એનડીએ ગઠબંધનમાં ભંગાણના એંધાણ

શિવસેના, ટીડીપી બાદ હવે અકાલી દળ બાય બાય કરવાની તૈયારીમાં : ગુરૂદ્વારા પ્રબંધક સમીતીના મનજીતસિંહે કરી ભાજપની ટીકા

 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સત્તાધીન એનડીએ ધીરે ધીરે ભંગાણ તરફ આગળ વધી રહ્યું છે. જેમાં સૌ પ્રથમ શિવસેના અને તેના બાદ ટીડીપી અને હવે પંજાબમાં સહયોગીદળ અકાલી દળ પણ છેડો ફાડવાની તૈયારીમાં હોવાના સંકેત મળી રહ્યા છે.
જેમાં હાલમાં જ દિલ્હીની શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના વડા મનજિતસિંહે કરેલી ભાજપની ટીકા છે. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર શીખવિરોધી નીતિઓ ધરાવે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમની સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના  પગલે મનજિતસિંહે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમનો આક્ષેપ હતો કે ટુડો ભારતના શીખોને રાજી કરવા આવ્યાં હતાં.
જો કે આ ઘટનાને એટલે ટાંકવામાં આવી છે કે કારણ કે ગુરુદ્વારા શીખ પ્રબંધક કમિટી પર અકાલી દળનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમજ તેની મરજી વિરુદ્ધ કોઈપણ નિવેદન આપવું તેમની માટે અશક્ય છે. તેમજ આ ટીકા  પાછળ પ્રકાશસિંહ બાદલના  પરિવારની મરજી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે વર્ષ ૧૯૯૬માં પ્રકાશસિંહ બાદલે વાજપેઈ સરકારને બિનશરતી ટેકો આપ્યો હતો. જયારે પીએમ મોદીને પણ બિનશરતી સમર્થન આપ્યું છે. જો કે સમર્થન આપતી વખતે પણ તેમણે કહ્યું હતું કે અમારો પક્ષ નાનો છે તેથી અમે વધારે માંગ નથી કરી રહ્યા.
જો કે કેનેડામાં શીખોના રાજકારણ સાથે અકાલીદળને સીધો સંબધ છે. તેથી કેનેડા વડાપ્રધાનની ભારત યાત્રા બાદ ભાજપ અને અકાલી દળના સબંધોના તિરાડ
પડે તેવી શક્યતા ઉભી થઈ છે. તેવા સમયે જોવાનું એ રહેશ કે ભાજપની આગેવાનીવાળા એનડીએમાંથી બીજો કયો પક્ષ ફેડો ફાડવામાં આતુર છે.