ઐતિહાસિક બંદરીય શહેર માંડવીનો ૪૩૮મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવાયો

કાર્નિવલમાં ૧૬ જેટલી કૃતિઓએ સ્થાપના દિવસની શોભા વધારી : મહિલા પ્રભાતફેરી- સાઈકલ મેરેથોન યોજાઈ : ખિલી પૂજન અને તોરણવિધિ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીના હસ્તે કરાઈ

 

માંડવી : ઐતિહાસીક બંદરીય શહેર માંડવીનો ૪૩૮મો સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ માંડવી કાર્નિવલનો ભવ્ય આયોજન ઓગન રોડથી મહિલા બાગ સુધી કરવામાં આવ્યું હતું. જેને માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ નગરજનો સમક્ષ ખુલ્લો મુકાયો હતો. આ કાર્નિવલમાં વિવિધ ૧૬ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિવિધ ગ્રુપો અને શાળાળઓમાથી રપ૮ જેટલા સ્પર્ધકોએ હોંશભેર ભાગ લીધો હતો. આકર્ષણરૂપ આ કાર્નિવલને માણવા ટોપણસર તળાવની પાળે શહેરીજનો ઉમટી પડયા હતા. ભાગ લીધેલ તમામ ગ્રુપો અને શાળાઓને માંડવી નગરપાલિકા દ્વારા રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ માંડવી શહેરીજનોને વણથંભી વિકાસયાત્રામાં સહભાગી થવા જણાવી શહેરનો ઉત્તરોતર વિકાસ થશે તેવી ખાત્રી દર્શાવી હતી. પૂર્વ ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ માંડવીની ગૌરવશાળી ભૂમિએ વિવિધક્ષેત્રે અનેક વીર સપૂતો આપ્યા હોવાનો ગૌરવ વ્યક્ત કરી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ઋણને દેશ માટે અવિસ્મરણીય ગણાવ્યું હતું. સૌનો સાથ સૌનો વિકાસના સુત્રને ચરિતાર્થ કરવા આહવાન કર્યું હતું. સ્થાપના દિવસે વહેલી સવારે ૭ કલાકે મહિલા પ્રભાત ફેરી તથા સાઈકલ મેરેથોનમાં બહોળી મહિલાઓ તથા નગરજનો જોડાયા હતા. ત્યારબાદ દરિયાલાલ દ્વાર પાસે ઐતિહાસિક ખીલી પૂજન તથા તોરણવિધિ નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણી દ્વારા કરવામાં આવી હતી. દિપ પ્રાગટય વડે કાર્યક્રમને ખુલ્લો મુકતા પધારેલ નગરજનોનો શાબ્દિક સ્વાગત જિજ્ઞેશ કષ્ટાએ કર્યું હતું. સન્માનમાં નગર અધ્યક્ષા સુજાતાબેન ભાયાણીનું નરેનભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ ગોહિલનું જિજ્ઞેશ કષ્ટા, હરીશભાઈ ગણાત્રાનું મેહુલભાઈ શાહે સન્માન કર્યું હતું. પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રાએ ૧૯૯૩થી શહેરના સ્થાપના દિવસની ઉજવણી શરૂ થઈ હોવાનું જણાવી પોતાના પ્રમુખ કાર્યકાર દરમ્યાન સ્થાપના દિવસની ઉજવણીની દરખાસ્ત હુશેનભાઈ ચકેરાએ કરી હતી. માંડવીને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા નગરજનોને સાથ સહકારની અપીલ કરી હતી. પ્રવાસન સ્થળ માંડવી શહેરમાં ટ્રાફિક ન થાય તે માટે માંડવી બાયપાસ તરીકે કચ્છ ઓપલ મિલ પાસેથી માંડવી બીચ તરફનો રીંગરોડ બનાવવા નગરપાલિકા પાસે માંગ કરી હતી. સાથે ગઢની દિવાસને દૂર કરી રસ્તાને પહોડો કરવા સુચન કર્યું હતું. અરવિંદભાઈ ગોહિલે શહેરનો અવિરત વિકાસ ચાલુ રહેશે તેમજ શહેરના સ્વચ્છતા અભિયાનમાં સૌ નગરજનો જોડાય તેવી અપીલ કરી હતી. સત્તાપક્ષના નેતા મેહુલભાઈ શાહે માંડવી બીચનો રીંગરોડ બનાવવા ચક્રોગતિમાન હોવાનું જણાવી શહેરને રળિયામણું બનાવવા નગરજનો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે તેવી ટકોર કરી હતી. સુજાતાબેન ભાયાણીએ પ્રવાસનને સુવિધારૂપ બનાવવા શહેરના ટ્રાફિકને હળવો કરવા નગરપાલિકા પ્રયત્નશીલ હોવાનું જણાવી સ્વચ્છતા અભિયાનમાં નગરજનો સહકારની અપેક્ષા દર્શાવતા પ્રવાીઓ સ્વચ્છતા અભિયાનને વેગ આપતા પ્લાસ્ટીકને ઉપયોગ ટાળે તેવી અપીલ કરી હતી. શહેરની અદ્યતન લાયબ્રેરીનો લાભ લઈ કચ્છ અને માંડવીના ભાતિગળ ઈતિહાસની વાકેફ થવા જણાવ્યું હતું. પાણીનો થતો બગાડ અટકાવવા સુચક ટકોર કરી હતી. લોકો વચ્ચે રહી શહેરની સમસ્યાઓ દૂર કરી સવલત સભર શહેરના નિર્માણ સાથે માંડવીને અવ્વલ દરજાનો શહેર બનાવવા ખાત્રી આપી હતી.
વિશિષ્ઠ પ્રતિભા સંપન્ન વ્યક્બતિઓ વાડીલાલભાઈ દોશીનો શાલ અને મોમેન્ટો વડે સુજાતાબેન ભાયાણી અને પારસભાઈ શાહ, ડેનીશભાઈ ગોગરીનો નરેશ સોની, પ્રેમજી કેરાઈ દ્વારા કૃણાલ ડાગાનો ખુશાલ જોષી, જિજ્ઞેશ કષ્ટા દ્વારા ડો. કીતિકાબેન વ્યાસનો મેહુલ શાહ, ગીતાબેન ગોર, સતીષ સનિશ્વરાનો દમયંતીબેન સલાટ, વૈશાલીબેન જુવડ, અંજલીબેન રાજગોરને સન્માન રેખાબેન દવે, પુષ્પાબેન મોતીવરસ, વિમળાબેન ગોસ્વામીનો સુજાતાબેન ભાયાણી તેમજ લાયબ્રેરીના નિયમિત વાચકો, નગરપાલિકાના સારી કામગીરી કરનાર કર્મીઓ, ફાયર ફાઈટર વિભાગના કર્મીઓ અને ટેક્ષ કલેકશન વિભાગના કર્મીઓનો વિશિષ્ઠ બહુમાન કરાયું હતું. સાથે વિનોદભાઈ થાનકી, હુશેનભાઈ ચકેરાનું પણ સન્માન કરાયું હતું.
આ પ્રસંગે દિનેશ હિરાણી, રમેશ ફોફીડી, વનિતાબેન કષ્ટા, રાજેશ કાનાણી, હેમાંગ કાનાણી, નિમેષ દવે, રફીક શેખ, અલીમામદ ઘાંચી, હાજી અબ્દુલ્લા ઓઢેજા, સામતસિંહ સોઢા, કમલેશ ગઢવી, ડો. કૌશિક શાહ, વર્ષાબેન જોષી, ચંદુભાઈ વાડિયા, નરેન્દ્ર પીઠડિયા, હિતેષ મહેતા, વાલજીભાઈ ટાપરિયા, કીર્તિ ગોર, ઉદય ઠાકર, કાનજી શિરોખા, ગોરધન પટેલ સહિત બહોળા નગરજનો ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન જયેશ ભેદા અને આભારવિધિ ખુશાલ જોષીએ કરી લીધી હતી.