કંડલાના દરિયામાં ગરક ૭ ક્રુ નો આબાદ બચાવ

ડીપીટી તથા અન્ય ખાનગી ટગની મદદથી રફ દરિયામાંથી પણ સાત ક્રુ સભ્યોને હેમખેમ બચાવી લેવાયા, સાતેયને હાલમાં ડીપીટી-ગોપાલપુરી હોસ્પિટલ ખાસે સારવાર અર્થે રખાયા છે, તમામની તબિયત સ્થિર છે : શ્રીનિવાસન (ડીસી-ડીપીટી-કંડલા)

ગત મધરાતે શીપમાંથી યુરીયા ખાતર લોડ કરી પરત આવી રહેલું રીશી શીપીંગની બાર્જ ગીરીજા-૩ થયુ હતું ગરક જેનાંં સાત ક્રુ સભ્યો પણ હતા ગુમસુદા

ડીપીટીના ડેપ્યુટી ચેરમેન, ડેપ્યુટી કન્ઝર્વેટર અને મરીન ડિપાર્ટમેન્ટની ટીમની કલાકોની જહેમત રંગ લાવી

સારા-સકારાત્મક કર્મોનું ફળ સારૂ જ મળે છે..ઃ જીનીશામાં મધદરીયે આગ લાગી હતી ત્યારે ડીપીટીની વહારે રીષિ શીપીંગ દોડી આવ્યું હતું અને તેમાં સવાર લોકોનો જાનના જોખમે જીવ બચાવ્યો હતો..હવે આ જ રીશી શીપિંગના બાર્જમાં સવાર ક્રુનો જીવ ડીપીટીવાળાઓએ બચાવ્યો છે…!

 

ડીપીટીના ડે. ચેરમેન આલોકસિંહ રહ્યા ખડેપગે હાજર
રાહત-બચાવના કાર્ય માટે રાત્રીના રઃ૩૦ કલાક સુધી ડે.ચેરમેન ઓલોકસિંગ સિગ્નલ સ્ટેશને રહ્યા હાજર : ડેપ્યુટી કન્ઝર્વેટર તથા હાર્બર માસ્ટર સહિતનાઓને રાહત-બચાવમાં સતત આપ્યું માર્ગદર્શન અને કર્યુ મોનીટરીંગ
ગાંધીધામ : ગત રોજ કંડલાના દરીયામાં ખાનગી બાર્જ એકાએક જ ગરક થવા પામી જતા પોર્ટ પ્રસાસનમાં દોડધામ મચી ગઈ હતી. એક તો મધદરીયો અને તેમાંય પણ ચોમાસાનો સમયકાળ એટલે રફ અને કરંટ વાળા દરીયામા ગરક થઈ ગયેલા સાત સભ્યોને શોધી લેવા એક મોટુ કામ કહેવાય તેમ છે. પરંતુ નોધનીય છે કે, ડીપીટીના નાયબ અધ્યક્ષ આલોકસિંહ રેસક્યુ ઓપરેશન દરમયાન ખુદ રાત્રીના અઢીવાગ્યા સુધી સિગ્નલ સ્ટેશન પર ખડેપગે હાજર રહ્યા હતા અને સમગ્ર ટીમને જરૂરી તમામ માર્ગદર્શન અને સુચનો આપી અને સાત લોકેાની જીંદગી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તો વળી ડીપીટી-કંડલાની મરીન ડીપાર્ટમેન્ટની સમગ્ર ટીમની જહેમત પણ સરાહનીય જ કહી શકાય.

 

ગાંધીધામ :દેશના મહાબંદર એવા ડીપીટી-કંડલામાં હાલમાં મધદરીયામાં અકસ્માતોના પ્રમાણમાં સતત વધારો થવા પામી રહ્યો છે દરમ્યાન જ ગત રોજ અહીના મધદરીયામાં રીષી શિપિંગનું એક બાર્જ દરીયામાં ગરક થવા પામી ગયુ હતુ અને તેની શોધખોળનું ઓપરેશન તાબડતોડ હાથ ધરવામા આવ્યુ હતુ જેની સમયસુચકતાભરી કામગીરી અને મહેનત રંગ લાવી હોવાનુ માલુમ પડી રહ્યુ છે અને દરીયામાં ગરક થઈ ગયેલા સાતજેટલા ક્રુને આબાદ બચાવી લેવાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
નોધનીય છે કે, ગત રોજ રાત્રીના રિષિ શિપિંગનું ગીરીજી-૩ નામનું બાૃજ માલ ભરીને મધદરીયે ગયુ હતુ અને દરમ્યાન રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ આ બાર્જના સિગ્નલ મળતા બંધ થઈ જતા પોર્ટ પ્રશાસન અને કોસ્ટગાર્ડના જવાનોમાં એકચોટ દોડધામ મચીજવા પામી ગઈ હતી અને રાત્રીના એક વાગ્યા સુધી આ બાર્જ લાપત્તા થયેલા સાત ક્રુ સભ્યોનો કોઈ જ અત્તોપત્તો મળવા પામ્યો ન હતો. નોધનીય છે કે, આ બાર્જને શોધખોળ માટે અને રાહતબચાવ માટે પોર્ટ પ્રશાસન દ્વારા તેમની પોતાની ટગ અને ખાનગી ટગને મદદ લઈ અને આ ગુમશુદા બાર્જ તથા ક્રુ સભ્યોને શોધવાની વીના વિલંકે કાર્યવાહી હાથ ધરી દીધી હતી. જેમાં કલાકોના રજડપાટ બાદ સાતેય ક્રુને હેમખેમ બચાવી લેવામા આવ્યા હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ બાર્જમાં ૧પ૦૦ ટન જેટલુ ડીએપી ખાતર હતુ જે મોટા જહાજમાં ખાલી કરવાનુ હતુ. તે પહેલા જ માર્ગમાં દરીયામાં જહાજ ગરક થવા પામી ગયુ હતુ. ચોમાસાની સિઝન અને અતિ જોખમી એવા દરીયામાંથી પણ સાતેય ક્રુને આબાદ બચાવી લેવામા આવતા ડીપીટી કંડલાની ટીમની મહેનત ફળી છે તેમ કહેવુ અસ્થાને નહી કહેવાય.આ બાબતે ડીપીટી કંડલાના ડીસી શ્રીનિવાસનજીની સાથે ટેલીફોનીક વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, ગત રોજ રાત્રીના ૯.૦૮ મીનીટે તેઓને મેસેજ મળવા પામયો હતો અને તાબડતોડ મદદની માંગ કરાતા વિના વિલંબે કોસ્ટગાર્ડ તથા ડીપીટીની ટગ અને અન્ય ખાનગી ટગની મદદથી રેસક્યુ ઓપેરશન હાથ ધરવામા આવેલ હતુ. જેમાં તમામે તમામ સાતેય ક્રુને આજ રોજ સવારના ૭ વાગ્યા આસપાસ હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી છે તો વળી તેઓને હાલતુરંત પ્રાથમિક સારવાર અર્થ હેાસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યા છે. દાખલ કરાયેલ સાતેય ક્રુ મેર્બર સલીપખાન (માસ્ટર), સંદીપ સાંચાર, રમાકાંત વર્મા, ત્રદીપ સલ્હાર, દિપક શહા, નેપાલ મિસ્ત્રી, મનીક ચાંદ વિશ્વાસ, સહિતના તમામની તબિયત હાલતુરંત સ્થિર જ હોવાનુ શ્રીનિવાસનજીએ જણાવ્યું હતુ. કયા કારણોસર ઘટના બની છે તેની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જ કંઈ પણ કહેવાનું ડીસીએ મુનાસીબ ગણાવ્યું હતુ.