એસ.ડી.કોર્ટની માંગ સાથેનલીયા કોર્ટમાં અબડાસા બાર એસો.ની અચોકક્સ મુદ્દતની હડતાલનો પ્રારંભ

નલીયા : નલીયા કોર્ટમાં સીનીયર ડીવીઝન કોર્ટની માંગ સાથે અબડાસા બાર એશો. દ્વારા આજથી નલીયા કોર્ટમાં અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અબડાસા બાર એશો.ના પ્રમુખ બી.બી.જાડેજા અને મહામંત્રી લાલજીભાઈ કટુઆએ આજરોજ ક્ચ્છના પ્રિન્સિપલ સિવિલ જજશ્રીને લેખીત જાણ કરી નલીયા કોર્ટ ખાતે સીનીયર ડીવઝન કોર્ટ ન ફાળવાય ત્યાં સુધી અચોક્કસ મદ્દતની હડતાલનો પ્રારંભ કરવાની જાણ કરી હતી.પત્રમાં જણાવ્યા મુજબ છેલ્લે તા.૨૬/૩ ના અલ્ટીમેટમ આપેલ પરંતુ સકારાત્મક ઉકેલ આવે ન હોઈ આજથી હડતાલ ચાલુ કરેલ છે તેમ જણાવ્યું હતું.માંગણીનો સ્વીકાર નહીં થાય ત્યા સુધી તાકીદના કામ શિવાય અબડાસા બાર એશો.ના વકીલોએ બાર એશો.માં ઠરાવ કરેલ છે.આ માંગ માટે જીલ્લાના અન્ય તાલુકાના બાર એશો.નો અબડાસા બાર એશો.ને ટેકો મળેલ છે અને આગામી સમયમાં વિવીધ કાર્યક્રમો સાથે વિરોધ નોંધાવાશે તેવું બાર એશો.ના પ્રમુખ બી.બી.જાડેજા અને મહામંત્રી લાલજીભાઈ કટુઆએ જણાવ્યું હતું.હડતાલના પ્રારંભ સાથે સુત્રોચ્ચાર સાથે માંગ દોહરાવાઈ હતી.એશો.ના સભ્ય વકીલો હાજર રહ્યા હતા.