એટ્રોસિટીના કેસમાં આરોપીને ૩ વર્ષ સખત કેદની સજા

ગાંધીધામ :  ગાંધીધામના નવમાં અધિક સ્પેશીયલ જજની કોર્ટે એટ્રોસીટી એકટના ગુનામાં આરોપીને ત્રણ વર્ષ સખત કેદની સજા અને દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસના ફરિયાદી પ્રવીણ ચમનભાઈ મકવણા ગત ૧૮મી ડિસેમ્બર ૨૦૧૪ના પોતાની રિક્ષા લઈને ધંધા માટે જતા હતા. તે દરમિયાન આરોપી નવઘણ માનસંગ ઠાકોર ઉર્ફે કોલી રસ્તા વચ્ચે ચાલતો હતો. ત્યારે ફરિયાદે રિક્ષાનું હોર્ન મારતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ભુડી ગાળો આપીને જાતી અપમાનીત કર્યા હતા. તેમજ ઝાપટ મારીને રિક્ષાના કાંચ તોડી પાડી નુકશાન પહોચાડ્‌યું હતુ. જે સબબનો કેસ અદાલતમાં ચાલી જતા નવમાં અધિક સેસન્સ જજ વી.એ. બુધ્ધની કોર્ટે આરોપી નવઘણ માનસંગ ઠાકોરને એટ્રોસીટી એક્ટની કલમ તળે ત્રણ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા ૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકિલ તરીકે એસ.જી. રાણાએ દલિલો કરી હતી.