એનર્જીડ્રીંકના બહાને કચ્છમાં ડ્રગ્સનો વેપલો

કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાંથી છાનેછપને કચ્છ-ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ચાલતુ નવું ચલકચલાણું

વિદેશમાં ઠંડા-પીણાની ઉત્પાદન તારીખો લખાય છે,
એકસપાયરી ડેટ લખાતી ન હોવાથી ટોળકી તેનો ગેરલાભ લઈ રહી છે અને ઠંડા-પીણાઓ એનર્જી ડ્રીંકના રૂપકડા રી-લેબલીંગ સાથે કચ્છ-ગુજરાતના યુવાનોને પીરસાતા હોવાની વકી

 

કાસેઝના ડીસી શ્રી વશિષ્ઠની લાલઆંખભરી કડકાઈથી યુઝડ્‌ કલોથસ સહિતના સ્મગલર્સ તત્વો ઉતરી ગયા ભૂગર્ભમાં તો વળી ભેજાબાજ દાણચોર તત્વોએ નશાના વેપારના નીતનવા ખતરનાક કીમિયા અપનાવ્યાની ચકચાર

 

ગાંધીધામ : પાકીસ્તાન દ્વારા ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કારસ્તાનનો તાજેતરમાં જ કચ્છના માંડવીથી જામનગરના જામસલાયા સુધીનાએક ગંભીર પ્રકારના અને ૩૦૦ કરોડના ડ્રગ્સકાંડનો મોટો ખુલાસો સત્તાવાર રીતે થવા પામી ચૂકયો છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છમાથી પણ એનર્જી ડ્રીંકના નામ તળે કચ્છ-ગુજરાતના યુવાનોની નશોમાં ડ્રગ્સ વહેવડાવાનો ધુમ કારોબાર ધમધમી રહ્યો હોવાની ચકચાર ઉઠવા પામી રહી છે.
આ મામલે અંતરંગ વર્તુળોમાથી થતી ચર્ચાઓ અનુસાર કચ્છ મારફતે જ સ્થાનિકમાં થતા રાજયભરમાં પણ એનર્જી ડ્રીંકના રૂપકડા નામોથી ડ્રગ્સનો વેપલો ધમધમી રહ્યો છે. બેફામ થતા આ વેપલાના સમગ્ર નેટવર્કની વાત કરીએ તો કચ્છમાં પૂર્વક્ષેત્રમાં કાર્યરત કાસેજ એટલે કે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં આમ તો જયારથી ડીસી પદે શ્રીવશિષ્ઠ આવ્યા છે ત્યારથી અહી ચકલુ પણ ફરકી ન શકે તેવી જડબેસલાક ટાઈટ સલામતી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવાઈ દેવાઈ છે અને જે દાણચોર તત્વો ખુલ્લીને બેફામ બનેલા હતા તેઓ મોટાભાગના તો ભુગર્ભમાં જ ઉતરી ગયા છે પરંતુ બીજીતરફ રીઢા બની ગયેલા તત્વો હજુય કયાંક ને કયાંક છાને છપને પણ કાસેઝમાં ગોરખધંધાને અંજામ આપી જ જતા હોય છે અને હાલમાં જ એક કપડાનું કન્ટેઈનર બહારથી આયાત કરાયેલ શંકાસ્પદ અવસ્થામાં મળી આવવુ તેની ચાડી ખાવા માટે પુરતું જ છે.
દરમ્યાન જ આ સ્થીતીનો ગેરલાભ ઉઠાવી અને કેટલાક ભેજાબાજ તત્વો હવે દેશના યુવાધનને ખોખલુ કરવાના એક ગંભીર પ્રકારના આયોજનબદ્ધકૌભાંડને પણ કચ્છ-ગુજરાતથી અંજામ આપી રહ્યા હોય તેવી ગંધ ફેલાવવા પામી રહી છે. આ મામલે ચર્ચાતી વિગતો અનુસાર એનર્જી ડ્રીંકના બહાને ડ્રગ્સનો વેપાર ધમધમી ઉઠયો છે. કાસેજ એટલે ે સ્પેશ્યલ ઈકોનામીક ઝોનમાં વિદેશથી માત્ર ઉત્પાદન તારીખ લખાયેલી હોય છે એકસપાયરી ડેટ લખાતી હોતી નથી અને તેનો જ ગેરલાભ આ ભેજાબજ તત્વો ઉપાડી રહ્યા હોવાનુ મનાય છે. આવા ઠંડાપીણા મંગાવવામાં આવી રહયા છે અને તે ડ્રીકસના રીલેબલીંગ અહી કરવામા આવી રહ્યા હોવાનુ મનાય છે. લેંબલીંગમાં ફરફાર કરીને એનર્જી ડ્રીંકના નામે યુવાનોને નશાના રવાડે ચડાવાઈ રહ્યા છે. જો આ મામલે ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો મોટી ગેરીરીતી તથા આયોજનબદ્ધ ષડયંત્રનો ભાંડાફોડ થવા પામી જાય તેમ મનાય છે. ઉપરાંત જો આ પ્રકારના નશીલાપ્રવાહીનું એનર્જી ડ્રીંકના નામે વેંચાણ થતુ અટકે તો કચ્છ-ગુજરાત સહિતના યુવાધનના જીવ સાથે ચેડા થતા પણ બચી શકે તેમ છે.
હાલમાં જ જયારે વિદેશથી આયાત થયેલ કન્ટેઈનરમાં નિયમ વિરૂદ્ધના એટલે કે કટ થયેલા કપડા-ચીંધીનો જથ્થા સાથે એક કન્ટેઈનર પકડી પાડવામા આવ્યુ હતુ તેવી જ રીતે જો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તો વિદેશથી એકસપાયરી ડેટવાળા કોલ્ડ્રીંકસને નશીલાપર્દાથમાં રૂપાતરીંત કરી અને એનર્જી ડ્રીંકના બહાના હેઠળના આયોજનબદ્ધ વેપલાનો મોટો ખુલાસો થવા પામી શકે તેવી વકી જાણકારોએ દર્શાવી છે.