એટ્રોસીટીના કેસમાં સજા ફટકારતી ગાંધીધામ કોર્ટ

ગાંધીધામઃ આ કામે બનાવનો ટુંકી વિગત એવી છે કે ફરીયાદી બેન રાજીબેન કાળીદાસ સેનાની(દલીત) રહે. પ્લોટ નં.પ૯/૮૦ વોર્ડ ૧ર બી ગાંધીધામ વાળાએ ગુ.ર.નં.૩૧૦/૧પથી તા.૦ર-૦પ-૧૪ના રોજ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ આપેલ કે તા.૦ર-૦પ-૧૪ના ર વાગ્યાના સામે બનાવ બનેલ અને આ કામના આરોપીઓ નામે બબીતા શૈલેન્દ્રસિંહ અને તેનો પતિ શૈલેન્દ્રસિંહ રાજપુત જેઓએ ફરીયાદીની દિકરી પાસેથી રૂ.૧ લાખનો ચેક, એક લાખ રોકડા અને રૂ.૭પ૦૦૦/- એમ કુલ રૂ.ર લાખ પંચોતેર હજાર ઉછીના લીધેલ.સબબ ફરીયાદ થવા આઈપીસીની કલમ ૩ર૩,પ૦૪,પ૦૬(ર), ૧૧૪ હેઠળ ફરીયાદ નોંધવામાં આવેલ. અને કલમ૩(૧)(૧૦) હેઠળ જે કસ સેશન્સ કોર્ટમાં કમીટ થતાં સ્પે.એટ્રો ૧૭/૧૭થી કેસ ચાલેલ જેમાં આરોપીઓ વિરૂદ્ધ ફરીયાદી પક્ષે સાબીત કરેલ હોઈ આરોપીઓને આઈપીસીની કલમ પ૦૬ અને એટ્રોસીટી એકટની કલમ ૩(૧)(૧૦)માં આરોપીઓને ૩-૩ વર્ષની કેદની સજા અને ૩૦૦૦ રૂ.નો દંડના ભરેતો ૯ માસની વધારાની કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ(ડી.આર.ભટ્ટ)સાહેબની કોર્ટેે સરકાર તરફે વકીલ હિતેષી પી.ગઢવી રહેલ હતા.