એલઓસી પર પાક.ની હલચલ વધી

વધુ પાકીસ્તાની સૈન્ય છાવણીઓ ખડકી : રાજસ્થાન સરહદ પર પણ ૧૪ પોસ્ટનું કરાયુ નિર્માણ

નવી દીલ્હી : સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે પાકીસ્તાને એલઓસી પર વધુ ૧૪ પોસેટનું નિર્માણ કર્યુ છે. પાકીસ્તાને અલેઆસી પર વધુ સૈનિકોને તૈનાત કર્યા છે. ગુપ્તચર એજન્સીના રીપોર્ટ મુજબ રાજસ્થાન સીમા પર પાકીસ્તાને નજર વધારી છે. પાકીસ્તાને ભારતીય સીમા પર ગતીવીધીમાં વધારો કર્યો છે. એમાય જમ્મુ કાશ્મીરમાં પાકીસ્તાની સૈન્યની ગતિવીધિઓમાં વધારો થયો છે. રીપોર્ટ મુજબ શિયાળામાં પાકીસ્તાન આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવામા નાકામ થયુ હતુ.
જેથી પાકીસ્તાને એલઓસી પર વધુ સેનિકોને તથૈનાત કર્યા છે. આ ઉપરાંત પાકીસ્તાની સેનાના અધિકારીઓ અને પાકીસ્તાન રેન્જર્સ રાજસ્થાન બોર્પર પાસે સતત રેકી કરી રહ્યા છે. સૃુત્રોના જણાવ્યા પ્રમાણે પાકીસ્તાન રાજસ્થાનના જેસલમેર પાસે રેકી કરી રહ્યુ છે.