એડી. સેસન્સ કોર્ટનો સતત ધાક બેસાડતો ચૂકાદો : ગાંધીધામના બે વર્ષ જુના ખૂન કેસમાં આરોપીને આજીવન કેદની સજા

પીએસએલ કાર્ગો સામે આવેલ કંડલા પમ્પીંગ સ્ટેશન, સી-૩માં બન્યો હતો બનાવ

 

ગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામમાં બે વર્ષ અગાઉ પીએસએલ કાર્ગો સામે આવેલ કંડલા પમ્પીંગ સ્ટેશન, સી-૩માં થયેલ ખૂન કેસમાં આરોપીને ગાંધીધામના આઠમા અધિક સેસન્સ જજે આજીવન કેદની સજા ફટકારી ધાક બેસાડતો ચૂકાદો આપેલ છે.
આ કેસની હકિકત મુજબ ગત તા.રપ/૦૭/૧૮ના રાત્રીના અઠી-ત્રણ વાગ્યાના અરસામાં પીએસએલ કાર્ગો સામે આવેલ કંડલા પમ્પીંગ સ્ટેશન સી-૩ ગાંધીધામ ખાતે આરોપી મનસુખ ખીમા ઘેડા લોખંડ-ભંગારની ચોરી કરવા આવેલ દરમ્યાન ફરિયાદીના ભાઈ ભુરાભા હીરાભાઈ માલીવાડ (ઉ.વ.૩પ) વાળા માટીના ઢગલા ઉપર સુતેલ હતો તેણે આરોપીને પડકારતા આરોપીએ ઢગલાની બાજુમાં પડેલ વજદાર કોષ તેના માથામાં મારી ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી માટીના ઢગલા ઉપર તેને ઢસડી ઉપર ગોદડા જેવું ઢાકી મરણ જનારનો મોબાઈલ ફોનની લૂંટ કરી ગુન્હો કરેલ હતો જે અંગેની ફરિયાદ બીજે દિવસે ગુજરનારના ભાઈ અરવિંદભાઈ એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી અને પોલીસ આઈપીસીની કલમ ૩૦ર મુજબ ફરિયાદ નોંધી તપાસ કરતા તપાસ દરમ્યાન મોબાઈલ ફોન કોલ્સ લોકેશનના હિસાબે આરોપી મનસુખ ખીમા ઘેડા કોલ્સ લોકેશનના હિસાબે આરોપી મનસુખ ખીમા ધેડાને પોલીસે પકડવા અને આરોપીએ ગુન્હો કબુલ કરતા અને આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા હોઈ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને કેસ નામદાર સેસન્સ કેસમાં કમીટ થતા ગાંધીધામના આઠમા અધિક સેસન્સ જજ વિરાટ એ. બુધ્ધામાં ચાલી જતા કોર્ટે આરોપી મનસુખ ખીમા ઘેડાને તસીવાર ઠેરવી આઈપીસીની કલમ ૩૦રમાં આજીવન કેદની સજા તેમજ રૂા.૧૦,૦૦૦નો દંડ, દંડ ના ભરે તો એક વર્ષની સખત કેદની સજા તેમજ આઈપીસીની કલમ ૩૯૪માં દશ વર્ષની સખત કેદની સજા તેમજ રૂા.પ૦૦૦નો દંડ, દંડ ના ભરે તો નવ માસની સખત કેદની સજા ફટકારી ગાંધીધામની અધિક સેસન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો ફરમાવવામાં આવેલ. આ કામે સરકાર તરફે વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજા હાજર રહેલ હતા.