એશિયાડમાં ભારતનો ગોલ્ડન દબદબો

ભારતની રોઈંગ મેન્સ ટીમે અપાવ્યો ગોલ્ડ મેડલ, નૌકાયાનમાં મળ્યા કુલ ૩ મેડલ : પીએમ શ્રી મોદી, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ સહિતનાઓએ પાઠવ્યા અભિનંદન

 

એશિયાડ ગેમ્સમાં ભારતને મળ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ : પુરૂષ ટેનિસ ડબલ્સમાં બોપન્ના અને શરણે ગોલ્ડ મેળવતા ભારતના ખાતામાં આવ્યો છઠ્ઠો સુવર્ણ પદક

 

જકાર્તાઃ એશિયાડ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતને રોઈંગમાં અત્યાર સુધી કુલ ૩ મેડલ મળ્યા છે. પુરુષ ટીમે આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને રોઈંગમાં એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ક્વાડ્રુપુલ સ્કલ્સ સ્પર્ધામાં ભારતના સવર્ણ સિંહ, દત્તૂ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીત સિંહે ૬ મિનિટ ૧૭ સેકન્ડનો સમય લઈને પહેલું સ્થાન મેળવ્યું છે. આ પહેલાં પુરુષ લાઈટવેટ સિંગલ્સમાં દુષ્યંતે કાંસ્ય પદક જીત્યો હતો. તેમણે ૭ મિનિટ ૧૮ સેકન્ડનો સમય લઈને આ મેડલ મેળવ્યો છે. તેના પછી જ લાઈટવેટ ડબલ સ્કલ્સમાં રોહિત કુમાર અને ભગવાન સિંહે પણ કાંસ્ય મેડલ જીત્યો છે. બંનેએ રેસ પૂરી કરવા માટે ૭ મિનિટ ૪ સેકન્ડનો સમય લીધો હતો. આમ, એસિાડ ગેમ્સમાં ૫ ગોલ્ડ મેડલની સાથે ભારતને કુલ ૨૧ મેડલ મળ્યા છે.
૩૦૦ મીટર એર રાઈફલ શૂટિંગમાં ભારતના અમિત કુમાર અને હરજિંદર સિંહ સામે પડકાર છે. બીજી બાજુ સ્વીમિંગના હીટ રાઉન્ડમાં છઠ્ઠું સ્થાન મેળવીને ભારતના સંદીપ સેજવાલ ફાઈનલ રાઉન્ડમાં પહોંચી ગયા છે.
આજે કુલ ૪૩ ગોલ્ડ મેડલ દાવ પર છે. ૧૦ મીટર એર પિસ્ટલ શૂટિંગમાં આજે ભારત માટે ખાસ દિવસ છે. કોમનવેલ્થ ગેમ્સમાં દેશની બંને વિજેતા હિના સિદ્ધુ અને મનુ ભાકર તેમનું બેસ્ટ પર્ફોમન્સ આપવાનો પ્રયત્ન કરશે. એશિયાડ ગેમ્સમાં અત્યાર સુધી કઈ ખાસ ન કરી શકનાર એથલીટ દીપા કર્માકર પણ આજે બીમ બેલેન્સ ઈવેન્ટમાં ભાગ લેશે. દેશને તેમની પાસેથી મેડલની આશા છે. બેડમિંટનમાં આજે કિદાંબી શ્રીકાંત રાઉન્ડ ઓફ ૩૨માં હોંગકોંગના વોન્ઝ વિંગ સાથે મુકાબલો થશે.
ઈન્ડિન ટીમ આંજે સાંજે ૬.૩૦ વાગે જાપાન સામે રમવા ઉતરશે. અત્યાર સુધી ટીમે પહેલી મેચમાં ઈન્ડોનેશિયાને ૧૭-૦ અને હોંગકોંગને ૨૬-૦થી હરાવી છે. આ સંજોગોમાં દર્શકોને ભારતીય ટીમ પાસેથી ફરી એક મોટી જીતની આશા છે. મુક્કેબાજીમાં ૬૦ કિલો કેટેગરીમાં શિવ થાપા અને ૬૯ કિલો કેટેગરીમાં મનોજ કુમાર રાઉન્ડ ઓફ ૧૬માં પહોંચવા માટે આજે રમશે.
નોધનીય છે કે, ટેનિસ ડબલ્સ મેન્સમાં ભારતને ગોલ્ડ મળવા પામી ગયો છે. રોહન બોપન્ના અને દ્વીવજ શરણ દ્વારા ૬-૩, ૬-૪ના સીધા જ સેટથી કજાકીસ્તાનની જોડીને હરાવીને વિજય થતા ડબલ્સમાં ગોલ્ડ પર કબ્જો મેળવી લીધો હતો.