ઓક્સિજનની કાળાબજારી અટકાવવા અંજાર મામલતદારે લીધો મહત્વનો નિર્ણય

અંજાર : હાલમાં જયારે સમગ્ર જિલ્લામાં અને ઐતિહાસિક નગર અંજાર શહેર – તાલુકામાં પણ ઓક્સિજનની અછતની બુમરાડ ઉઠી રહી છે ત્યારે મામલતદારે ઓક્સિજનની કાળાબજારી અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. અંજાર મામલતદાર શ્રી મંડોરીએ જણાવયું કે, કલેક્ટર કચેરી દ્વારા જે હોસ્પિટલને ઓક્સિજન માટે પરવાનગી આપવામાં આવી છે. તેઓને જ બોટલ ફાળવવામાં આવશે. આ નિયમનો ભંગ થશે તો જવાબદાર ચંદન એજન્સી અને બોટલ લઈ જનાર બંને સામે દંડનીય અપરાધ ગણી કાર્યવાહી કરાશે. હોસ્પિટલોને પુરતો જથ્થો મળી રહે અને કાળાબજારી અટકે તે માટે આ નિર્ણય આવકારદાયક પરંતુ જો કોઈ દર્દી પોતાના ઘરે હોમ આઈસોલેટ હોય અને ની જરૂરીયાત હોય તો તેને કેવી રીતે સીલીન્ડર મળે એ સવાલ પુછતા, અંજાર મામલતદારે કહ્યું કે, તબીબી સલાહથી જો કોઈ વ્યક્તિ ઘરે આઈસોલેટ થયા હોય તો ડોકટરનું પ્રીસ્કીપશન લઈ આવે તેમને અપાશે ગઈકાલે આ પ્રમાણે ૧૧૭ બોટલો અપાઈ હતી. આ નિર્ણય કાળાબજારી અટકાવવા લેવાયો છે.