એપ્રીલ ૨૦૧૬ પૂર્વે હોમ લોન લેનાર ગ્રાહકોના વ્યાજદર ઘટશે

મુંબઈઃ બજાર દર મુજબ બેંકોએ જેમની હોમલોનનો વ્યાજદર ઘટાડયો નથી એવા એપ્રિલ ૨૦૧૬ પહેલાના ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. રિઝર્વ બેંકે લેન્ડીંગ બેન્કોને જુની હોમ લોનનું વ્યાજ હાલના બજાર સાથે જોડાયેલા બેંચ માર્ક સાથે જોડાવા જણાવ્યું છે.
એપ્રિલ ૨૦૧૬ પહેલા હોમલોન બેસ રેટ સાથે જોડાયેલી હતી, બેંકો એ દર પોતાની મેળે નકકી કરતી હતી. બેંક રેટ રેટ-કાપનું પ્રતિબિંબ પાડતા નથી. એવી ફરિયાદ પછી રિઝર્વ બેંચે ફોર્મ્યુલા આધારિત માજીર્નલ કોસ્ટ ઓફ લેન્ડીંગ રેટ (એમસીએલઆર) દાખલ કર્યો હતો. આ રેટ ફંડની કોસ્ટ સાથે જોડાયેલો છે. એપ્રિલ ૨૦૧૬ પછી લોન લેનારાઓને એમસીએલઆરનો લાભ મળ્યો હતો, પણ જૂના લોનગ્રાહકોને બેસ રેટ પ્રમાણે વ્યાજ ચૂકવવુ પડતું હતું.ગઈકાલના પોલીસી સ્ટેટમેન્ટમાં રિઝર્વ બેંકે બેંકોને ૧ એપ્રિલ ૨૦૧૮થી બેસ રેટ એમસીએલઆર સાથે જોડવા જણાવ્યું છે.રિટેલ બોરોઅર્સ માટે બીજા હકારાત્મક સમાચાર એ છે કે નોન બેન્કીંગ ફાઈનાન્સ કંપનીઓને પણ આરબીઆઈને ઓમ્બુડસમેન સ્કીમ હેઠળ લાવવામાં આવી છે. આ કારણે બોરોઅર્સ કોઈપણ ખર્ચ કર્યા વિના પોતાની ફરિયાદોનું નિવારણ લાવી શકશે. હોમલોન કંપનીઓ રિઝર્વ બેંક સાથે એનબીએલસી તરીકે નોંધાયેલી છે.બેસ રેટ પડતો મુકાયાના ૨૧ મહિના પછી બેંકો માટે વેઈટેડ એવરેજ લેન્ડીંગ રેટ એપ્રીલ ૨૦૧૬માં ૧૧.૨૩% હતો તે ડીસેમ્બર ૨૦૧૭માં ૧૦.૨૬% થયો છે. આ ઘટાડાનો લાભ મોટાભાગે એમસીએલઆર સાથે જોડાયેલા વ્યાજદર ચુકવતા ગ્રાહકોને થયો છે. મોટાભાગની બેંકોએ કોસ્ટ ઓફ ફંડ અનુસાર બેસ રેટ ઘટાડયા નથી પણ એસબીઆઈએ ગત મહિને બેસરેટ ૩૦ બેસીસ પોઈન્ટ ઘટાડી ૮.૬૫% કર્યો છે.