એનાલિટિકા સાથે રાહુલ ગાંધીએ અઢી કરોડમાં સોદો કર્યો હતો

નવી દિલ્હી :. એક ન્યૂઝ ચેનલે વિસ્ફોટક દાવો કર્યો છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાના બોસને રાહુલ ગાંધી રૂબરૂ મળ્યા હતા. સોશ્યલ મીડિયાના આંકડા દ્વારા ચૂંટણીની હવા સર્જવાની ઓફર થઈ હતી તેમ એનડીટીવીનો અહેવાલ જણાવે છે.ગત વર્ષે રાહુલ ગાંધી તથા કોંગ્રેસના અન્ય નેતાઓ એનાલિટિકાના તત્કાલીન સીઈઓ અલેકઝેન્ડર નિકસને મળ્યા હતા. ન્યૂઝ ચેનલને આ અંગે મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા છે. રિપોર્ટ પ્રમાણે રાહુલ સાથે જયરામ રમેશ, પી. ચિદમ્બરમ્‌ પણ ઉપસ્થિત હતા. અઢી કરોડમાં સોદો થયાનું માનવામાં આવે છે. આ મુલાકાત થયાની પુષ્ટિ કોંગ્રેસના સૂત્રો કરે છે, પરંતુ સોદો થયાનો ઈન્કાર કરે છે.