એર ઈન્ડિયાનાં પાયલોટ્‌સે આપી ચેતવણી, જો રસીકરણ શિબિર ન લગાવ્યા તો કામ બંધ

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,એર ઈન્ડિયાનાં પાયલોટ્‌સે ધમકી આપી છે કે જો રસીકરણ શિબિર નહી બનાવવામાં આવે તો તેઓ કામ બંધ કરી દેશે. એર ઈન્ડિયા પાયલોટ યુનિયન અને ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ્‌સ એસોસિએશન-આઈસીપીએ તેમના ડિરેક્ટર (ઓપરેશન્સ) ને પત્ર લખીને પૂછ્યું છે કે, જો એર ઇન્ડિયા પ્રાથમિકતાનાં આધાર પર ૧૮ વર્ષથી વધુ વયાનાં ક્રૂ મેમ્બર્સ માટે દેશભરમાં રસીકરણ શિબિર લગાવવામાં નિષ્ફળ જાય, તો તેઓ કામ બંધ કરશે.
એર ઇન્ડિયા એરબસ પાયલોટે તેના મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે, જો તેમને પ્રાથમિકતાનાં ધોરણે કોરોના રસી નહી મળે તો તેઓ કામ કરવાનું બંધ કરી દેશે. પાયલોટ્‌સનાં યુનિયન, ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ્‌સ એસોસિએશને મેનેજમેન્ટને ચેતવણી આપી છે કે, જો ક્રૂ સભ્યોને એર ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય રસીકરણ શિબિર લગાવીને રસી ન અપાવવામાં આવી તો તેઓ કામ બંધ કરશે. ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સને લખેલા પત્રમાં, એર ઈન્ડિયાનાં પાયલોટ્‌સને કહેવામાં આવ્યું છે કે, મેનેજમેન્ટ દ્વારા તેમને ફ્રન્ટલાઈન વર્કર ગણાવીને રસી આપવામાં આવી નથી. પાયલોટ એસોસિએશને કહ્યું કે, ક્રૂ મેમ્બર્સ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યા છે અને ઓક્સિજન સિલિન્ડરો માટે તડપતા રહ્યા છે. પાયલોટ્‌સ કહે છે કે, રોગચાળા દરમિયાન તે રસી વિના જીવનનું જોખમ ઉઠાવી રહ્યા છે. આટલું જ નહીં, પાયલોટ્‌સે કહ્યું કે, લોકો ડેસ્ક જોબ કરે છે અને જે ઘરેથી કામ કરી રહ્યા છે તે લોકોને રસી આપવામાં આવી રહી છે, પરંતુ ક્રૂ મેમ્બર્સને છોડી દેવામાં આવ્યા છે જેમને કોરોનાનું જોખમ વધારે છે. પાયલોટ્‌સે તેમના પત્રમાં લખ્યું છે કે, ‘આ હ્રદયસ્પર્શી વાત છે કે ટોચનાં મેનેજમેન્ટે પાયલોટ્‌સને જોખમની વચ્ચે કામ કરતા છોડી દીધા છે. અમને આશા છે કે એર ઈન્ડિયા તરફથી ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારોને રસી વિના નહીં છોડવામાં આવે, જેઓ આ સંકટ દરમિયાન રાષ્ટ્ર સાથે ઉભા રહીને કામ કર્યુ છે.’