એટ્રોસીટી કેસ મુદે સુપ્રીમનો મહત્વનો ચુકાદો

સીધી ધરપકડ પર સુપ્રીમે લગાવી રોક : ડીએસપી કક્ષાની પ્રારંભીક તપાસ કરવા આદેશ : એટ્રોસીટી કેસમાં આગોતરા જામીન પણ હવે મળી શકશે

નવી દીલ્હી : દેશભરમાં જાતી અપમાનીત બદલ થતા કેસો મુદે આજ રોજ નામદાર સુપ્રીમકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્દેશ સાથે ચુકાદો આપવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર એટ્રોસીટીના કેસમાં હવે સીધી ધરપકડ નહી કરી શકાય. જિલ્લા પોલીસ વડા સ્તરની પ્રારંભીક તપાસ બાદ જ ધરપકડ કરી શકાશે.
આ ઉપરાંત આ કેસમાં હવે આગોતરા જામીન પણ મળી શકશે તેવા નિર્દેશો પણ નામદાર સુપ્રીમકોર્ટ દ્વારા આપવામા આવ્યા છે. વધુમાં સરકારી કર્મચારીની ધરપકડ કરતા પહેલા ઉચ્ચ અધિકારીની મંજુરી લેવી પણ જરૂરી બની રહેશે.