ઓટો-રિક્ષામાં પેસેન્જરોને બેસાડી મોબાઇલ ફોન-રોકડની ચોરી કરતી ટોળકી ઝડપાઇ

(જી.એન.એસ.)વડોદરા,સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઓટો-રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમના ખિસ્સામાંથી મોબાઈલ ફોન-રોકડ રકમની ચોરી કરતી ટોળકી ને ક્રાઈમ બાંચે પાંડેસરા સિધાર્થનગર નહેર પાસેથી ઝડપી પાડી રૂપિયા ૧.૭૧ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં પણ ૬ પોલીસ સ્ટેશનમાં ગુના ડિટેક કરવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા હાથ લાગી છે. લોકોના ખિસ્સામાંથી મોબાઈલ અને રોકડ કાઢી લેવાની નવી મોડ્‌સ ઓપરેન્ડીને ક્રાઈમ બ્રાંચે ઉઘાડી પાડી બેને પાંજરે પૂર્યા છે.પોલીસે જણાવ્યું હતું કે ઘણા સમયથી એક જ પ્રકારની આવતી ફરિયાદને લઈ ક્રાઈમ બ્રાન્ચના જવાનોને એલર્ટ કરી દેવાયા હતા. એ દરમિયાન બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ભેસ્તાન નજીક રહેતા (૧) યુનુસ ઉર્ફે યાકુબ લોલીયા જીર્/ં સફી શેખ (ઉ.વ. ૨૪ ધંધો- શાકભાજી વેચાણ રહે સી/૬૪/રૂમ નં. ૫ ઇ.ડબ્લ્યુ.એસ. ભેસ્તાન આવાસ સુરત મુળગામ-સાવનગર ગેંડાલાલ મીલ પાસે જલગાવ સીટી તા.જી. જલગાવ (મહારાષ્ટ્ર)) અને (૨) ઇમરાન ઉર્ફે લંગડો સત્તાર મન્સુરી (ઉ.વ.૨૯ રહેવાસી. બિલ્ડીંગ નંબર ૧૧૩/એ/૬ ભેસ્તાન આવાસ પાંજરા બ્રીજ પાસે, ડીંડોલી સુરત મુળ વતન- તકીયા બજાર બસસ્ટોપ પાસે ઝૂંપડપટ્ટી, શહાદા જીલ્લો.નંદરબાર મહારાષ્ટ્ર)ની અટક કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમની પાસેથી પોલીસને અલગ-અલગ કંપનીના ૬ મોબાઈલ રૂપિયા ૭૧ હજાર તેમજ એક ઓટો-રિક્ષા કિ.રૂ એક લાખ મળી કુલ્લે ૧.૭૧ લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે લીધો હતો.