એન્ટિલિયા કેસઃવિસ્ફોટક સપ્લાય કરનાર બે લોકોની દ્ગૈંછએ ધરપકડ કરી

(જી.એન.એસ.)મુંબઇ,ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર બહાર એન્ટિલિયા બહારથી મળેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો મામલે એનઆઇએએ આજે બે લોકોની ધરપકડ કરી છે. મુંબઈના મલાડના કુરાર ગામમાંથી પકડાયેલા આ બે લોકો પર પૂર્વ એપીઆઇ સચિન વઝેને જિલેટિનની સ્ટિક પહોંચાડવાના આરોપ છે.ધરપકડ કરવામાં આવેલા બંને આરોપી સંતોષ શેલાર અને આનંદ જાધવને મંગળવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૨૧ જૂન સુધી એનઆઇએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સ્કોર્પિયો વિસ્ફોટક કેસમાં એનઆઇએ દ્વારા આ સાતમા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં સચિન વઝે, રિયાણ કાઝી, પૂર્વ ઈન્સપેક્ટર સુનીવ માને, પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને ક્રિકેટ બુકી નરેશ ગોરની ધરપકડ કરવામાં આવી છે.એનઆઇએ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને મનસુખ હિરેનની હત્યામાં સંતોષ શેલાર અને આનંદ જાધવની સંડોવણી હોવાની શક્યતા છે. જોકે અત્યાર સુધી કોઈ પણ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.