એજયુકેશન સોસાયટીના બહાને ચાલતી પોલમ્‌પોલનો પર્દાફાશ અંજારમાં ટ્રસ્ટના અંચળા તળે ટેક્ષચોરીની ગંધ

અનેકવિધ વિવાદોમાં સમયાંતરે ઘેરાયેલી અંજાર એજયુકેશન સોસાયટી ટ્રસ્ટના વહિવટ-વહિવટદારો ફરીથી આવ્યા શંકાના દાયરામાં : પૂર્વ કચ્છ આરટીઓ વિભાગ દ્વારા અંજાર એજયુ. ટ્રસ્ટ સંચાલિત લખાણ સાથેની સ્કુલ બસ ડીટેઈન કરાતા ઉઠયા અનેક સવાલો

પૂર્વ કચ્છ આરટીઓના તપાસનીશ અધિકારી કડકાઈથી ઝીણવટપૂર્વકની પારદર્શક તપાસ આદરે તો ઔદ્યોગીક એકમોમાં ચાલતી લાલીયાવાડીના પણ થાય મોટા કડાકા-ભડાકા

કચ્છ બહાર હોવાથી ખ્યાલ નથી, વિગતો મેળવીને કંઈ પણ કહી શકાય : મુકેશભાઈ(ટ્રસ્ટી, અંજાર એજયુકેશન સોસાયટી)

સ્કુલ બસ રજીસ્ટ્રેશન ધરાવતા વાહનોને ખાનગી કંપનીમાં દોડાવતા ટ્રસ્ટના ભોપાળાનો થયો ખુલાસો : સ્કૂલ બસનો માસીક ટેક્ષ છે ૧૦૦૦ જયારે કોમર્શીયલમાં છે ર૧ હજાર : આવી તો દસ બસો સબંધીત શાળા ધરાવે છે? કેટલા સમયથી કેટકેટલી બસો કઈકઈ કંપનીઓમાં કોના કોના ઈશારે દોડાવાતી હતી? સહિતના ઉઠી રહ્યા છે સવાલો : ટ્રસ્ટના જવાબદારો આ પ્રકારના કૌભાંડથી બેખબર કઈ રીતે હોય..તો શું તેઓના નાક નીચે જ સ્કુલ બસોને ઉદ્યોગોમાં મોકલવામા આવતી હતી ?

 

 

– તો એક જ નંબરની અનેક બસોના કૌભાંડનો થાય ખુલાસો
આવી બસોમાં ટેક્ષ-વિમા ભરાયેલા જ નથી હોતા..સ્ક્રેપ વાહન બતાવી, અન્ય જિલ્લાઓમાં દોડાવાતા વાહનના નંબર આવા વાહનોમાં લગાવીને ધમધમે છે પ્રેક્ટિસ
ગાંધીધામ : પૂર્વ કચ્છ આરટીઓ તંત્ર દ્વારા જયારે એક શાળાની બસ ખાનગ કંપનીમાં દોડતી પકડી પાડવામ આવી છે ત્યારે જાણકારો દ્વારા એવો પણ ઈશારો કરાય છે કે જો આ મામલે ઘનિષ્ઠ તપાસ કરવામ આવશે તો ન માત્ર આવી શાળાઓ બલ્કે અન્ય શાળાઓ અને કંપનીઓના પણ ભોપાળાઓ બહાર આવવા પામી શકે તેમ છે. કારણ કે, આવી બસોમાં કેટલાકમાં એક જ નંબરની બબ્બે બસો દોડાવીને પણ સરકારને ચુનો ચોડવામા આવતો હોય છે. મહદઅંશે સ્ક્રેપ-કન્ડમ ટોટલ લોશ કાગળ પર બતાવેલી બસો અન્ય જિલ્લામાં દોડતી બસોના નંબરો લગાવી અને અહી દાડાવવામ આવી રહી હોવાનુ મનાય છે. આવી બસોના ન તો રજીસ્ટ્રેશન હોય, ન વીમા હોય ને તો ટેક્ષ હોય..છતાય બેખોફીથી રોડ પર દોડતી હોય છે અને આવા વાહનો કે બસોમાં પણ ધુમ ટેક્ષોચોરી થવા પામતી જ હોય છે. એટલે હકીકતમાં પૂર્વ કચ્છ આરટીઓ વિભાગ જો આ બાબતે કડકાઈથી વર્તશે તો વધુ કેટલાક મસમોટા કૌભાંડો પરથી પણ પડદો ઉચકાઈ શકે તેમ છે.

 

ગાંધીધામ : પૂર્વ કચ્છના ઐતિહાસીક શહેરમાં સમયાંતરે શિક્ષણના નેજા હેઠળ નીતનવા વિવાદોમાં ઘેરાતી અંજાર એજયુકેશન સોસાયટી ટ્રસ્ટ વધુ એક વખત વિવાદનો મધપુડો છંછેડી રહી હોય તેવો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે. આ મામલે જાણકારોની વાત માનીએ તો આજથી બે-પાંચ દિવસ પહેલા પૂૃર્વ કચ્છ આરટીઓ કચેરીના અધિકારી દ્વારા અંજાર એજયુ.સોસાયટી લખેલી એક બસને ખાનગી કંપનીમાં દોડાવાતી અવસ્થામાંથી પકડી પાડવામા આવી છે અને તેને ડીટેઈન કરી દેવાઈ છે. આ ઘટનાની સાથે જ આવી સંસ્થાઓ શિક્ષણના નામે ટેક્ષચોરીનો કેવો કેવો ધીકતો ધંધો કરી રહી છે તેનો પણ વરવો ચિત્તાર સામે આવવા પામી જ રહ્યો છે. શાળામાં બસના વપરાશનો રજીસ્ટ્‌શેન કરાવાયુ હોય તો ટેક્ષ ખુબજ નજીવો લાગે છે જયારે કોર્મિશયલ વપરાશમા વાર્ષીક ટેક્ષ તગડો લાગતો હોય છે. આવા ટેક્ષની ધુમ ચોરી આવી સંસ્થાઓ દ્વારા રજાના દીવસે અથવા તો વેકેશનના ગાળામા કંપનીઓમાં ગોઠવી અને સરકારને પણ આર્થિક તગડો ફટકો જ આપવામા આવતો હોય તેમ કહેવુ પણ નકારી નહી શકાય.
અનેકવીધ વિવાદોમાં સમયાંતરે ઘેરાયેલ અંજાર એજયુ.સોસાયટી ટ્રસ્ટના વહીવટ-વહીવટદારો ફરીથી શંકાના દાયરામાં આવવા પામી રહ્યા છે. પૂર્વ કચ્છ આરટીઓ વિભાગ દ્વારા અંજાર એજયુ.ટ્રસ્ટ સંચાલિત લખાણ સાથેની સ્કુલ બસ બે-પાંચ રોજ પહેલા ડીટેઈન કરી લેવાઈ છે અને તેના લીધે જ હવે આ ટ્રસ્ટની સામે ફરીથી કેટલાક સવાલો ખડા થવા પામી ગયા છે. સ્કુલ બસ રજીસ્ટ્રેશન ધરાવતા વાહનોને ખાનગી કંપનીમાં દોડાવતા ટ્રસ્ટના ભોપાળાનો ખુલાસો થવા પામી ગયો છે. સ્કુલબસનો માસીક ટેક્ષ છે ૧૦૦૦ જયારે કોમર્શીયલમાં છે ર૧ હજાર? કંપની દ્વારા હકકીતમાં તો સ્કુલબસ તરીકે પાસીંગ કરાવાયુ હોય તો ખાનગી કંપનીમાં તે બસો દોડાવી જ કઈ રીતે શકાય? આવી તો દસ બસો સબંધીત શાળા ધરાવતી હોવાનુ મનાય છે. ત્યારે અહી જે સવાલો ઉભા થવા પામી રહ્યા છે તેમાં કેટલા સમયથી કેટકેટલી બસો કઈકઈ કંપનીઓમાં કોના કોના ઈશારે દોડાવાતી હતી?
ટ્રસ્ટના જવાબદારો આ પ્રકારના કૌભાંડથી બેખબર કઈ રીતે હોય..તો શું તેઓના નાક નીચે જ સ્કુલ બસોને ઉદ્યોગોમાં મોકલવામા આવતી હતી? અને સરકારની સાથે ટેક્ષચોરીનો ભેદી ખેલ ખેલવામા આવી રહ્યો હતો. પાછલા કેટલા સમયથી આ રીતે ટેક્ષચોરી સતત કરવામા આવી રહી છે અને તેની આવક કોણે કોણે કેટકેટલી મેળવી છે અથવા તો ટ્રસ્ટમાં જમા કરાવી છે?પૂર્વ કચ્છ આરટીઓના તપાસનીશ અધિકારી કડકાઈથી જીણવટપૂર્વકની પારદર્શક તપાસ આદરે તો ઔદ્યોગીક એકમોમાં ચાલતી લાલીયાવાડીના પણ મોટા કડાકા-ભડાકા થવા પામી શકે તે વાત પણ નકારી શકાય નહી.
આ સંદર્ભે અંજાર એજયુ.ટ્રસ્ટના શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેઓએ આ ઘટના અંગે અજાણતા જ દર્શાવી હતી. જો કે તેઓએ કહ્યુ હતુ કે બસો કોન્ટ્રાકટ પર આપેલી છે એટલે વેકેશન હોતા બસોના સંચાલનની વધુ વિગતો ઠેકેદાર જ જાણતા હશે છતા પણ તપાસ કરીને કઈ કહેવાની ખાત્રી તેઓએ આપી હતી. અન્ય શ્રેષ્ઠી મુકેશભાઈ સાથે વાત કરતા તેઓે મુંબઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલ હોવાથી આ બાબતે અજાણ જ હોવાની અને વિગતો મેળવી પછી જ કંઈ કહેવાનુ મુનાસીબ ગણાવ્યુ હતુ. અહી જે રીતે અંજાર એજયુ.ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીઓ પ્રતિક્રીયા આપી રહ્યા છે તેને જોતા પણ સમગ્ર ટ્રસ્ટના સંચાલનની સામે પણ સવાલો તો ખડા થવા પામી જ રહ્યા છે. શું આ ટ્રસ્ટ રામભરોસે અવસ્થામાં જ ચાલી રહ્યુ છે કે કેમ?