ઓલપાડમાં ધોળાદિવસે ગલ્લામાંથી ગઠિયો ૫૦,૦૦૦ની ચોરી કરી ફરાર

(જી.એન.એસ.)બારડોલી,દુકાનદારો જે પોતાની દુકાનને એકલા હાથે ચલાવતા હોય છે તેના માટે ચેતવણી સમાન એક ઘટના સુરત જિલ્લાના ઓલપાડમાંથી સામે આવી છે. અહીંયા ઓલપાડના કુડસદ ગામે સુપર સ્ટોરમાંથી ચોરીની ઘટના ઘટી છે. ચોરીને રકમ રકેટલી મોટી છે તે મહત્ત્વનું નથી પરંતું જે પ્રકારે ઘટના ઘટી તે સાવચેતી જાળવવા માટે દાખલો સાબિત થાય એમ છે. અહીંયા એક સુપર સ્ટોરનો સંચાલક કામ માટે સહેજ સમય માટે પાછળના ભાગમાં ગયો ત્યારે ગઠિયો ગલ્લામાંથી રોકડની થપ્પીઓ સેરવી ગયો. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા મામલો સામે આવ્યો છે.
બનાવની વિગતવારે વાત કરી તો સુરત જિલ્લાના ઓલપાડના કુડસદની આ ઘટના છે. કુડસદ ગામે આવેલા એક સુપર સ્ટોરના ગલ્લામાંથી ૫૦,૦૦૦ રૂપિયા કરતાં વધારે રકમની ધોળે દિવસે ચોરી થઈ. જોકે, ચોરી કોઈ આક્રમક અંદાજમાં નહીં પરંતુ હાથ સફાઈની જેમ થઈ છે.કુડસદ ગામમાં ઉમિયા કોમ્પેલક્ષ આવેલું છે. આ કોમ્પલેક્ષમાં દેવનારાયલણ સુપર સ્ટોર નામનો એક સ્ટોર દુકાનદાર ચલાવે છે. જોકે, પ્રાથમિક વિગતો મુજબ આ સ્ટોરમાંથી જ રોકડની ચોરીની ઘટના સામે આવી છે. દુકાનદાર થોડીવાર માટે પાછળના ભાગમાં ગયા હતા.સીસીટીવી વીડિયોમાં જેવી રીતે જોવા મળે છે એવી રીતે પીળા કલરના શૂઝ, સફેદ કલરનું ફન્કી ટી-શર્ચ અને જીન્સ પહેરેલો સાવ ટૂંકા વાળ ધરાવતો એક શખ્સ આવે છે અને ગલ્લો ખોલીને રૂપિયા લઈને રફૂચક્કર થઈ જાય છે.દુકાનદાર કીમ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ સ્ટોર પર આવી અને આ ઘટનાની વિગતો મેળવી હતી. પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે ગઠિયાની ભાળ મેળવવાની તજવીજ હાથધરી છે.