ઓપરેશન ઓલઆઉટ શરૂ : બાંદીપુરામાં બે આતંકીઓ ઠાર

શ્રીનગર : બહુ થયુ સીઝફાયર હવે આતંકીઓના ફરીથી બુરેદીન આવવાના શરૂ થવા પામી ગયા છે.
રમજાનના પવિત્ર મહિનામાં બંધ રખાયેલ ફાયરીંગ અને આપરેશન ગત રોજથી ફરી શરૂ કરી દેવામા આવ્યુ છે અને ગત રોજ બે તથા આજ રોજ ફરીથી બાંદીપુરામાં વધુ બે આતંકીઓને ભારતીય સેનાએ ઠાર મારી દીધા છે. સેના દ્વારા સર્ચ આપેરશન પણ શરૂ કરી દેવાયું છે. નોંધનીય છે કે, ઓપેરશન ઓલઆઉટ શરૂ કરવાને માટે ગત રોજ જ કેન્દ્ર સરકાર દ્વારા લીલીઝંડી આપી દેવામાં આવી હતી.