કંડલાથી આંતરરાજય કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ : પંજાબમાં ૧૧ ગાડીઓ ઝડપાઈ : લાખોમાં કોણે કરી પતાવટ ?

  • જીજીટીએ જ કોલસાના ધંધામાં કાળા હાથ કર્યાનો અંગુલી નિર્દેશ

ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો થયો છે તાલ : ગાંધીધામથી કોલસો મોકલાવનાર ટ્રાન્સપોર્ટર દલજીત સિહ કહે છે, અમને શુ ખબર કોલસામાં કયા મીક્ષીંગ થયુ હોય, અમે ગાડી સાથે થોડી ભેગા જાઈએ છીએ, એ મેટર પૂર્ણ થઈ ગઈ છે : દલજીતસિંગ દ્વારા પરોક્ષ રીતે મિક્ષીંગ કરાયાની વાતનો કરાયો છે એકરારઃ જો કે, જીજીટીટીએ સંગઠન હજુય આ પ્રકારના તોડકાંડ પર પાડી રહ્યા છે પડદો

કચ્છમાં કોલસાના મિક્ષીંગ થોડુગણુ ચાલુ થયુ છે, અમે આ બાબતે ગંભીર છીએ, પંજાબ વાળા વિષયની મને કંઈ જ ખબર નથી, હુ બે માસથી બહાર છુ : જયસીંગ (પ્રમુખશ્રી જીજીટીએ) : પંજાબના વિષયથી અમને કંઈ જ લેવા દેવા નથી : સતબીરસિંગ(સેક્રેટરી)

ગાંધીધામ : કચ્છમાં ખાસ કરીને કંડલા વિસ્તારમાં આવતા વિદેશી કોલસામાં મિક્ષ કોલસો કરી અને મોટા પ્રમાણમાં ગેરરીતી એટલે કે કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાની ગંધ પાછલા લાંબા સમયથી સામે આવવા પામી રહી છે. આ જ પ્લેટફોર્મ પરથી તાજેતરમાં જ કોલસાના કાળા કારોબારને લઈને મસમોટો અહેવાલ ઉજાગર કરવામા આવ્યો હતો અને જાણે કે તે અહેવાલને સમર્થન મળી ગયુ હોય તેવી રીતે કચ્છના કંડલા-તુણા બંદરેથી નીકળેલી ૧૦થી ૧૧ જેટલી વિદેશી કોલસાની ગાડીઓમાં પંજાબમાં માલ મંગાવનાર પાર્ટીએ માલ ગાલમેલ અને મિક્ષીંગ વાળો હોવાથી સ્વીકારવાની ના પાડી દેતા તુણા-કંડલાથી પંજાબ સુધી કોલસાના કાળા ધંધાનો પર્દાફાશ એકચોટ થવા પામી ગયો હોવાની વાત સામે આવવા પામી રહી છે. પંજાબમાં ૧૧ જેટલી ગાડીઓ અંદાજીત ૩૦થી ૩ર લાખનો કોલસાના માલ મંગાવનારને નુકસાન જતા તેણે આ માલ સ્વીકારવાનો ના પાડી દેતા કચ્છમાં કાર્યરત કોલસાની સિન્ડીકેટમાં ભારે હડકંપ મચી જવા પામી ગયો હોવાનુ મનાય છે. જો કે, આ બાબતે બીજીતરફ બહાર આવતી માહીતી અનુસાર ૩૦ લાખની નુકસાની વેઠનાર કોલસો મંગાવનારને ફરીયાદ ન કરવા અને આખાય પ્રકરણ ૧૦થી ૧ર લાખમાં સેટીગ કરી અને મામલો રફેદફે કરી દેવા કચ્છમાં આ માટેની બેઠેલી સિન્ડીકેટ દ્વારા દબાણ કરવામાં આવતા મસમોટી તોડથી આખોય મામલો દબાવી દેવામા આવ્યો હોવાની ચકચાર હોટટોપીક હાલના સમયે બનેલી છે. જે-તે પંજાબની પાર્ટીને સ્થાનિકના સંગઠન દ્વારા દાદાગીરી પૂર્વક લાલઆખ કરીને કહેવાયુ કે ૩૦ લાખ નહી ૧૦ લાખમાં મુદો પુરો કરો નહી તો અહી તમારી ગાડીઓ લોડીંગ-અનલોડીંગ હમેશને માટે બધ કરી દેવામા આવશે. આવી સ્થીતીમા કચ્છ-ગુજરાત બહારનો વેપારી કરે તો શુ કરે? મજબુરી કા નામ મહાત્મા માનીને તેઓએ આ મુદે પતાવટ કરી લીધી હોવાનુ કહેવાય છે. પરંતુ અહી સંગઠનના બની બેઠેલા માંધાતાઓની ભૂમિકા સામે હવે મોટા સવાલો ઉભા થયા છે અને તેઓએ હકીકતમાં આ બાબતે માલ મોકલનાર ટ્રાન્સપોર્ટર તેમનો કારોબારી સભ્ય હોવાથી બચાવ કરી લીધો હોય તેમ ન તો ફરીયાદ કરાઈ કે ન તો ટ્રાન્સપોર્ટરને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યો કે ન તો મીક્ષીંગ કયા થયુ, કોણે કર્યુ, તે સહિતના બાબતે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવી હોવાનુ કયાય ફલિત થવા પામ્યુ જ નથી. આમને આમ જ ચાલતુ રહ્યુ તો કોલસાના વેપારીઓ કચ્છમાં આવતા સદંતર બંધ જ થઈ જવાના છે તે દીવસો પણ હવે બહુ દુર રહ્યા નથી તેવી લાલબત્તી પણ ભોગગ્રસ્તો ઉચ્ચારી રહ્યા છે. આ બાબતે ટ્રાન્સપોર્ટર તરીકે જેઓએ પંજાબમાં ગાડીઓ મોકલાવી હતી તેવા દલજીતસિંગને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, પંજાબ સહિત ગાડીઓ તા જતી રહેતી હોય છે. અમે ખુદ ગાડીની સાથે બધે થોડી ફરતા હોઈએ છીએ, કે મીક્ષીંગની અમને ખબર પડે? વધુમાં ટેલીફોનિક ચર્ચામં તેઓએ એમ પણ કહ્યુ હતુ કે, એ મામલો તો એસોસીએશનને પૂર્ણ કરી દીધો છે, મને એ બાબતે વધુ ખબર નથી તેમ કઈ અને હાથ ખંખેરી લીધા હતા. જો કે, આ બાબતે કચ્છમાં કાર્યરત જીજીટીટીએ નામના સંગઠનના પ્રમુખ જયસીંગજીને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, કોલસાની મિક્ષીંગનો મુદો ગુજરાત બહાર કદાચ વધારે છે. રાજસ્થા અને યુપીમાં વધુ મીક્ષીંગ થાય છે. જો કે તેઓએ કહ્યુ કે, કચ્છમાં આપણે અહી પણ થોડુ ગણુ મીક્ષીંગ ચાલુ થયુ હોવાની ફરીયાદ છે અને અમે આ બાબતે ગંભીર છીએ. આ સિવાય જયસીંગજીએ પંજાબવાળી ગાડીના કિસ્સા પર વાત કરવાથી મોઢું જ ફેરવી લીધુ હતુ અને કહ્યુ કે હુ બે માસથી બહાર છુ, મને એ બાબતે કંઈ જ ખબર નથી. અને વધુ વાત કરવાનુ પણ ટાળી દીધુ હતુ. તો વળી બીજીતરફ આ અંગે સંગઠનના સેક્રટરી સતબીરસિંગની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ પણ પંજાબવાળા પ્રકરણથી અંતર જ બનાવી લીધુ હોય તેમ અમને પંજાબના કિસ્સાથી કંઈ જ લેવા દેવા નથી તેમ એક જ ટેપ ઘસી રાખી હતી તો વળી કચ્છમાં કોલસામાં મિક્ષીંગ ચાલી રહી છે તે બાબતે પણ સતબીરસીહ દ્વારા ગોટમટોળ વાતો જ કરાઈ હોવાથી દાળમા ંકઈક તો કાળુ રંધાઈ ગયુ હોય અથવા તો રંધાઈ રહ્યુ છે અને કોલસાની કાળી કમાણીમાં સંગઠન પણ જાણે અજાણે કયાંક રોલ ભજવી રહ્યો હોય તેવો વર્તારો સામે આવવા પામી ગયો હતો.

પોલીસને કોલસાના અડ્ડા ન મળતા હોય તો વાડાઓના નામ-ઠામ અમે આપીએ..!
કોલસાના કાળાધંધા મુદ્દે પોલીસ કેમ પાણીમાં ? : પીઆઈશ્રી આંખ ઉઘાડે, માત્ર સ્થળ પર જાય તો પણ કોલસાના મોટા મોટા ઢગલા દેખાઈ આવે તેમ છે પણ પીઆઈશ્રીને સ્થળ પર જવા જેટલી મહેનત તો કરી જ દેખાડવી પડે : વિદેશી કોલસામાં મીક્ષીગ-ભેળસેળમાં ભરત અને વિજય છે મુખ્ય સુત્રધારો જો આ બંનેને પોલીસ ઉપાડે તો પણ મીક્ષીંગના ધંધાનો થાય ભાંડાફોળ

ગાંધીધામ : કચ્છમાં વિદેશથી કોલસો કંડલા-તુણા બંદરે મોટી માત્રમાં આવ રહ્યો છે પરંતુ બહારથી કોલસા મંગાવનારી પાર્ટીઓને યેન કેન પ્રકારેણ અહી બની બેઠેલ સંગઠન રંજાડવાની વૃતી ત્યજતુ જ ન હોય તેવી એક પછી એક ઘટનાઓ સતત બનવા પામી રહી છે. હાલમાં પણ પંજાબમાં કંડલા-તુણાથી ગયેલી ૧૦ ગાડીઓ મીક્ષીંગ કોલસા સાથે પકડાઈ છે ત્યારે કચ્છમાં લાકડીયા સહિતના હાઈવે વિસ્તારોમાં આવા મિક્ષીંગના મોટા અડ્ડાઓ શરૂ થઈ ગયા હોવા છતા પણ પોલીસ કેમ આવા તત્વોની સામે કડકાઈથી કાર્યવાહી નથી કરતી? કોલસાના કાળા કામો સામે કાર્યવાહીના નામે કેમ પોલીસ તદન પાણીમાં બેઠી છે. જો પોલીસને કોલસાના કાળા ધંધાર્થીઓના નામ-ઠામ કે વિગતો માહીતી ન મળતી હોય તો અમે આપીએ. અમે બતાવીએ કે લાકડીયામાં કઈ હાઈવે હોટલની પાછળના ભાગે મોટા પ્રમાણમાં કોલસાની મિક્ષીગનો ધંધો ધમધમી રહ્યો છે? અહી વાડો એટલો મોટો અને ખુલ્લેઆમ ધમધમે છે જાણે કે તે કાયદેસરનો જ વાડો હોય..! અહી વજનકાંટા સહિતની સુવિધાઓ પણ વિકસાવી લેવામા આવી છે. આ ઉપરાંત પણ કેાલસાના કાળા ધંધામા કોણ કોણ સામેલ છે, તે સહિતની માહીતીઓ પણ જો પોલીસને ન મળતી હોય તો અમે રજેરજની માહીતી આપીએ. પછી કાર્યવાહી કરી શકાશે કે નહી?

દશરથ મહેરબાન તો કોલસા ચોર પહેલવાન..!
૧ રૂપીયાનો ઝભ્ભો, પ૦ પૈસાનો લેંગો પહેરીને પોતાને નેતા બતાવતા ફરતા દરશથને દુર નહી કરાય તો ગાંધીધામ-કંડલા સંકુલમાં કોલસા સહિતના ધંધાઓ થઈ જશે સદંતર ઠપ્પ

ગાંધીધામ : તુણા અને કંડલા બંદરેથી કોલસાનો મોટો વ્યાપાર થઈ રહ્યો છે પરંતુ અહી દશરથ નામની ભ્રષ્ટ ઉધઈ પાછલા કેટલાક સમયથી એવી ચોટી ગઈ છે કે ધીરે ધીરે આ ધંધાને ચોપટ કરવામાં જ રટ્ટ લાગ્યો પડયો છે. સંગઠનવાળાઓએ પણ આ દરશથને જ વહીવટદાર બનાવી દીધો હોવાથી લાકડાની તલવાર આ દશરથ નામનો શખ્સ આડેધડ ચલાવી રહ્યો છે. કહેવાય છે કે, હાલમાં પણ સગઠનના આગેવાન હરિયાણામાં બે માસથી હતા તે દરમ્યાન પંજાબની ગાડીઓમાં જે ગાલમેલ કરાઈ તેમાં પણ દશરથની જ ભુંડી ભૂમિકા રહેલી છે. હકીકતમાં આ દરશથને સગઠનથી દુર નહી કરાય તો ઉધઈની જમે દશરશ અહીના અમસમોટા વ્યાપારને કોતરી ખાશે તેવી ભીતી પણ લોકો સેવી રહ્યા છે.

કારોબારી સભ્ય છે એટલે સંગઠને છાવરી દીધો?
કચ્છમાં કાર્યરત સંગઠને કેમ ન કરી ફોજદારી ?ટ્રાન્સપોર્ટસને શા માટે બ્લેકલીસ્ટ ન કરાયા ?

સંગઠનની નીતી સાફ છે, તો પોલીસતંત્રને કોલસા સહિતના મુદદે તપાસ કરવા કેમ નથી અપાતું લેખિત આવેદન? અગાઉની બોડીવાળા તો ખુદ સાંચોર સુધી જઈને કોલસાના વાડા પર રેડ પડાવતા હતા..? હાલના સંગઠનના હોદ્દેદારો લાકડીયા સુધી પણ લાંબા નથી થઈ શકતા? આવુ કેમ? શુ ભાગબટાઈની શર્મ નડે છે..?

ગાંધીધામ : કંડલાથી વિદેશી કોલસો ભરાઈને પુજાબ પહોચ્યો ત્યાં મિક્ષીંગ યુકત નીકળતા હેાબાળો મચી ગયો હતો પરંતુ કોલસાનો ધંધો અને તેમાં અહી કાર્યરત સંગઠન હમેશા વિવાદના વમળમાં રહેતા હોવાથી વધુ એક વખત અહી આ સંગઠનની સામે સવાલો ઉભા થવા પામ્યા છે. કહેવાય છે કે, ગાડી મોકલનાર ટ્રાન્સપોર્ટર આ સંગઠનનો કારોબારી સભ્ય હોતા તેઓએ બચાવની ભૂમિકા ભજવી નાખી છે. નહી તો સંગઠન ફોજદારી ફરિયાદ કરાવી શકતુ હતુ? કેમ ન કરાવી? મિક્ષીંગમાં પકડાયેલા ટ્રાન્સપોર્ટરને શા માટે બ્લેકલીસ્ટ કરવામાં ન આવ્યો? આવા અનેક સવાલો થવા પામી રહ્યા છે. આ ઉપરાંત પોલીસતંત્રને પણ કોલસાના કાળા ધંધાને લઈને જાગૃત કરવાને માટે કેમ આવેદન આપવામાં નથી આવતા ?