ છે. આવી ઘટનાઓના મુળમાં જવુ ઘટે અને શા માટે ફરી ફરીને આવી ઘટનાઓ કંડલા બંદર પર બની રહી છે તે પણ ચકાસવુ જરૂરી બની જવા પામી ગયુ છે.જાણકારોની વાત આ બાબતે માનવીએ તો કંડલા ડીપીટી બંદર-પ્રસાસન દ્વારા ડ્રેજીંગના કામોની જરૂરી સમીક્ષાઓ કરવી જોઈએ. કારણ કે ડ્રેજીંગ આ બંદર પર માત્ર અને માત્ર કાગળ પર જ થવા પામી રહ્યુ છે અને તેના કરોડોના બીલો ઉધારાઈ રહ્યા છે. જો આ અંગે ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો એક મસમોટી સિન્ડીકેટનો ખુલાસો થવાની સાથે જ ડ્રેજીગ વાસ્તવિક રીતે થશે તો અહીની ચેનલનું પુરાણ થતુ અટકાવી શકાશે અને આવા અકસ્માતોને પણ નિવારી જ શકાય તેમ છે. ડીપીટી-કંડલા પોર્ટ પ્રસાસન હવે આ બાબતે વધુ ગંભીર બને અને ચેરમેનશ્રી ખુદ આવા અકસ્માતોના પ્રકરણોની તપાસમાં અંગત રસ દાખવે તે વધારે ઈચ્છનીય બની જવા પામી ગયુ છે.

ડીપીટી-કંડલાનુ પ્રસાસન ફરીથી બ્રિટીશરાજના મોડમાં :વર્તમાન ચેરમેન પણ માસ્તર ન મારે ન ભણાવેની ભૂમિકામાં
કોરોનાની મહામારીના કપરાકાળમાં ડીપીટી-કંડલાએ સમગ્ર સંકુલની વહારે આવવાની માનવતા તો ચુકી જ ગયુ, સ્મશાન ગૃહ માટે જમીન પણ ન ફાળવી શકયુ, પરંતુ ખુદના કર્મચારીઓ-અધિકારીઓને પણ કોરોનાની ઝપટમાં ધકેલી દીધાની
સર્જાઈ છે ગંભીર સ્થિતી : ડીપીટી-કંડલાના એક પછી એક અધિકારીઓના કોરોનાથી થઈ ચૂકયા છે દુખઃદ નિધન..!
ગાંધીધામ : અંગ્રેજો ભારત છોડી ગયા છે પણ તેમની તઘલખી-સરમુખ્ત્યાર શાહી વાળી નીતી-વલણ આજે પણ ઠેર ઠેર સમયાંતરે જોવા મળી જ આવતુ હોય છે. દરમ્યાન જ હાલમાં પણ કંડલા પોર્ટ ટ્રસ્ટ એટલે કે હાલનુ ડીપીટી અને તેનુ પ્રસાસન પણ હજુય બ્રીટીશરાજના મોડમાં જ કામ કરી રહ્યુ હોય તેમ અમાનવતાવાદી-જડ વલણ જ અખ્ત્યાર કરતુ જોવાઈ રહ્યુ છે. જે કંડલા-ગાંધીધામ સંકુલમાંથી મોટી રકમ કમાઈ રહ્યા છે તે સંકુલના લોકોને હાશ થાય તેવી કોઈ જ પહેલકદમી આ પ્રસાસન દ્વારા કરવામા આવી હોય તેવુ દેખાતુ નથી. હાલમાં કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે ત્યારે પણ સામાજિક ઉતરદાયિત્વ ડીપીટી કંડલા પ્રસાસને શુ નિભાવ્યુ? સંકુલાવાસીઓ તો ઠીક છે પણ ખુદના કર્મચારીઓ અને અધિકરીઓને પણ આ સંસ્થા નવીજીવન આપી શકવાની દીશામાં કદમ ઉઠાવતી ન જોવાઈ શકી..! ડીપીટીએ ગોપાલપુરમાી એકમાત્ર પથારીઓ પાથરીને હોસ્પિટલ શરૂ કરી દીધાના દાવાઓ કરી રહી છે પણ ત્યા જઈને પુછો તો ખરા, દર્દીઓની શુ હાલત છે? ઓકિસજનના સિલિન્ડર દર્દીઓના સગા વ્યવસ્થાઓ કરે છે, રીફીલીંગ ખુદ કરે, મોનટરીગ પણ ખુદ જકરી રહ્યા હોવાની સ્થિતી છે? ગાંધીધામ સંકુલમા અંતિમધામ આદિપુરમાં ચીમની અને તેની મોટરો ર૪ કલાક ચાલુ રહેતી હોવાથી ખતમ થઈ ગઈ છે, છતા પણ આ સંકુલની જમીનો માટે માત્ર મેનેજરની ભૂમિકામા રહેલ ડીપીટી જાણે કે, જમીનની માલીક હોય તેમ સ્મશાનગૃહ માટે પણ જમીન ફાળવવા આગળ શુદ્ધા નથી આવ્યુ..! જાણકારો તો હાલના સમયે ટકોર કરતા એમ પણ કહી રહ્યા છે કે, વર્તમાન ચેરમેન પણ માસ્તરની ભૂમિકામાં આવી ગયા હોય તેમ ન મારવુ કે ન ભણાવવુની જ નીતીરીતીઓ અપનાવી અને મુકપ્રેક્ષક બનીને આવા બધા જ તમાશાઓ નિહાળી રહ્યા હોવાની ટીકાઓ થવા પામી રહી છે.

પાયલોટની ભુલ કે પછી અન્ય છીંડા?દરિયાઈ કરંટ તો ઢાંકપીછોડા છે!
ગાંધીધામ : કંડલાની ઓટીબીમાં બે જહાજ વચ્ચે થયેલી ટકકરને દરીયાઈ કરંટ સાથે પ્રાથમિક તબક્કે મુલવવામાં આવી રહી છે પરંતુ હકીકતમાં દરીયામાં કોઈ એટલો મોટો કરંટ કયાંય નોધાયેલા જોવાય છે ખરો? હકીકતમાં આવી ભુલના પાયામાં ડ્રેજીગનો અભાવ તો હશે જ તેની સાથે જ પાયલોટ કોઈ ચુક કરી જાય અથવા તો બ્રેક ફેઈલ થયા હોય શકે છે. આ તમામ બાબતે જીણવટપૂર્વકની તપાસ કરવી જોઈએ અને જે કોઈ પણ દોષિત હોય તેની સામે કડક રાહે કાર્યવાહી કરવી ઘટે. આવી ઘટનાઓના પુનરાવર્તન થતા અટકે તે જોવુ જ પ્રાથમીકતા હોવી જોઈએ.