એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ ખાતે ‘ઈન્સ્પીરેશન ગેલેરી’ નું પ્રદર્શન – ‘તનછોઈ’ નો શુભારંભ

ભુજ : શ્રુજન દ્વારા સંચાલિત ભુજ-ભચાઉ હાઈવે પર અજરખપુર ખાતે આવેલા ઈન્ટરનેશનલ લેવલના ક્રાફટ મ્યુઝિયમ ‘લિવિંગ એન્ડ લર્ન્િંાગ ડિઝાઈન સેન્ટર’ ખાતે આવેલ ‘ઈન્સ્પીરેશન ગેલેરી’ (પ્રેરણા ગેલેરી)માં હાલમાં ચાલી રહેલો ‘બનારસ ઃ વાર્તા કિનખાબની’ ચોથો શો પૂર્ણ કરી નવંુ પ્રદર્શન ‘તનછોઈ’ (બનારસમાં થતાં વણાટ કામનો એક પ્રકાર) નો શુભારંભ તા.૩૦ જુલાઈને શુક્રવારના સવારના ૧૦ કલાકે થશે.
જગતભરના બેનમૂન વિવિધ નમૂનાઓને પ્રદર્શિત કરનારા એક એકથી ચઢીયાતા પ્રદર્શનો પૈકી આ “તનછોઈ’ ના પ્રદર્શનમાં હાથવણાટની અદભૂત તનછોઈ સાડીઓ, વસ્ત્રો અને કાપડના નમૂનાઓને જાેવા એ એક લ્હાવો હશે. એવંુ માનવામાં આવે છે કે તનતછોઈ એ મૂળભૂત રીતે ચીની વણાટકામની તકનિક છે, જેનો પ્રવેશ ભારતમાં ચીન, ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પારસી વેપારના ભાગરૂપે થયો. આ વણાટકામ વિશે એવી માન્યતા પણ છે કે તે છેક ૧૯ મી સદીની મધ્યમાં છોઈ અટક ધરાવતા ત્રણ ચીની ભાઈઓ દ્વારા ભારતમાં આયાત કરવામાં આવેલું એટલે ‘તનછોઈ’ આ ત્રણ ‘છોઈ’ અટક ધરાવતા ભાઈઓ પરથી લેવામાં આવ્યંુ હોઈ શકે. બનારસમાં તેઓ તેનો અર્થ ‘તન-છાઈ’ એટલે કે શરીર ઢાંકવાના સ્વરૂપે પણ કરે છે. પ્રિતિબેન શ્રોફ, નિમિલાબેન શાહ તેમજ કચ્છના સુવિખ્યાત એન્ટીક કલેકટર વઝીરભાઈના પણ કેટલાંક અલભ્ય નમૂનાઓને આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેમના આ સહયોગ-યોગદાન થકી વાસ્તવમાં આ પ્રદર્શન અનેરૂ અને અનોખું બન્યું છે. આ પ્રદર્શનના માધ્યમથી આ તમામ કલા-કારીગરી અને કારીગરો, ડિઝાઈનરો સન્માનિત થશે સાથો સાથ અહીંના સ્થાનિક અલગ અલગ હસ્તકળાઓના કારીગરો પણ આ દ્વારા પ્રેરણા મેળવશે. કચ્છમાં દુનિયાભરથી પ્રવાસે આવતા મુલાકાતીઓને શ્રુજનનું આ ક્રાફટ મ્યુઝિયમ – એલએલડીસી પોતાના વિવિધ પ્રદર્શનો થકી મોહિત કરી રહ્યું છે, ત્યારે પ્રેરણા ગેલેરીના – ‘તનછોઈ’ નું આ પાંચમું પ્રદર્શન અદભૂત આકર્ષણ ઉભંુ કરશે અને વિવિધ બેનમૂન કૃત્તિઓ પ્રવાસીઓને હસ્તકલા પ્રત્યે સન્માન પેદા કરી તેમનામાં કલા અને કારીગરો પ્રત્યેનો અભિગમ પણ બદલશે.