ઓખીની ઘાત ટળી : ચૂંટણી ૯મીએ જ યથાવત

હવામાન વિભાગની આગાહીથી ચૂંટણીના આયોજન-વ્યવસ્થાઓ પર પણ મંડરાતો હતો ખતરો

નવી દિલ્હી : અરબી સમુદ્રમાં લક્ષ્યદ્વીપ પાસેથી ઉભુ થયેલ ઓખી વાવાજોડું ગુજરાત તરફ પણ તીવ્ર ગતીથી ફંટાય છે અને આક્રમણ કરવાનુ હોવાના અહેવાલો ઉજાગર થયા હતા અને હવામાન વિભાગ દ્વારા પણ અહી અનેકવિધ અગમચેતીના પગલા લેવાના સુચનો કરાયા હતા ત્યારે ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પણ આગામી નવમીએ હોવાથી તેના પર પણ ખતરો જ મંડરાઈ રહ્યો હતો. પરંતુ ગત રોજ ઓખી વાવાજાડુ સુરતમાં ટકરાવાના બદલે દરીયામાં જ સમેટાઈ ગયુ હોવાથી ઓખીની ઘાત ટળી છે તેની સાથે જ હવે ચૂંટણી પર પણ તેની આડઅસર થતી અટકી છે અને ચૂંટણીપંચ દ્વારા કહેવામાઆવ્યુ છે કે ગુજરાતમાં ચૂંટણી તેના નીર્ધારીત સમય અનુસાર જ યોજવામા આવશે. આગામી નવમીએ જ મતદાન કરવામા આવશે અને તેના માટે ચુંટણીપંચ સજજ છે.