ઓનલાઈન “ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર”

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, કચ્છ-ભુજ દ્વારા “ઓનલાઈન ઈન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર” ઓનલાઈન વેબિનારથી યોજવાનું નક્કી કરવામાં આવેલ છે.  આ શિબિરમાં ભાગ લેવા માંગતા યુવક-યુવતીઓએ પોતાના નામ, સરનામાં, શૈક્ષણિક લાયકાત તેમજ મોબાઈલ નંબરની વિગતો તા.૨૮/૦૭/૨૦૨૧ના સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ કચ્છ ખાતે અથવા મો.નંબર ૯૬૩૮૧૧૫૩૮૬ પર વ્હોટ્સએપ કરવા જણાવાયું છે. આ શિબિરનું સંભવિત આયોજન ઓગષ્ટ માસ દરમ્યાન કરવામાં આવશે. જેમાં ગુજરાતના નિષ્ણાંત વ્યાખ્યાતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, તેવું જીલ્લા યુવા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.