કંડલાથી લાકડીયાપટ્ટાના વાડાઓમાં કોલાસાનો કાળો કારોબાર ફરી ફુલસ્વીંગમાં ધમધમી ઉઠયો.!

image description
  • પૂર્વ કચ્છમાં ખાખી કુંભકર્ણી નીંદ્રામાં કે, આંખ આડા કાન?

લાકડીયા-સામખીયાળી વિસ્તારમાં ખાસ વાડાઓમાં વિદેશી કોલસાનો જથ્થો સંગ્રહી, કોલસા માફીયાઓ દ્વારા ગણતરીના સમયમાં જ કરી દેવાય છે વેંચસાટ : સારી ગુણવત્તાનો કોલસો કાઢી લઈ-કારી હલ્કી ગુણવત્તાની ભુક્કી-પથ્થરો ભરી દેવાનો ચાલતો મસમોટું કૌભાંડ

આયાતકારો અને ટ્રાન્સપોર્ટરોનો નીકળતો નાહકનો ખો : આયોજનબદ્ધ વિદેશીકોલસા ચોરીના ચાલતા કારસ્તાન સામે લાલઆંખ થવી જ ઘટે : ટ્રાન્સપોર્ટરોએ પણ આ બાબતે ખુલ્લીને આવવુ જોઈએ બહાર

ગાડીઓના એસોસીએશન વાળા કેમ આ પ્રકારના મસમોટા કૌભાડ બાબતે બેઠા છે ઢીલાઢફ? ચોરી અટકાવવા કેમ આગળ આવતા દેખાતા નથી? એસો.ના અમુક બની બેઠેલા તત્વો તો ઉઘરાણાઓ કરે છે : ટ્રકવાળાઓ પાસેથી ૧૦૦૦ રૂપીયા ઉઘરાવા છે શેના? કેમ કોઈપુછતુ નથી, બોલતુ નથી?

ખાટલે મોટી ખોટ : અગાઉ અંજારના ભીમાસર પાસે સરકારે ટાંચમાં લઈ લીધેલી કંપનીની મિલ્કત-પંટાગણમાં ધમધમતુ હતુ આ જ રીતનુ વિદેશી કેાલસાનુ મસમોટુ કૌભાંડ : વિદેશથી આવતા કોલસાના ટ્રેઈલરો આ કંપનીમાં આવતા જયાં ઉચ્ચ ગુણવત્તાનો કોલસો ઉતારી લેવાતો અને ભુક્કી ભરી દેવાતી હતી : ડીફોલ્ટર કંપની જેએમડી ઓઈલ કંપનીના માલીકની જાણ સાથે અહી ધમધમતુ હતુ આટઆટલુ મોટું કૌલસાકૌભાંડ, હવે લાકડીયા-સામખીયાળી હાઈવે પટ્ટા તરફ કોલસા ચોરીને મળી ગયો છે વેગ : જવાબદાર તંત્ર-પોલીસ વિભાગ કેમ નથી કરતુ વક્રદ્રષ્ટી..?

ગાંધીધામ : વિદેશી કોલસાના કૌભાંડનુ ભુત ફરી પૂર્વ કચ્છ વિસ્તારમાં ધણધણી ઉઠયુ હોવાની ચકચાર સામે આવવા પામી રહી છે. વિદેશથી આયાત કરવામ આવતા ઉચ્ચ ગુણવત્તાના કોલસાના વાહનોમાથી સારો કોલસો ઉતારી અને તેમા હલ્કી ગુણવત્તાની ભુક્કી ભરી દેવાનુ કારસ્તાન લાકડીયા-સામખીયાળી પટ્ટામાં ફરથી ફુલસ્વીંગમા ધમધમી ઉઠયુ હોવાનુ કહેવાય છે. કચ્છના બંદરો પર આયાતીત કોલસાના જહાજો લગભગ રોજ લાંગરે છે, આ પૈકીના કેટલાક કોલસો ટ્રકમાં કે ટ્રેઈલરમાં ભરીને મોકલાય છે તે ગાંધીધામથી સામખિયાળી-લાકડીયા હાઈવે પટ્ટાનીવચ્ચે કોલસા માફીયાઓ દ્વારા રીતસર લૂંટવામાં આવી રહ્યો હોવાની ચકચાર ઉઠી રહી છે. આ સબંધે હાઈવે આસપાસ ખાસ સ્થળો ઉભા કરવામાં આવ્યા છે જે વાડાઓના નામે ઓળખીતા હેાવાનુ કહેવાય છે. આવા વાડાઓ કે જ્યાં આ કોલસાનો સંગ્રહ કરી, બે જ દિવસમાં તેનો નિકાલ કરી નાખી નાણાં ઉભા કરવામાં આવી રહ્યા છે. વિદેશી કોલસા પર લુટ ચલાવી અને આ રીતે આયોજનબદ્ધ કૌભાડ આચરી બેનબરી રકમોથી કયા ચીભડતત્વો માથાભારે માફીયાઓ બનવાની દીશામા આગળ વધી રહ્યા છે? કોલસાની આ રીતની ઉઘાડી લુટ બની બેઠેલ ખાખીના ભ્રષ્ટતત્વોની રહેમનજર વિના શકય હોય જ નહી? એટલે આ વિસ્તારમા ચાલતીઆ પ્રકારની કોલસાચોરીના લીધે ખાખીનીભૂમિકા પણ શંકાના દાયરામા જ આવી જવા પામી રહી છે. ભારે વાહનચાલકોને રીતસર ધાકધમકી આપી સારો કોલસો ઉતારી બોગસ માલ ભરીને ભગાડી દેવાય છેસબંધે ટ્રાન્સપોર્ટરોમાં સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગાંધીધમાથી સામખીયાળી સુધી રસ્તામાં ઠેર-ઠેર કોલસો રાખવા બનાવાયેલા ગુપ્ત સ્થળો પર પોલીસ જાપ્તો કસે તે અનિવાર્ય જણાતું હોવાનું આ સુત્રો જણાવે છે. બીજી તરફ અગાઉ આવા જ કારસાઓને એક બંધ પડેલી તથા સરકારી ટાંચમા લીધેલી કંપનીની મિલ્કતોમાં પણ મોટાપયો ધમધમાવવામ આવતુ હોવાનો ખુલાસો થવા પામી ગયો હતો. આવા સંજોગોમાં પોલીસ કડક હાથે કામગીરી કરે તે આવશ્યક જણાઈ રહ્યું છે.

કંડલાથી કયા-કયા રાજયમાં તરફ જાય છે કોલસો?

ગાંધીધામ : કંડલા, તુણા અને મુન્દ્રા ખાતે કોલસાની મોટા પાયે આયાત થાય છે કોલસો ગુજરાત ઉપરાંત ઉત્તરભારતના રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, છતીસગઢ સહિતના ભાગો તરફ પહોંચે છે.

લાકડીયા પાસે સહદેવના કોલસાના કરોડોના ટેન્ડર ખુલ્યા…!

નવલખીથી લાકડીયા-સામખીયાળી પટ્ટામાં ઉતરી પડેલ કોલસા ચોર સહદેવને માફીયા બનાવવામાં કયા બની બેઠેલ ભ્રષ્ટખાખીધારીના ચાર હાથ?

ગાંધીધામ : કોલસાનો કાળો કારોબાર લાકડીયા આસપાસના હાઈવેપટ્ટામા ધમધમી ઉઠયો છે ત્યારે અહી નવલખીથી સહદેવ નામનો કોલસા ચોર આ નેટવર્ક ચલાવીરહ્યો હોવાનુ કહેવાય છે. રીતસરના સહદેવના કોલસાના કરોડોના જ ટેન્ડર ખુલી ગયા હોવાનુ મનાઈ રહ્યુ છે. આ રીતે સહદેવને ઠેકા આપી દેવામા કયા પળલેલા ખાખીધારીની ભુંડિભુમીકા રહેલી છે? તેવા સવાલો પણ થવા પામી રહ્યા છે.હાઈવે પટ્ટા વિસ્તારમાં આ રીતે કોલસાની લુંટ અને હેરફેર મોટા પ્રમાણમાં થતી હોય અને સબંધિત પોલીસ અજાણ હોય તે કમ બને.

પોલીસ કડક બને : નહીં તો કંડલાથી વેપારીઓ ફેરવી લેશે મોઢું

કોલસા તસ્કરો-માફીયાઓના લીધે માલની ઘટ્ટ અથવા ગુણવત્તાની ફેરફારથી આયાત-નિકાસકાર પાર્ટીના નાહકના બગડે છે સબંધો : આમને આમ જ ચાલ્યુ તો કંડલા-મુંદરા બંદરથી વેપારીઓ થશે ખફા
ગાંધીધામ : હકીકતમાં લાકડીયા અને સામખીયાળી આસપાસના પટ્ટામાં કોલસાના ધમધમતા આવા વાડાઓ પર પોલીસે ધોંષ બોલાતવી કામગીરી કરીદેખાડવી જોઈએ. કારણ કે, આયાત-નીકાસકાર પેઢી તોસેમ્પલીંગ સહિતની પ્રક્રીયાઓ કરીને કોલસો મંગાવે છે પણ બંદરથીબહાર નીકળ્યા બાદ લાકડીયા કે સામખીયાળી પાટ્ટામાં વાડાઓમાં કોલસાની ગુણવત્તામાં ફેરફાર કરી દેવામા આવતા આયાતકાર અને નિકાસકાર વચ્ચે સહજ રીતે જ ઘર્ષણ થવા પામી જાય છે. નબળી ગુણવત્તાના કોલના કારણે માલ મગાવતી આયાતકાર પેઢીઓને લાખોનું નુકશાન થાય છે તો બીજી તરફ કોઈ ઉતારી લેતા તત્વો આ કોલસો અન્ય બે નંબરી કંપનીઓને વેંચી નાખી મોટી રકમ કમાઈ લે છે. આમ, ટ્રાન્સપોર્ટરને પણ ગુણવત્તા સબંધે આયાતી કંપનીઓને ઠપકો સાંભળવો પડે છે તો શિપિંગનું કામ કરતી કંપનીઓના નાણાં પણ સલવાઈ રહ્યા છે. આ બાબત પોલીસની રહેમ નજર વગર ચાલી શકે તેમ ન હોય. હકીકતમા આ અંગે પોલીસતંત્ર કડક બને તે સમયનીમાંગ બનીરહી છે.

કેવી રીતે આચરાય છે કોલસાકોભાંડ.!
ગાંધીધામ : કચ્છના મુંદરા-તુંણા સહિતના બંદરો પર વિદેશથીકોલસો આવીરહ્યો છે. જેને રસ્તા વાગે પરીવહન કરવામા આવતો હોય છે તે વિદેશી કોલસાને આયાતકાર વર્ગ સુધી પહોચડતા પહેલા જ ગુણવત્તામાં ફેરફાર કરી દેવામા આવી રહ્યો છે. આ કોલસો વિદેશી ગ્રેડ-વન કોલ અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો હોય છે જે હાઈવે પોઈન્ટો પર ધાકધમકી કરીને કે પછી ચાલકને સોધી લઈને મસમોટી માત્રામાં ચોરી લેવામાં આવે છે અને તેના સ્થાને કચ્છમાંથી મળતો ભુકરીયા કે પથ્થરીયો કોલસો ભરી નાખી, વજન કરાવી ભારે વાહનને રવાના કરી દેવામાં આવતો હોવાનુ કહેવાય છે.

યાદ છે ને..અગાઉ પપ્પુ-જગાનું ચર્ચાયુ હતુ નામ..!

રાજકીય ઓથ સીવાય આવી કોલસા ચોરી ન બને સંભવ :કયા ઝભ્ભા લેંગાધારીના ફોલ્ડરીયાઓનો છે અધમ..?

ગાંધીધામ : વિદેશોથી આવતા કોલસાની ફેરફેર કરવાને માટે એક ચોકકસ આયોજનબદ્ધ માળખુ જોઈતુ હોય છે. આ હેરફેર કરવાને માટે વાડાની જગ્યાઓ ઉપરાતના સાધનો અને માનવશ્રમ તો ખરા જપણ તંત્ર અને ખાખીને સાચવીશકે તેવા આક્કાઓની પણ જરૂર પડતી હોય છે. કોલસાના આટલા મોટા કૌભાંડને અંજામ અપાતોહોયતેમાં રાજકીય ઓથ પણ ચોકકસ પણે રહેતી જ હોય છે. હાલમા લાકડીયા અને સામખીયાળી હાઈવે પટ્ટા પર જ કેાલસાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેમા કોના ફોલ્ડરીયાઓ કામ કરી રહ્યા છે? કયા રાજકારણીના ફોલ્ડરીયાઓ આ ધંધાને હેન્ડલ કરી રહ્યા છે? નોધનીય છે કે, જયારે કંપનીના પંટાગણમાં આવુ કારસ્તાન ચાલતુ હતુ ત્યારે કંડલામાં પપ્પુ અને જગા જેવા ફોલ્ડરીયાઓના નામોબહાર આવ્યા હતા. અને સત્તાવાર આવા તત્વો પોલીસ ચોપડે પણ ચડયા હતા. એ વાત અલગ છે કે, પોલીસ તેઓને કાયદાનો પાઠ ભણવાયો કે નહી? તે કયાંય સત્તાવાર જાહેર કરવામાં તે વખતે નહોતુ આવ્યુ.

કયાંથી વિદેશી કોલસાની થાય છે આયાત?

ગાંધીધામ : કંડલા-મુંદરા અને તુણા બંદર પર અમેરીકા, ઈન્ડોનેશીયા અને આફ્રિકા તરફથી વિદેશી કોલસાની આયાત કરવામા આવી રહી છે.