કંડલાથી નીકળેલા કેમિકલ ભરેલા ટેન્કરમાંથી રૂા.૧.૪૯ લાખનું માલ સગેવગે

કંડલા મરીન પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ

ગાંધીધામ : કંડલાથી પાલઘર વચ્ચે ટેન્કરમાંથી રૂા.૧.૪૯ લાખનું કેમિકલ સગેવગે થતા પોલીસ ફરિયાદ કરાઈ હતી.
કંડલાની રિશિ કિરણ લોજીસ્ટિક પ્રા.લી.ના ટર્મિનલમાં તા.ર૦/રના આ કંપનીનો ડ્રાઈવર ખુમારામ કેશરારામ ચૌધરી આવ્યો હતો. કંપનીનું ટેન્કર જીજે૧ર બીવી-૪૧પ૭ લઈને આવેલા આ વાહનમાં વોરાનોલ પાલીઓલ નામનું કેમિકલ ભરવામાં આવ્યું હતું. આ વાહન રપ.ર૩૦ મેટ્રીક ટન માલ ભરાવી વજન કરાવાયો હતો. બાદમાં આ શખ્સે ટેન્કરને મહારાષ્ટ્ર પાલઘરમાં આવેલી પ્રેમરતન કોન્કાસ્ટ પ્રા.લિ. નામની કંપનીમાં માલ ખાલી કરવા ગયો હતો. આ શખ્સ કંપનીમાં પહોંચતા વાહન સાથે વજન કરાવતા ૩૯.૧૪૦ મેટ્રિક ટન વજન બરોબર આવ્યું હતું અને બાદમાં ખાલી વાહનનું વજન કરાવતા ૬ર૦ કિલો માલ ઓછો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મહારાષ્ટ્રની કંપનીએ ચાલકને પુછપરછ કરતા ચાલક વાહન છોડી નાસી ગયો હતો. રૂા.૧,૪૯,ર૪૭નું ૬ર૦ કિલો કેમિકલ વાહનમાંથી કાઢી લને રસ્તામાં સગેવગે કરનારા આ ચાલક સામે રિશી કિરણ કંપનીના આનંદ કલ્પનાથ શર્મારે કંડલા મરિન પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી.