ઐતિહાસીક અંજાર શહેરનું રાજાશાહી વખતનું સોરઠીયા નાકું વિકાસથી વંચિતઃ જીતેન્દ્ર ચોટારા

અંજારઃ ઐતિહાસીક અંજાર શહેરના એક સમયનું હદય સમું રાજાશાહી વખતનું સોરઠીયા નાકું ભુકંપ બાદ અનેક સુવિધાથી વંચિત રહેલ છે. સોરઠ પ્રાંતના પાંચાળી આહીરોનું એક મોટું જુથ એભા પટેલની આગેવાનીમાં સવંત ૧૬૬૯ના સમયગાળા દરમ્યાન કચ્છ જીલ્લામાં સ્થાયી થયેલ છે પ્રાંતિય ઓળખરૂપે સોરઠીયા આહીર તરીકે પ્રસ્થાવિત થયેલ હતું તે સમયના મહારાવએ પાંચાળી આહીરો જે સૌરાષ્ટ્રમાંથી આવેલ હતા તેમના નામે કચ્છના ઈતિહાસમાં કોઈ જ્ઞાતિના નામે નાકુ પ્રસ્થાપિત કરવામાં આવેલ હોઈ તો તે સોરઠીયાનું નાકુ છે ઈતિહાસ ઉપર નજર નાખીએ તો અહીં સોરઠીયા આહીર પરીવારના વીર શહીદ દાદાઓના પાળીયા આવેલા છે જેમણે પોતાના પરીવાર અને ગાયોના રક્ષણ કાજે પોતાની શહાદત આપેલ હતી તેમનું સોરઠીયા નાકુ ઈતિહાસનું સાક્ષી રહેલ છે જે પણ સોરઠીયા આહીર પરીવાર દ્વારા અહીં શુભ પ્રસંગે પરીવારના વંશજો માથું ટેકવવા આવે છે તેમજ લગ્ન પ્રસંગે વરરાજા જાન પ્રસ્થાન પહેલા આવે છે અને લગ્નબાદ નવદંપતી અચુક માથું ટેકવવા આવે છે હાલ ભુકંપ બાદ સોરઠીયા આહીર પરીવાર દ્વારા સુરાપરા દાદાના પાળીયાનું જીર્ણોદ્ધાર કરવામાં આવેલ હતો અહીં યદુવંશી કુંડના દેવીઓમાં હિંગલાજનું પૌરાણીક મંદીર આવેલ છે ભુકંપ બાદ ટાઉનપ્લાનીંગના કારણે હાલમાં સોરઠીયા નાકા વીસ્તારના લોકો તથા બહારથી આવતા લોકો વર્ષોથી જર્જરીત હાલના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. તેમાં ખાસ મુખ્ય બજાર અને શાક માર્કેટ જવા માટે વટેમાર્ગું માટે હ્યદ સમાન સોરઠીયા નાકાથી લાખાણી ચોકથી મધ્ય બજાર તથા સોરઠીયા નાકાથી સવાસર નાકાનો રોડ ખાડા ખાબોચીયા અને દુરગ્રસ્ત હાલતમાં છે હાલમાં વરસાદી માહોલ હોતા પ્રજાજનો ઉપર જાણે આફત આવવાની હોય તેવી ભિતી દેખાઈ રહી છે. અહીંની પ્રજાએ હાલની સતાધારી પક્ષને ખોબે ખોબે મત આપ્યા છે પરંતુ આમ પ્રજાજનોની સુખાકારી આપવામાં સતાધારી પક્ષ સદંતર નિષ્ફળ નીવડેલ છે જો આગામી દિવસોમાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા સહીતના કાર્યક્રમો આપવામાં આવશે તેવું વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ છે.