એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સીઇઓ પદેથી રાજીનામું આપશે

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સીઇઓ પદથી આજે રાજીનામું આપવાના છે. ૫૭ વર્ષીય બેઝોસ એમેઝોનના સીઇઓ પદેથી રાજીનામું આપશે અને તેમની જગ્યાએ લાંબા સમયથી એમેઝોન વેબ સિરીઝના સીઇઓ રહેલા એન્ડી જેસી એમેઝોનું સુકાન સંભાળશે.બેઝોસ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. તેમણે ૨૭ વર્ષ પહેલાં એમેઝોનની શરૂઆત એક ઓનલાઇન બુક સ્ટોરના રૂપમાં એક ગેરેજથી કરી હતી. તેઓ ઓર્ડર આવ્યા પછી ખુદ પેકેજિંગ કરતા હતા અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડતા હતા, પણ તેમનો કોન્સેપ્ટ એટલો લોકપ્રિય થઈ ગયો કે તેઓ વિશ્વભરમાં છવાઈ ગયા.હવે એમેઝોને ઈ-કોમર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, ડિજિટલ સ્ટ્રિમિંગ જેવાં ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું હતું. એમેઝોન પૃથ્વી પરની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે, જેની માર્કેટ વેલ્યુ ૧.૭ લાખ કરોડ ડોલર છે. ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટની સાથે છૂટાછેડાની સમજૂતી પછી પણ જેફ બેઝોસની કુલ સંપત્તિ આશરે ૨૦૦ અબજ ડોલર છે, જેમાં તેમણે પોતાની પત્નીને કેટલોક હિસ્સો આપ્યો હતો. જેફ બેઝોસનું ભાગ્ય ૧૯૬ કરોડ ડોલર સુધી વધ્યું હતું, જ્યારે સૌપ્રથમ વાર મેગેઝિનમાં સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં નોંધવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯ પછી બેઝોસની સંપત્તિમાં ૭૩ ટકાનો વધારો થયો હતો. તેમની ૯૦ ટકા સપત્તિ એમેઝોન થકી છે, એમ ફોર્બ્સ મેગેઝિન કહે છે. તેમના અન્ય નાણાં પ્રોજેક્ટ્‌સ બ્લુ ઓરિજિન અને અમેરિકન ડેઇલી વોશિંગ્ટન પોસ્ટમાં છે. બેઝોસ તેમની આવકના પ્રમાણમાં ઇન્કમ ટેક્સની ઓછો ભરે છે