એસ.ટી.ની વિભાગીય સલાહકાર સમિતિની મળી પ્રથમ બેઠક

કચ્છ એસ.ટી. વિભાગીય  સલાહકાર સમિતિની રચના કરાઈ
ભુજ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગની વિભાગીય સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. ૧૭ સભ્યોની બનેલ સમિતિમાં ઉમેરાભાઈ આચાર્ય (હાજીપીર), જયસુખભાઈ ઠક્કર (ભુજ), હરેશભાઈ મહેશ્વરી (ભુજ), રામસંગજી જાડેજા (અંજાર), હર્ષભાઈ પટેલ (ભુજ), રવાભાઈ આહીર (મુંદરા), સામતભાઈ ગઢવી (માંડવી), મહેન્દ્રભાઈ પટેલ (ભચાઉ), ભવાનસિંહ જાડેજા (ભચાઉ), વિક્રમસિંહ જાડેજા (વિંઝાણ), પેથાભાઈ પટેલ (આધોઈ), નશાભાઈ દૈયા (ગેડી), તાનસેન શાહ (નખત્રાણા), ખેંગાર રબારી (વિથોણ)ની વરણી કરાઈ છે. જયારે જિલ્લા પંચાયત પ્રમુખ, પોલીસવડા તેમજ ગાંંધીધામ એરિયા મેનેજર રેલવેની હોદ્દાની રૂએ સમિતિમાં વરણી કરાઈ છે.

 

ભુજ : ગુજરાત વાહન વ્યવહાર નિગમની વિભાગીય સલાહકાર સમિતિની આજે પ્રથમ બેઠક મળી હતી. કચ્છ એસ.ટી. વિભાગની નવી સલાહકાર સમિતિની તાજેતરમાં જ સરચના કરવામાં આવી છે. ત્યારે નવા વરાયેલા હોદ્દેદારો સાથે ગેટ ટૂ ગેધર બેઠક મળી હતી.  કચ્છ એસ.ટી. નિયામક બી.એચ. ચારોલાના માર્ગદર્શન હેઠળ મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ સભ્ય તરીકે ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત એસ.પી. મકરંદ ચૌહાણ, રેલવેના એરિયા મેનેજર પણ હોદ્દાની રૂએ સભ્ય તરીકે બેઠકમાં જાડાયા હતા.  આ મહત્વની બેઠકમાં એસ.ટી.ની સુવિધાઓ અંગે નવ નિયુક્તી સમિતિને વાકેફ કરાઈ હતી. આ ઉપરાંત એસ.ટી. તંત્રને લગતા સુચનો અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો. કચ્છના જુદા- જુદા વિસ્તારોમાંથી વરાયેલા સભ્યોનો પરિચય મેળવીને યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત એસ.ટી.ની સુવિધાઓ કઈ રીતે સુદ્રઢ બને તે માટે સહિયારા પ્રયાસોથી આગળ વધવા અપીલ કરાઈ હતી.