ઓસ્ટ્રા કચ્છ કંપની દ્વારા અંજારના ખેડુતો પર અત્યાચાર

ગાંધીધામ : પ્રાઈવેટ કંપની ઓસ્ટ્રા દ્વારા ભીમાસર થી નારાણપર સુધી લાઈનનું કામ ચાલુ છે જેમાં અંજાર તાલુકાના સાપેડા,સુગારીયા,જરૂ,રાતાતલાવ અને રતનાલના ખેડૂતોની જમીનમાં ખેડૂતોની મંજુરી વગર તેમજ વળતર વગર અને ખેડૂતોને જાણ કર્યા વગર કંપની દ્વારા દાદાગીરી થી વાયર ચડાવી દેવામાં આવે છે અને સામેથી કંપની દ્વારા ખેડૂતો ને ધાક ધમકી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે જેટલું કેસુ તેટલું જ વળતર મળશે. અને જયારે ખડૂતોએ રામજી,શંકર,ધનજી,માવજી, અને વાલજી દ્વારા પૂછા કરી કે તમે કોની રજાથી વાયર ચડાવો છો તો કંપની વાળા કહે કે અમારે રજા ના લેવાની હોય. આમ ધરતી પુત્રો પર અત્યાચાર કરવામાં આવે છે. આમ જગતનો તાત જાય તો જાય કયાં પોતાની વેદના લઈ કિશાન સંઘ પાસે રજુઆત કરી તો કિશાન સંઘ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર પણ આપ્યૂં છતાં પણ તેમને યોગ્ય વળતર મળ્યું નથી. આમ ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરે છે. ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું થશે. તેમ બરારીયા રામજીની યાદીમાં જણાવાયું છે.