‘ઓપરેશન ક્લીન મની’ ગુજરાતમાં ૧૬૦ સ્થળે સર્ચઃ ૩૦ કરોડની કરચોરી મળી

અમદાવાદ : આયકર વિભાગને દિલ્હી દરબારમાંથી મોટો ટાર્ગેટ મળતાં અધિકારીઓએ રાજ્યભરમાં સર્ચની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ઓપરેશન ક્લીન મની અંતર્ગત ડિપાર્ટમેન્ટે રાજ્યમાં ૧૬૦ સ્થળે સર્ચ કયું છે. તેની પ્રાથમિક તપાસમાં રૂપિયા ૩૦ કરોડની કરચોરી સામે આવી છે. આ ઉપરાંત સુરત અને વડોદરાના મોટા ગ્રૂપ ઉપર પણ સર્ચની કામગીરી ચાલી રહી છે. હાલ સુરતના જાણીતા હેપ્પી હોમ ગ્રૂપ પરના દરોડા બાદ તપાસ ચાલી રહી છે. સાથે સાથે વડોદરાના આનંતા એન્ડ હાથી ગ્રૂપમાં પણ સર્ચ ચાલી રહ્યું છે. જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓને જુદી જુદી પ્રોડેક્ટ સપ્લાય કરતા અમિત ગોરડીયા ગ્રૂપની ઓફીસોમાં પણ સર્ચની કામગીરી ચાલી રહી છે. દેશની ઘણી બેંકોના ઘણા એકાઉન્ટસ વર્ષોથી સુષુપ્ત હતા. નોટબંધી વખતે તે પૈકીના કેટલાક એકાઅક એક્ટિવ થઇ ગયા અને તેમાં લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન થઇ ગયા હતા. ઓપેરેશન કલીન મની મારફતે ડિપાર્ટમેન્ટે આ એકાઉન્ટની માહિતીના આધારે ૧૬૦ સ્થળે સર્ચ કરી રૂપિયા ૩૦ કરોડની કરચોરી શોધી કાઢવામાં આવી છે.