એસટીના ૧૫૦૦ કંડક્ટરની ભરતી  પરીક્ષાના પરિણામ સામે હાઇકોર્ટમાં રિટ

અમદાવાદઃ એસટીના ૧૫૦૩ કન્ડક્ટરની ભરતીની પરીક્ષાના પરિણામ સામે હાઈકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. આ મામલે અરજદારની રજૂઆત હતી કે,‘નિયમ મુજબ પરીક્ષામાં બ્લેક પેનથી લખવાનું હોય છે, પરંતુ ૨૦ જેટલા પરીક્ષાર્થીઓએ બ્લ્યૂ પેનથી પેપર લખ્યું છે. ઓએમઆરી શીટ પર એ, બી, સી, ડી ક્રમાંક લખવાનો હોય છે, પરંતુ આવું ન કરનારા અનેક પરીક્ષાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. જીએસઆરટીસીના ડિરેક્ટરે પત્ર લખીને ચાલુ વર્ષે પરીક્ષા ન લેવા સુચના આપી હતી, તેમ છતાંય પરીક્ષા લેવામાં આવી છે.’