એસ.ટી નિગમના મૃતક કર્મચારીઓના વારસદારોનું નોકરીની માંગ સાથે વિરોધ પ્રદર્શન

૧૫ સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું

ગુજરાત વાહન વ્યવહાર નિગમના મૃતક કર્મચારીઓના વારસદારોએ આજે એસ.ટી નિગમની રાણીપ સ્થિત ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આરટીઓ સર્કલથી રાણીપ સ્થિત નિગમની વડી કચેરીએ સ્ડ્ઢને મૃતક કર્મચારીઓના વારસદારોએ રજૂઆત કરી. રાજયભરમાં અંદાજે ૯૦૦થી વધારે જેટલા કર્મચારીઓના પરિવારજનો રહેમરાહે નોકરી માટેની માંગ કરી રહ્યા છે.વર્ષ ૨૦૧૧ પહેલા ભરતી થયેલ કર્મચારીઓ કે જેઓનું આકસ્મિક નિધન થયું છે, તેમના પરિવારજનો નોકરી માટે માંગ કરી રહ્યા છે. જેને લઇને પાછલા કેટલાક વર્ષોથી વિવિધ સ્તરે રજૂઆત પણ કરી ચૂકયા છે. પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો. જેને લઇને ફરી એકવાર આજે વારસદારોએ પોતાની માંગને લઈને રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો.વિરોધ નોંધાવી રહેલા વારસદારોએ જો એક મહિનામાં નિવેડો ન આવે તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલનને પણ ચીમકી ઉચ્ચારી છે. આ વારસદારનો તર્ક છે, કે તેમના પરિવારમાં આર્થિક ઉપાર્જન માટે હવે કોઈ સ્ત્રોત નથી રહેતા તેમને નિગમ દ્વારા નોકરી પૂરી પાડવામાં આવે.આ પહેલા વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓના સંગઠન મારફતે પણ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વારસદારોને રહેમ રાહે નોકરી આપવાની માંગનો પણ સમાવેશ થાય છે. જે માટે યુનિયનોએ આગામી ૧૫મી સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તે બાદ ૧૬ સપ્ટેમ્બરથી કાળી પટ્ટી ધારણ કરી કામ કરવું, જિલ્લા સ્તરે આવેદન આપવું ઉપરાંત જો કોઈ નિવેડો ન આવે તો ૨૩ સપ્ટેમ્બરથી માસ ઝ્રન્ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.